________________
પ્રતિમાશતક ભાગ-૩
નવપરિણા / ગાથા-૧૩૦-૧૩૧
૨૯૯
ગાથાર્થ :
રાગાદિ વિરહિત કોઈપણ પ્રમાતા વિશેષકારી નથી; જે કારણથી સર્વે પણ પુરુષો પરપક્ષમાં સગાદિ યુક્ત છે. ૧૩૦II
વિસેસરિ ત્તિ - અહીં ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે.
=- વાદ્ અર્થક છે. ટીકા :
न च रागादिविरहितः कोऽपि माता=प्रमाता, विशेषकारी विशेषकृत्, यत्सर्वेऽपि पुरुषा रागादियुताः परपक्षे, मीमांसकस्य सर्वज्ञाऽनभ्युपगन्तृत्वात् ।।१३०।। ટીકાર્ય :
ન ૨. નૃતાત્ રાગાદિ વિરહિત કોઈ પણ પ્રમાતા વિશેષકારી નથી; જે કારણથી સર્વે પણ પુરુષો પરપક્ષમાં=મીમાંસકના મતમાં, રાગાદિયુક્ત છે; કેમ કે મીમાંસકનું સર્વજ્ઞ અભ્યાગતૃત્વ છે=મીમાંસકના મતે સર્વજ્ઞ તરીકે કોઈનો સ્વીકાર નથી. ll૧૩૦ ભાવાર્થ :
પૂર્વે ગાથા-૧૩૦માં સ્થાપન કર્યું કે, અમૂઢ એવા વીતરાગનું વચન જ શોભન છે, અને વેદને માનનાર મીમાંસક સર્વજ્ઞને માનતો નથી, તેથી તેમના મત પ્રમાણે કોઈ પણ પ્રમાતા રાગાદિરહિત સર્વજ્ઞ નથી; તેથી તેમના મત પ્રમાણે જે કોઈ પણ વચન હોય તે પ્રમાણભૂત બને નહિ. માટે મીમાંસકના મતને સામે રાખીને વિચારીએ તો વેદો પ્રમાણભૂત માની શકાય નહિ, અને તેથી વેદમાં બતાવેલી યાગીય હિંસા પ્રમાણભૂત સ્વીકારી શકાય નહિ.
મીમાંસક રાગાદિરહિત સર્વજ્ઞ માનતા નથી, આમ છતાં વેદને અપૌરુષેય કહીને પ્રમાણ માને છે અને તેમાં બતાવેલી યાગીય હિંસાને ધર્મ કહે છે, પરંતુ અમૂઢ એવા વીતરાગ સર્વજ્ઞના વચન સિવાય અન્ય વચન પ્રમાણ સ્વીકારી શકાય નહિ, માટે યાગીય હિંસા ધર્મ નથી. એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો આશય છે. આમ છતાં વેદવચનના બળથી જ યાગીય હિંસાને ધર્મરૂપે સ્વીકારીએ તો શું દોષ આવે તે આગળની ગાથામાં બતાવશે. I૧૩મા અવતરણિકા -
दोषान्तरमाह - અવતરણિકાર્ય :
દોષાંતરને કહે છે –