________________
૩૧૦
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા | ગાથા-૧૩૭
ઋજુસૂત્રનયથી પકાયના પાલન માટેનો અયત્નરૂપ પ્રમાદ હિંસા પદાર્થ છે. શબ્દાદિ નયથી આત્માના ક્ષમાદિ ભાવોનો અન્યથાભાવ હિંસા પદાર્થ છે.
આવી સર્વ પ્રકારની હિંસાનો ભગવાને નિષેધ કર્યો છે અને તે રીતે મોક્ષ પ્રત્યે સાક્ષાત્ કારણ શબ્દાદિ નયથી હિંસાનો ત્યાગ છે અને તેની જ નિષ્પત્તિ માટે ઋજુસૂત્રનયથી હિંસાનો ત્યાગ છે અને તેના ઉપાયરૂપે વ્યવહારનયથી હિંસાનો ત્યાગ છે. તેથી જ મોક્ષને અનુકૂળ ભાવનું કારણ બને તેવી ક્રિયામાં થતી હિંસા પરમાર્થથી હિંસા નથી. તેથી જે પ્રવૃત્તિથી અહિંસાનો ભાવ વધતો હોય, તે પ્રવૃત્તિ ધર્મ કહી શકાય. અને તે રીતે સ્વીકારીએ તો ભગવાનની પૂજામાં સ્કૂલ દૃષ્ટિથી પુષ્પાદિ જીવોને કલામણા થતી હોવા છતાં, મોક્ષને અનુકૂળ એવા સંયમના પરિણામનું કારણ હોવાથી ફળથી અહિંસારૂપ છે. તેથી ભગવાને જે હિંસાનો નિષેધ કર્યો છે, તે કહેનારા વચન સાથે પૂજાની ક્રિયામાં વિરોધ નથી; કેમ કે ભગવાને જે હિંસાનો નિષેધ કર્યો છે, તે પરમાર્થથી તો શબ્દાદિ નયને માન્ય આત્મભાવરૂપ અહિંસાની પ્રાપ્તિ અર્થે જ છે, અને તેની પ્રાપ્તિ અર્થે જ ઋજુસૂત્રનયથી ષકાયના પાલનનો ઉપદેશ આપ્યો છે, તેમ જ આત્મભાવરૂપ અહિંસાની પ્રાપ્તિ અર્થે જ વ્યવહારનયથી શક્ય એટલી બાહ્યહિંસાનું વર્જન કહેલ છે અને ભગવાનની પૂજા પણ વીતરાગ પ્રત્યે ભક્તિરૂપ હોવાથી સંયમની પ્રાપ્તિનું કારણ છે, માટે તેમાં થતી હિંસાને ફળથી અહિંસારૂપે સ્વીકારેલ છે, અને ભક્તિની વૃદ્ધિનું કારણ નથી તેવી કોઈ હિંસા હોય તેને જ હિંસારૂપે કહેલ છે. તેથી મોક્ષને માટે અહિંસાને કહેનારા ભગવાનના વચન સાથે પૂજાને કહેનારા વચનનો કોઈ વિરોધ નથી, માટે ભગવાનની પૂજાને કહેનારાં વચન ઇષ્ટ અવિરુદ્ધ છે.
વળી, ભગવાનની પૂજાથી ભગવાનના ગુણોનું બહુમાન વધે છે, જે પરંપરાએ પણ મોક્ષનું કારણ છે. તેથી તે ભગવાનની પૂજાનું વચન એ દૃષ્ટથી પણ વિરોધી નથી; કેમ કે વિચારક જીવ ભગવાનના ગુણોના બહુમાનપૂર્વક ભગવાનની પૂજા કરતો હોય તો સ્વાનુભવથી તેને દેખાય છે કે, મને ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ વધે છે. માટે આ પૂજા ભગવાનના બહુમાન દ્વારા અવશ્ય મોક્ષનું કારણ બનશે જ. આ રીતે ભગવાનની પૂજાની ક્રિયા દષ્ટ અને ઇષ્ટ સાથે અવિરુદ્ધ એવી તૃતીયસ્થાનસંક્રાત છે. જ્યારે વેદમાં કહેલ હિંસાનું વચન મોક્ષ માટે હિંસાના નિષેધ કરનાર વચન સાથે વિરુદ્ધ છે, કેમ કે યજ્ઞ કરવાથી મોક્ષને અનુકૂળ ભાવો થાય છે એવું ત્યાં દૃષ્ટ નથી; પરંતુ પોતાની સ્વર્ગાદિ તુચ્છ કામના માટે બીજા જીવોને પીડા આપવારૂપ ક્લિષ્ટભાવ ત્યાં દૃષ્ટ છે. વળી મોક્ષને માટે હિંસાને કહેનારા વેદવચન સાથે સ્વર્ગ માટે કહેનારા વેદવચનોનો વિરોધ છે, માટે ઇષ્ટનો પણ વિરોધ છે. તેથી વેદમાં કહેલ હિંસાનું વચન દૃષ્ટઇષ્ટઅવિરુદ્ધ વચન નથી, જ્યારે ભગવાનની પૂજામાં પ્રવર્તક એવું શાસ્ત્રવચન દૃષ્ટ-ઇષ્ટ બંનેથી અવિરુદ્ધ વચન છે.
વળી ભગવાનની પૂજાને કહેનારું વચન મધ્યસ્થપણારૂપ શુદ્ધ બુદ્ધિથી વિચારીને સંભવતુ સંભવી શકે તેવા, સ્વરૂપવાળું છે, પરંતુ અત્યંત અસંભવી નથી; કેમ કે વીતરાગની પૂજાને કહેનાર સર્વજ્ઞ છે, એ પ્રકારે તે વચન પરંપરાથી પ્રાપ્ત છે, માટે અત્યંત અસંભવી નથી=વેદવચનથી જેમ અપૌરુષેય કહેલ હોય તો