________________
૩૧૨
પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિજ્ઞા) ગાથા-૧૩૮
ટીકા -
__यथेह प्रवचने द्रव्यस्तवाद् भावापत्कल्पगुणयुक्ताद् यतनया यत्नेन, पीडोपकारः पीडयोपकारो बहुगुणभावाज्जिनभवनकारणादेरिति न विरुद्धम् ।।१३८॥ ટીકાર્ય :
વેદ વિરુદ્ધમ્ | જે પ્રમાણે અહીં=પ્રવચનમાં, ભાવઆપકલ્પગુણયુક્ત=ભાવ આપતિના વિવારણમાં સમર્થ એવા ગુણથી યુક્ત, યતનાપૂર્વક કરાતા દ્રવ્યસ્તવથી થતી પીડા વડે ઉપકાર થાય છે; કેમ કે, જિતભવન કરાવવા આદિથી બહુગુણનો ભાવ છે, જેથી કરીને દ્રવ્યસ્તવને કહેનારું વચન દષ્ટવિરુદ્ધ નથી. II૧૩૮ ભાવાર્થ :
દ્રવ્યસ્તવ એ ભાવઆપત્તિના નિવારણમાં સમર્થ એવા બહુ ગુણથી યુક્ત છે; કેમ કે તીર્થકરે આ જગતમાં સન્માર્ગને સ્થાપન કરીને આપણા પર જે મહાન ઉપકાર કર્યો છે, તેથી કૃતજ્ઞતાગુણરૂપે પણ તેમની ભક્તિ કરવી જોઈએ, છતાં અત્યારે સાક્ષાત્ તીર્થકર ભગવંતો આ ક્ષેત્રમાં વિદ્યમાન નથી, માટે તેમની ભક્તિ થઈ શકે નહિ, એ રૂપ ભાવઆપત્તિ છે. તે ભાવઆપત્તિના નિવારણમાં સમર્થ એવું દ્રવ્યસ્તવ બહુગુણવાળું છે; કેમ કે દ્રવ્યસ્તવથી ભગવાનની ભક્તિ થાય છે, અને યતનાપૂર્વક કરાતા દ્રવ્યસ્તવથી બીજા જીવને જે પીડા થાય છે, તેનાથી પોતાને સંયમના પરિણામની પ્રાપ્તિરૂપ ઉપકાર થાય છે, અને અન્ય યોગ્ય જીવોને એમ થાય છે કે, આ ભાગ્યશાળી જીવ લોકોત્તમ પુરુષની ઉત્તમ દ્રવ્યોથી કેવી સુંદર ભક્તિ કરે છે ! આ રીતે પ્રશંસાદિ દ્વારા બીજા જીવોને બીજાધાનાદિની પ્રાપ્તિ થવાથી ઉપકાર થાય છે; આ રીતે જિનભવન આદિ કરાવવાથી ઘણા ગુણોનો ભાવ થાય છે અર્થાત્ ઘણા ગુણો પ્રગટે છે. તે આ રીતે –
જ જિનભવન કરાવવા આદિથી ઘણા જીવોને બીજાધાન, સન્માર્ગ આદિની પ્રાપ્તિ થાય છે.
જિનભવન કરાવવા આદિથી ત્યાં દર્શનાર્થે સાધુ ભગવંતોનું આગમન થાય છે અને તેઓ દેશના વગેરે આપે તેના કારણે પોતાને અને અન્ય જીવોને વિશેષ પ્રકારના ધર્મની પ્રાપ્તિ થાય છે.
આ રીતે જિનભવન કરાવવા આદિમાં ઘણા ગુણોનો સાવ હોવાથી, યતનાપૂર્વક કરાતા જિનભવનાદિના નિર્માણમાં જે કાંઈ અન્ય જીવોને પીડા થાય છે, તેનાથી સ્વ-પરને ઉપકાર થાય છે, જેથી કરીને દ્રવ્યસ્તવને કહેનારું વચન દષ્ટવિરુદ્ધ નથી, તેથી વિવેકી જીવને પ્રવૃત્તિનું નિમિત્ત બને છે.
પ્રસ્તુત મૂળ ગાથા-૧૩૮માં અને પ્રસ્તુત ગાથાની ટીકામાં કહ્યું કે, દ્રવ્યસ્તવથી પીડા વડે. ઉપકાર થાય છે. ત્યાં સામાન્યથી વિચારતાં વિરોધ ભાસે કે, જેનાથી બીજા જીવોને પીડા થાય છે, તેનાથી ઉપકાર થાય છે એમ કેમ કહ્યું ? વસ્તુતઃ તો ભગવાનની ભક્તિ શ્રાવક કરે છે તેનાથી ઉપકાર થાય છે એમ કહેવું જોઈએ. આમ છતાં, પૂર્વપક્ષીને ભગવાનની ભક્તિમાં દેખાતી પીડાને સામે રાખીને પ્રશ્ન ઊઠે છે કે, તમે