________________
૨૯૮
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૨૯–૧૩૦ મૂઢ અને ઈતર ભાવનો યોગ છે અર્થાત્ ઘણા પણ મૂઢોનું શોભન નથી, વળી એક પણ અમૂઢનું શોભન છે, એ પ્રમાણે શોભન અને અશોભન નક્કી થાય છે. એ પ્રમાણે ભાવ છે. ૧૨૯॥ * ‘સમૂદ્રસ્ય ઘેસ્થેવેતિ’ - અહીં વાર ‘અ’િ અર્થક છે.
ભાવાર્થ
:
વેદના પ્રામાણ્યને સ્વીકારનાર ઘણા લોકો છે, એથી ઘણાનું અવિગાન=એકવાક્યતારૂપ કથન, છે એંટલા માત્રથી એ શોભન છે એમ કહી શકાય નહિ; અને થોડાઓનું અવિગાન=અવિપરીત કથન, છે, માટે તે અવિગાન શોભન નથી એમ પણ કહી શકાય નહિ, પરંતુ શોભન કે અશોભન મૂઢ અને અમૂઢભાવથી નક્કી થાય છે.
વસ્તુના સ્વરૂપને વિચાર્યા વગર, ફક્ત આ આપણું છે તેમ માનીને સાચું છે એમ સ્વીકારનાર, મૂઢ છે અને તેવા ઘણા મૂઢોનું અવિગાન=એકવાક્યતારૂપ કથન હોય તોપણ અશોભન છે; અને ઈતર=અમૂઢ એવા ઘણા હોય કે એક હોય તોપણ તેનું કથન શોભન છે, કેમ કે અમૂઢ જીવ સમ્યક્ પ્રકારની પરીક્ષા ક૨વામાં રુચિવાળો હોય છે, માત્ર આ આપણું છે માટે સાચું છે તેવી મતિ ધરાવતો નથી, અને સ્વપ્રજ્ઞા પ્રમાણે તેની પરીક્ષા ક૨વા યત્ન પણ કરે છે અને જ્યાં પોતાની પ્રજ્ઞા ન પહોંચે ત્યાં શિષ્ટ પુરુષની પરીક્ષા કરીને તેમના વચન પ્રમાણે ચાલવા પ્રયત્ન કરે છે. તેથી તે અમૂઢ જીવ એક હોય કે ઘણા હોય તે જે સ્વીકારે તે શોભન હોય છે.
અહીં વિશેષ એ છે કે, વાસ્તવિક રીતે મોહવાળા જીવો મૂઢ કહેવાય. તેથી સર્વજ્ઞ સિવાયના સર્વ જીવો મોહવાળા હોવાથી મૂઢ કહેવાય અને સર્વથા મોહરહિત વીતરાગ-સર્વજ્ઞ અમૂઢ કહેવાય. પરંતુ જે જીવો સર્વથા મોહ વગરના નહિ હોવા છતાં તત્ત્વની વિચારણામાં રાગાદિને સ્પર્ધા વગર યત્ન કરતા હોય, તેથી અતીન્દ્રિય પદાર્થના નિર્ણય માટે સર્વજ્ઞના વચનનો નિર્ણય કરે, તેવા જીવો મોહવાળા હોવા છતાં તત્ત્વની વિચારણામાં અમૂઢ છે, એમ અપેક્ષાએ કહી શકાય. પરંતુ સર્વથા અમૂઢ તો વીતરાગ જ હોઈ શકે અને સર્વજ્ઞ એવા તેઓ જે વચન કહે તે શોભન જ હોય. ૧૨૯II
અવતરણિકા :
પૂર્વે ગાથા-૧૨૯માં કહ્યું કે, અમૂઢ એવા એકનું પણ વચન શોભન છે અને તે અમૂઢ, સર્વથા વીતરાગ-સર્વજ્ઞ જ હોઈ શકે, અન્ય નહિ; અને અન્યના મતમાં=મીમાંસકના મતમાં, સર્વજ્ઞ નથી, આમ છતાં વેદને અપૌરુષેય માનીને યાગીય હિંસાને ધર્મ કહે છે. તેથી તેમના મત પ્રમાણે સર્વજ્ઞ નહિ હોવાને કારણે વેદવચન પ્રમાણભૂત બને નહીં, એ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
" ण य रागाइ विरहिओ कोइ वि माया विसेसकारि ति ।
जं सव्वे वि य पुरिसा रागाइजुआउ परपक्खे” ।।१३० ।।