________________
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા/ ગાથા-૧૨૮-૧૨૯
૨૯૭ અને અગ્રાહારમાં તેના દર્શનથી જ=બહુ બ્રાહાણના દર્શનથી જ, સર્વત્ર ભિલ્લાલ્લી આદિમાં પણ, આ દ્વિજબહુત્વ, વં–આ રીતે અગ્રાહારમાં જે રીતે છે એ રીતે, થતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૨૮ અવતરણિકા :
उपपत्त्यन्तरमाह - અવતરણિતાર્થ :
અન્ય ઉપપતિને યુક્તિને, કહે છે – ભાવાર્થ -
પૂર્વે ગાથા-૧૨૫માં કહેલ કે, લોક જ પ્રમાણ છે, તેમ કહી ન શકાય અર્થાત્ વૈદિક વચન સમ્યગુ છે, તેમાં લોક પ્રમાણ છે તેમ કહી ન શકાય; કેમ કે વિજ્ઞાન=વિપરીત કથન છે. એના સમાધાનરૂપે પૂર્વપક્ષીએ કહેલ કે, વેદવચનના અપ્રામાણ્યના વિષયમાં થોડા લોકોને જ વિજ્ઞાન-વિપરીત કથન, છે. તેથી ઘણા લોકોને વૈદિક વચન પ્રમાણ તરીકે માન્ય હોવાથી વેદવચન સમ્યગુ છે એમ કહી શકાશે. તેનું નિરાકરણ ગ્રંથકારશ્રીએ ગાથા-૧૨૫/૧૨૮માં કર્યું કે, લોકવાદિ હેતુથી વેદ પ્રમાણરૂપે અભિમત છે, એ સિદ્ધ થતું નથી. હવે અન્ય ઉપપત્તિ-યુક્તિ, બતાવે છે –
ગાથા -
"ण य बहुआण वि इत्थं अविगाणं सोहणं ति णियमोऽयं । ण य णो थोवाणं पि हु मूढेयरभावजोएण" ॥१२९।।
ગાથાર્થ :
અને ઘણાઓનું પણ અહીંયાં=લોકમાં, અવિનાન=એકવાક્યતારૂષ કથન, શોભન છે એ પ્રકારે આ નિયમ નથી, અને થોડાઓનું પણ શોભન નથી, એમ નથી ? કેમ કે મૂઢ અને ઈતર અમૂઢ, ભાવનો યોગ છે. II૧ર૯
ટીકા -
न च बहूनामप्यत्र लोकेऽविगानमेकवाक्यतारूपं शोभनमिति नियमः, न च स्तोकानामपि न शोभनम्, मूढेतरभावयोगेन मूढानां बहूनामपि न शोभनममूढस्य त्वेकस्यैवेति भावः ।।१२९।।
‘નિયમ:' પાઠ છે ત્યાં પંચવસ્તુક ગ્રંથમાં નિયમોડયમ્' પાઠ છે. ટીકાર્ય :
ર ર ... ભાવ: |અને ઘણાઓનું પણ અહીં લોકમાં, અવિનાન–એકવાક્યતારૂપ કથન, શોભન છે એ પ્રકારે નિયમ નથી, અને થોડાઓનું પણ (અવિનાન) શોભન નથી એમ નથી; કેમ કે