________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૧૪૦
૩૧૫
ગાથાર્થ :
તબિંબની=જિનબિંબની, પ્રતિષ્ઠા, સાધુનો નિવાસ અને દેશનાદિ એકેક=આ પ્રત્યેક, ભવ્ય જીવોને ભાવઆપતિમાંથી નિસ્તરણ=નિવારવાનો, ગુણ જ છે. ll૧૪૦II
મૂળ ગાથા-૧૪૦માં ‘તુ' શબ્દ છે, તે ‘વ’કારાર્થક છે. ટીકા :___ तद्बिम्बस्य=जिनबिम्बस्य, प्रतिष्ठा तत्र तथाविधसाधुनिवासश्च विभागतो, देशनादयश्चैकैकंतबिम्बप्रतिष्ठाद्यत्र भावापनिस्तरणगुणमेव भव्यानां प्राणिनाम् ।।१४०।। ટીકાર્ય :
તવિશ્વસ્ય ... નામ્ તબિંબની=જિનબિંબની, ત્યાં=જિનાયતનમાં, પ્રતિષ્ઠા અને વિભાગથી તથાવિધ સાધુનો નિવાસ અને દેશનાદિ એકેક=આ પ્રત્યેક અર્થાત્ તબિંબની=જિનબિંબની. પ્રતિષ્ઠા આદિ પ્રત્યેક અહીંયાં=લોકમાં, ભવ્ય પ્રાણીઓને ભાવઆપતિમાંથી વિસ્તરણ=નિવારવાનો ગુણ જ છે. I૧૪૦] --- ફેશનલ : - અહીં ‘આ’ શબ્દથી ધ્યાનાદિનું ગ્રહણ થાય છે. ભાવાર્થ :જિનમંદિરનું નિર્માણ કરવાથી બીજા કયા કયા ગુણો થાય છે, તે બતાવે છે –
આ જિનમંદિર નિર્માણ કર્યા પછી તેમાં જિનબિંબની પ્રતિષ્ઠા થાય છે, જે લોકોત્તમ પુરુષ એવા ભગવાનના ઉપકારોને યાદ કરીને તેમની ભક્તિસ્વરૂપ છે.
જિનમંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા થયા પછી ભગવાન પ્રત્યે ભક્તિવાળા એવા સાધુઓ ભગવાનના દર્શન માટે આવે છે, અને ત્યાં આવેલા સાધુઓ સંયમની આરાધના કરવા માટે જો ત્યાં શક્યતા હોય તો વિભાગથી નિવાસ કરે છે અર્થાત્ જિનમંદિરના બહારના સ્થાનમાં નિર્દોષ વસતિ મળે તો ત્યાં નિવાસ કરે છે. તેથી આવા ઉત્તમ સાધુઓને વસતિનું દાન આપીને શ્રાવકને સંયમની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે. તેથી જિનમંદિર નિર્માણ કરવાથી શ્રાવકને સાધુને વસતિદાનરૂપ ગુણની પ્રાપ્તિ થાય છે. - જિનમંદિર નિર્માણ કરવાથી ભગવાનની ભક્તિ માટે આવેલા ઉત્તમ સાધુઓ અલગ વિભાગથી ત્યાં નિવાસ કરે છે અને દેશનાદિ આપે છે, તેથી પોતાને નવા નવા શાસ્ત્રીય પદાર્થોનો બોધ થાય છે, અને આ રીતે નવા નવા શાસ્ત્રીય પદાર્થોનો બોધ થવાથી વિશેષ પ્રકારની આરાધના પોતે કરી શકે છે.
જિનમંદિરનું નિર્માણ થવાથી ઉત્તમ શ્રાવકો ત્યાં ધ્યાનાદિ કરીને પરમાત્મા સાથે તન્મયભાવ પ્રાપ્ત કરે છે, તેથી પરમાત્માની જેમ પોતે પણ તીર્થંકરનામકર્મની પ્રાપ્તિ પણ કરી શકે છે. II૧૪ના