________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૧૫–૧૧૬
ગાથા:
'अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणो दव्वत्थए कूवदिट्ठतो” । ।११५ ।।
66
ગાથાર્થ ઃ
અકૃત્સ્નપ્રવર્તક વિરતાવિરતોને=દેશવિરતોને, સંસારપ્રતનુકરણ=સંસારને અલ્પ કરનાર, આ= દ્રવ્યસ્તવ, યુક્ત છે. તે દ્રવ્યસ્તવમાં કૂપદૃષ્ટાંત છે. II૧૧૫।।
ટીકા
अकृत्स्नप्रवर्त्तकानां संयममधिकृत्य विरताविरतानां प्राणिनामेष खलु युक्तः स्वरूपेणैव संसारप्रतनुकरणः शुभानुबन्धाद् द्रव्यस्तवः तस्मिन् द्रव्यस्तवे कूपदृष्टान्तः प्रसिद्धकथानक -
ગમ્યઃ ।।ા
ટીકાર્ય ઃ
अकृत्स्नप्रवर्त्तकानां પ્રસિદ્ધ થાનામ્યઃ ।। સંયમને આશ્રયીને અકૃત્સ્યપ્રવર્તક એવા વિતાવિરતોને દેશવિરત જીવોને, શુભ અનુબંધ હોવાથી સંસારને પ્રતનું=અલ્પ, કરનાર આ દ્રવ્યસ્તવ સ્વરૂપથી જ યુક્ત છે. તે દ્રવ્યસ્તવમાં પ્રસિદ્ધ કથાનકગમ્ય કૂપદૃષ્ટાંત છે. ૧૧૫।।
ભાવાર્થ
૨૦૯
आक्षिप्य समाधत्ते
.....
શ્રાવકો સંપૂર્ણ સંયમવાળા નથી અને સંયમને આશ્રયીને કાંઈક વિરતિ અને કાંઈક અવિરતિના પરિણામવાળા છે. તે શ્રાવકો ધનાદિ રાખે છે અને ભગવાનની ભક્તિ માટે સ્નાનાદિ કરે અને પોતાના ધનનો ભગવદ્ભક્તિમાં ઉપયોગ ક૨ે તો તેનાથી તેઓને શુભભાવ થાય છે; કેમ કે ભગવાનની ભક્તિ અર્થે હું સ્નાન કરું છું, તેવી બુદ્ધિ હોય છે; અને પોતે દ્રવ્યના રાગથી જે ધનનો સંચય કર્યો છે, તે ધન ભગવાનની ભક્તિમાં વાપરીને હું મારા આત્મહિતને સાધું, એ પ્રકારના શુભભાવને કા૨ણે દેશવિરત શ્રાવકો દ્વારા સ્વરૂપથી કરાતો દ્રવ્યસ્તવ સંસારને અલ્પ ક૨વાનું કારણ બને છે, અને તેમાં કૂપદૃષ્ટાંત પ્રસિદ્ધ છે. II૧૧૫॥
અવતરણિકા :
અવતરણિકાર્ય :
આક્ષેપ કરીને સમાધાન કરે છે –
ભાવાર્થ ઃ
પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવનું વર્ણન ચાલે છે. દ્રવ્યસ્તવના વર્ણનમાં સૌથી સ્ત્રારંભમાં જિનભવનાદિ કઈ રીતે