________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૩૭–૧૩૮
૩૧૧
અત્યંત અસંભવી બને, પરંતુ તેવું નથી, પણ કોઈનાથી કહેવાયેલ છે, માટે વેદવચનની જેમ અત્યંત અસંભવી નથી. તેથી ભગવાનની પૂજામાં પ્રવર્તક એવું શાસ્ત્રવચન દૃષ્ટ અને ઇષ્ટથી અવિરુદ્ધ અને સંભવત્ સ્વરૂપવાળું=સંભવતા સ્વરૂપવાળું, હોવાથી વિશિષ્ટ વચન છે. માટે તેવું વચન પ્રવૃત્તિનિમિત્તક બને.
જે વચન અત્યંત અસંભવી હોય તે પ્રવૃત્તિનિમિત્તક બને નહિ. તે આ રીતે
જૈનદર્શન વેદની જેમ આગમને અપૌરુષેય કહેતું નથી, પરંતુ તીર્થંકરો સ્વયં બોધ પામીને કેવલી થયા પછી ઉપદેશ આપે છે, અને તેમના ઉપદેશથી આગમોની રચના થાય છે, તેથી તેનું વચન સંભવત્=સંભવતા, સ્વરૂપવાળું છે, પરંતુ જો વેદની જેમ અપૌરુષેય વચન હોય તો તે સંભવી શકે નહિ. અને તે કેમ સંભવે નહિ તે વાત ગ્રંથકારશ્રી સ્વયં આગળમાં ગાથા-૧૬૯થી બતાવવાના છે, અને ભગવાનનું વચન અત્યંત અસંભવી કેમ નથી તે વાત પણ ગાથા-૧૬૮માં ગ્રંથકારશ્રી સ્વયં બતાવવાના છે. II૧૩૭ના
અવતરણિકા :
પૂર્વે ગાથા-૧૩૭માં દૃષ્ટ-ઇષ્ટથી અવિરુદ્ધ અને સંભવત્=સંભવતા, સ્વરૂપવાળું વિશિષ્ટ વચન જ પ્રવૃત્તિનિમિત્તક બને એમ કહ્યું, એને જ દૃષ્ટાંત દ્વારા પ્રથમ દૃષ્ટથી અવિરુદ્ધ દ્રવ્યસ્તવને કહેનારું વચન છે, તે બતાવે છે
ગાથા
=
"जहेह दव्वथया भावावयकप्पगुणजुया उ जयणाए ।
पीडुवगारो जिणभवणकारणादिति न विरुद्धं ।।१३८।।
ગાથાર્થઃ
જે પ્રમાણે અહીં=પ્રવચનમાં, યતના વડે કરાતા ભાવઆપલ્પગુણયુક્ત=ભાવઆપત્તિના નિવારણમાં સમર્થ એવા ગુણથી યુક્ત, દ્રવ્યસ્તવથી થતી પીડા વડે ઉપકાર થાય છે; કેમ કે જિનભવન કરાવવાથી (બહુગુણનો ભાવ છે). એથી કરીને દ્રવ્યસ્તવને કહેનારું વચન દૃષ્ટવિરુદ્ધ નથી.
* અહીં પ્રસ્તુત મૂળ ગાથા-૧૩૮માં નહેદ વ∞થયા માવાવયવમુળનુયા ૩ નયાÇ આ પ્રમાણે પાઠ છે, ત્યાં પંચવસ્તુક ગાથા-૧૨૪૭માં નહે૪ રન્નથયાર ભાવાવવ—મુળનુયા સેો પાઠ છે અને અહીં ટીકામાં માવાવત્વનુળયુત્તાપ્ પછી યતનયા=યત્નન પાઠ છે, ત્યાં શ્રેયો-ન્યાયાન્ એ પ્રમાણે પંચવસ્તુક ગાથા-૧૨૪૭ની ટીકામાં પાઠ છે. અને તે પાઠ મુજબ આ પ્રમાણે ગાથાનો અર્થ થાય છે
જે પ્રમાણે અહીં=પ્રવચનમાં, ભાવઆપત્તિના નિવારણમાં સમર્થ એવા ગુણથી યુક્ત દ્રવ્યસ્તવથી, શ્રેય છે=મહાકલ્યાણ છે, અન્ય જીવોને થતી પીડા વડે કરીને ઉપકાર થાય છે અર્થાત્ જિનભવન કરાવવા આદિરૂપ દ્રવ્યસ્તવથી અન્ય જીવોને જે પીડા થાય છે, તેનાથી સ્વ-પરને ઉપકાર થાય છે. એથી કરીને દ્રવ્યસ્તવને કહેનારું વચન દૃષ્ટવિરુદ્ધ નથી. II૧૩૮||