________________
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા | ગાથા-૧૨૬-૧૨૭
૨૫ અપ્રામાણ્ય પણ થોડા જીવોને છે, મોટા ભાગના લોકોને વેદ પ્રમાણરૂપે માન્ય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
સર્વ લોકોને તમે સાક્ષાત્ જોયા નથી અર્થાતુ આ દુનિયામાં વર્તતા બધા લોકોને મળીને ઘણા લોકો વેદને માને છે અને થોડા માનતા નથી, તેવો નિર્ણય તમે કર્યો નથી. માટે તેવી કલ્પના કરીને લોકને પ્રમાણભૂત કહેવો તે ઉચિત નથી, પરંતુ ઉપપત્તિયુક્તિસહિત, વચનને જ પ્રમાણભૂત માનવું ઉચિત છે. એમ અર્થથી ગ્રંથકારશ્રી કહે છે. ll૧રકા અવતરણિકા :
પૂર્વે ગાથા-૧૨માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, સર્વ લોકોના દર્શનનો અભાવ હોવાને કારણે અલ્પબહત્વનો નિર્ણય થઈ શકતો નથી. તેની સામે પૂર્વપક્ષી ઘણા લોકો વેદને પ્રમાણ માને છે, તે રીતે નિર્ણય કરવાની યુક્તિ બતાવે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
"किं तेसिं दंसणेणं अप्पबहुत्वं जहित्थ तह चेव ।
सव्वत्थ समवसेयं णेवं वभिचारभावओ" ।।१२७ ।। ગાથાર્થ -
તે સર્વ લોકોના દર્શન વડે શું? અર્થાત્ કોઈ પ્રયોજન નથી. જે પ્રમાણે અહીંયાં=મધ્યદેશાદિમાં, વેદવચનના પ્રામાણ્ય પ્રતિ લોકોનું અાબહત્વ છે, તે પ્રમાણે જ સર્વત્ર=ક્ષેત્રાંતોમાં પણ, અNબહુત જાણવું. એ પ્રમાણે પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકારશ્રી કહે છે – એ પ્રમાણે નથી=મધ્યદેશાદિમાં વેદવચનના પ્રામાણ્ય પ્રતિ અલ્પબદુત્વના નિર્ણયના બળથી સર્વક્ષેત્રાંતરમાં તે પ્રમાણેકપૂર્વપક્ષીએ કહ્યું તે પ્રમાણે, નથી. કેમ કે વ્યભિચારનો ભાવ છે. I૧૨ના ટીકા :
किं तेषां सर्वेषां लोकानां दर्शनेन ? अल्पबहुत्वं यथेह मध्यदेशादौ वेदवचनप्रमाणं प्रति, तथैव सर्वत्र क्षेत्रान्तरेष्वपि, समवसेयं लोकत्वादिहेतुभ्य इत्यत्राह-नैवम्, व्यभिचारभावात्कारणात् સારા ટીકાર્ય :| કિં ... ભાવાત્કારVI II તે સર્વ લોકોના દર્શન વડે શું? અર્થાત્ પૂર્વે ગાથા-૧૨૬માં કહ્યું કે, સર્વ લોકોના દર્શનનો અભાવ હોવાને કારણે અલ્પબદુત્વનો નિર્ણય થઈ શકતો નથી, તેની સામે પૂર્વપક્ષી કહે છે કે, સર્વ લોકોના દર્શન વડે શું પ્રયોજન છે? અર્થાત્ કોઈ પ્રયોજન નથી. જે પ્રમાણે અહીંયાં=મધ્યદેશાદિમાં વેદવચનના પ્રામાણ્ય પ્રતિ (લોકોનું) અલ્પબદુત્વ છેઃવેદને ઘણા લોકો