________________
૩૦૦
પ્રતિમાશતક ભાગ-૩ | નવપરિણા | ગાથા-૧૩૧
ભાવાર્થ :
પૂર્વે ગાથા-૧૨૪માં કહેલ કે, સંસારમાંચકોના ધર્મના અદોષનો પ્રસંગ પ્રાપ્ત થશે અર્થાતુ અનુપપત્તિક યુક્તિ રહિત એવા વચનથી પણ થતી એવી યાગીય હિંસામાં જો ધર્મ સ્વીકારવામાં આવે, તો સંસારમોચકોનો ધર્મ પણ અદુષ્ટ માનવાનો પ્રસંગ આવે, એ રૂપ દોષ બતાવ્યો. હવે દોષાંતરને કહે છે – ગાથા :
"एवं च वयणमित्ता धम्मादोसाइ मिच्छगाणं पि ।
ચંતા વિયવ પુરો નg iડા” સારૂ ગાથાર્થ -
અને આ રીતે=પૂર્વ ગાથા-૧૩૦માં કહ્યું કે, મીમાંસકના મતે રાગાદિરહિત કોઈ પ્રમાતા વિશેષકારી નથી એ રીતે, વચનમાત્રથી ચંડિકાદિની=દેવતાવિશેષની, આગળ દ્વિજવરને શ્રેષ્ઠ બ્રાહ્મણને, ઘાત કરતા એવા સ્વેચ્છાદિઓને પણ ધર્મ અને અદોષ પ્રાપ્ત થશે. ll૧૩૧ ટીકા :___ एवं च प्रमाणविशेषापरिज्ञाने सति वचनमात्रात्सकाशाद् धर्मादोषौ प्राप्नुतो म्लेच्छादीनामपि= भिल्लादीनामपि, घातयतां द्विजवरं ब्राह्मणमुख्यं, पुरतो ननु चण्डिकादीनां देवताविशेषाणाम्
ટીકાર્થ:
પર્વ ..... રેવતાવિશેષાર્ છે અને આ રીતે =પૂર્વે ગાથા-૧૩૦માં કહ્યું કે, મીમાંસકના મતે શગાદિરહિત કોઈ પ્રમાતા વિશેષકારી નથી એ રીતે, પ્રમાણવિશેષનું વેદનું વચન પ્રમાણ છે કે અપ્રમાણ, એ પ્રકારના પ્રમાણભેદવું, અપરિજ્ઞાન હોતે છતે, વચનમાત્રથી ચંડિકાદિની=દેવતાવિશેષની, આગળ દ્વિજવર=મુખ્ય બ્રાહ્મણને, ઘાત કરતા મ્લેચ્છાદિઓને પણ=ભિલ્લાદિઓને પણ, ધર્મ અને અદોષ પ્રાપ્ત થશે. II૧૩૧] ભાવાર્થ :
પરપક્ષમાં રાગાદિરહિત કોઈ પ્રમાતા નથી, એમ પૂર્વે ગાથા-૧૩૦માં કહ્યું. તેથી પરપક્ષમાં=મીમાંસક મતમાં, પ્રમાણવિશેષનું અપરિજ્ઞાન થાય અર્થાત્ વેદ જ પ્રમાણ છે, અન્ય પ્રમાણ નથી એવો નિર્ણય પરપક્ષમાં કોઈ કરી શકે નહિ; કેમ કે અમૂઢ એવા સર્વજ્ઞના વચનરૂપ આ વેદ છે, તેમ તે માનતો નથી. આમ છતાં જો વેદવચનથી યાગાદિમાં થતી હિંસામાં પ્રવૃત્તિ કરવાથી ધર્મ અને અદોષની પ્રાપ્તિ થતી હોય, તો શ્રેષ્ઠ બ્રાહ્મણને મારતા એવા ભિલ્લાદિઓને પણ તેઓને અભિમત એવા વચનમાત્રથી ધર્મ અને અદોષની પ્રાપ્તિ થવી જોઈએ.