________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૩૧–૧૩૨
૩૦૧
અહીં શ્રેષ્ઠ બ્રાહ્મણનો ઘાત કરતા એમ કહ્યું, તે એટલા માટે કે, ચંડિકાદિ દેવતાવિશેષની આગળ ભોગ ધરવા માટે તેઓ માને છે કે, શ્રેષ્ઠ બ્રાહ્મણનો ભોગ આપવાથી ચંડિકાદિ દેવતા પ્રસન્ન થાય છે, તેથી બત્રીસ લક્ષણથી યુક્ત એવા બ્રાહ્મણને ચંડિકાદિ દેવતાવિશેષ આગળ ભોગ ધરવા માટે તેઓ પસંદ કરે છે. II૧૩૧
અવતરણિકા :
અહીં વેદને માનનારા મીમાંસક કહે કે, યાગાદિમાં પ્રવૃત્તિ તો વેદવચનથી થાય છે, જ્યારે મ્લેચ્છ લોકો તો ચંડિકા આગળ બ્રાહ્મણનો ઘાત વચનથી=શાસ્ત્રવચનથી, કરતા નથી, માટે મ્લેચ્છોની પ્રવૃત્તિને ધર્મ કહી શકાય નહિ, જ્યારે વેદવચનથી થતી યાગની હિંસાને ધર્મ કહી શકાય. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
ગાથા:
=
" ण य तेसिं पिण वयणं इत्थ णिमित्तं ति जं न सव्वे उ । ते तह घातंति सया अस्सुअतच्चो अणावक्का " ।। १३२ ।।
ગાથાર્થ ઃ
તેઓને પણ=મ્લેચ્છોને પણ, અહીં=દ્વિજઘાતમાં=બ્રાહ્મણના વધમાં, વચન નિમિત્ત નથી એમ નહિ, પરંતુ વચન જ નિમિત્ત છે; જે કારણથી અશ્રુતચોદનાવાક્યવાળા=શ્રેષ્ઠ બ્રાહ્મણનો ઘાત કરવાનાં વિધિવચન જેમણે સાંભળ્યાં નથી એવા, તેઓ=સર્વે પણ મ્લેચ્છો, સદા=હંમેશાં, ઘાત કરતા નથી. ।।૧૩૨ા
* નિમિત્તે ત્તિ - અહીં ‘તિ’ પાદપૂર્તિ માટે છે.
* અસ્તુઅતવ્યોમળાવવા આ હેતુઅર્થક વિશેષણ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, અશ્રુતચોદનાવાક્યવાળા હોવાથી બધા મ્લેચ્છો બ્રાહ્મણનો ઘાત કરતા નથી. તેથી એ ફલિત થાય છે કે, જેમણે બ્રાહ્મણના ઘાતને કહેનારું ચોદનાવાક્ય સાંભળ્યું છે, તે મ્લેચ્છો જ દ્વિજવરનો ઘાત ક૨વા પ્રવૃત્ત થાય છે; તેથી વચન જ પ્રવર્તક છે. ટીકાઃ
न च तेषामपि म्लेच्छानां न वचनमत्र निमित्तम्, इह = द्विजघाते, किन्तु वचनमेव, कुतः ? इत्याह-यन्न सर्व एव म्लेच्छास्तं द्विजवरं घातयन्ति, अश्रुतं तच्चोदनावाक्यं द्विजवरघातविधिवचनं ચેસ્તે તથા ।।રૂ।।
ટીકાર્ય ઃ
ન = ..... તથા ।। તેઓને પણ=મ્લેચ્છોને પણ, અહીં=દ્વિજઘાતમાં=બ્રાહ્મણના વધમાં, વચન નિમિત્ત નથી એમ નહિ, પરંતુ વચન જ નિમિત્ત છે.
શાથી ? એથી કરીને કહે છે
-