________________
૨૦૨
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૧૦૮–૧૦૯ કામોની જેમ જિનમંદિરનિર્માણની પ્રવૃત્તિ પણ ભગવાનને ઇષ્ટ ન હોત તો અવશ્ય તેનું નિવારણ કરત, અને ભગવાને તેનું નિવારણ કરેલ નથી, તેથી જિનભવનનિર્માણની ક્રિયામાં ભગવાનની સંમતિ છે.
આનાથી એ ફલિત થયું કે, પૂર્વે ભગવાનને ભાવલેશ અનુમત છે એમ કહ્યું; કેમ કે શાસ્ત્રમાં અપુનર્બંધકથી ચૌદમા ગુણસ્થાનક સુધીના ભાવોમાં ભગવાનની આજ્ઞા છે, તેના બળથી તે ભાવોના કારણમાં ભગવાનની અનુમતિ છે, તેમ શાસ્ત્રાનુસારી યુક્તિથી સ્થાપન કર્યું. જ્યારે અહીં તો સાક્ષાત્ જિનભવનમાં ભગવાનની સંમતિને બતાવનાર વચનના બળથી જિનમંદિર સાધુને અનુમોઘ છે, તેમ સ્થાપન કરેલ છે. ૧૦૮
ગાથા =
"ता तं पि अणुमयं चिय अप्पडिसेहाउ तंतजुत्तीए ।
इय सेसा वि इत्थं अणुमोअणमाइ अविरुद्धं" ।।१०९।।
ગાથાર્થ ઃ
તે કારણથી=ભરતાદિ શ્રાવકોનાં દ્રવ્યસ્તવરૂપ જિનભવનકારણાદિ પણ ભગવાન વડે નિષેધ કરાયાં નથી તે કારણથી, તંત્રયુક્તિ દ્વારા અપ્રતિષેધને કારણે તે પણ=જિનભવનકારણાદિ પણ, અનુમત જ છે. આ રીતે ભગવાન વડે અનુજ્ઞા હોવાથી બીજાઓને પણ=સાધુઓને પણ, અહીં=દ્રવ્યસ્તવમાં, અનુમોદનાદિ અવિરુદ્ધ છે. ૧૦૯II
ટીકા ઃ
तत्तदपि=जिनभवनकारणाद्यपि, अनुमतमेवाप्रतिषेधात्कारणात् तन्त्रयुक्त्या 'अनिषिद्धमनुमतमि'ति तन्त्रयुक्तिः, 'इय' एवं भगवदनुज्ञानाच्छेषाणामपि साधूनामत्र = द्रव्यस्तवे, अनुमोदनाद्यविरुद्धम्, आदिशब्दात्कारणोपदेशादिग्रहः । ।१०९ ।।
ટીકાર્ય ઃ
तत्तदपि દેશાવિબ્રહ્મ: ।। તે કારણથી=ભરતાદિ શ્રાવકોનાં દ્રવ્યસ્તવરૂપ જિનભવન કરાવવાં આદિ પણ ભગવાન વડે નિષેધ કરાયાં નથી તે કારણથી, અપ્રતિષેધને=અનિષેધને કારણે તે પણ= જિનભવન કરાવવાં આદિ પણ, અનુમત જ છે; કેમ કે તંત્રયુક્તિ છે.
તે તંત્રયુક્તિ કઈ છે તે બતાવે છે –
‘નિષિદ્ધમનુમતમ્’ - “અનિષિદ્ધ અનુમત છે” એ તંત્રયુક્તિ છે. અર્થાત્ જેનો નિષેધ કરાયેલ નથી તે અનુમત છે એ તંત્રયુક્તિ છે. =Í=આ રીતે ભગવાનની અનુજ્ઞા હોવાથી બીજાઓને પણ=સાધુઓને પણ, અહીં=દ્રવ્યસ્તવમાં, અનુમોદનાદિ અવિરુદ્ધ છે. અનુમોદનાદિમાં ‘આદિ’ શબ્દથી કરાવવાના ઉપદેશાદિનું ગ્રહણ સમજવું અર્થાત્ જિનભવત કરાવવાના ઉપદેશાદિનું ગ્રહણ સમજવું.
||૧૦૯૫