________________
પ્રતિમાશતક ભાગ-૨ | નવપરિજ્ઞા| ગાથા-૧૨૫
૨૯૩
આ તેમ નથી=લોક પ્રમાણ છે, એ કથન તેમ નથી; કેમ કે લોકનું પ્રમાણપણા વડે અપાઠ છે. અવ્યથા પ્રમાણની ષટ્સખ્યાનો વિરોધ છે અર્થાત્ શાસ્ત્રમાં લોકો પ્રમાણ તરીકે કહેલ નથી, અને જો લોકને પ્રમાણ તરીકે સ્વીકારો તો શાસ્ત્રમાં છ પ્રમાણ કહ્યાં છે, તેનો વિરોધ થશે. અને વિગા=વિપરીત માન્યતા છે=કેટલાક લોકો વૈદિક વચન સમ્યક્ છે એમ કહે છે અને કેટલાક લોકો વૈદિક વચન સમ્યગુ નથી એમ કહે છે, તેથી વૈદિક વચનના સમ્યગુપણાના કથનમાં લોકનું વિપરીત ગા=માન્યતા છે.
તેની જ પુષ્ટિ કરતાં કહે છે – જે કારણથી વૈદિક વચન પ્રમાણ છે, એ પ્રમાણે એકવાક્યતા લોકોને નથી.
તિ' શબ્દ કથનની સમાપ્તિ સૂચક છે. I૧રપા ભાવાર્થ :
દ્રવ્યસ્તવ સદશ વેદવિહિત હિંસા છે, માટે દ્રવ્યસ્તવની હિંસા ધર્મરૂપ તમને માન્ય હોય તો વેદવિહિત હિંસા પણ ધર્મરૂપ માનવી જોઈએ, તેમ સ્થાપન કરનાર પૂર્વપક્ષી=વેદને માનનાર પૂર્વપક્ષી નહીં પણ દ્રવ્યસ્તવને વેદવિહિત હિંસાસદશ માનનાર પૂર્વપક્ષી કહે છે કે, સંસારમોચનું વચન સમ્યગુ નથી; કેમ કે જે જીવો પીડા પામી રહ્યા છે, તેઓને સંસારમાંથી મુકાવવા માટે તેઓને મારવાનું તેઓ કહે છે, તે વેદથી સિદ્ધ નથી; અને ખરેખર તો વેદવાક્ય જ પ્રમાણભૂત છે, એમ વેદને માનનાર કહે છે, માટે સંસારમાંચક જેવું વેદવચન નથી. તેથી દ્રવ્યસ્તવની હિંસા અને વેદવિહિત હિંસા સમાન છે. અન્ય સંસારમોચકનું વચન પ્રમાણભૂત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જો સંસારમોચકનું વચન પ્રમાણ ન હોય તો વેદવચન સમ્યગુવચન છે, એમાં પ્રમાણ શું છે ? અર્થાત્ કોઈ પ્રમાણ નથી.
આશય એ છે કે, ઉપપત્તિયુક્તિસહિત, વચન હોય તે જ પ્રમાણ કહેવાય, અને જેમ વેદવચન અનુપપત્તિકયુક્તિરહિત છે, તેમ સંસારમોચક વચન પણ અનુપમત્તિક છે, માટે તે બંને વચનો અપ્રમાણ છે. અને વેદવચન અનુપમત્તિક કેમ છે, તે ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવવાના છે.
આની સામે વેદને પ્રમાણ માનનાર પૂર્વપક્ષી કહે છે કે, વેદવચન પ્રમાણ છે, તેમાં લોક જ પ્રમાણ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પ્રમાણની સંખ્યા માનનારા છ પ્રમાણો માને છે, પરંતુ તે છમાં ક્યાંય લોકપ્રમાણ સ્વીકારવામાં આવેલ નથી, માટે સામાન્ય એવા લોકો જે માને તે પ્રમાણ કહી શકાય નહિ. અને કદાચ વેદને પ્રમાણ માનનારના મત પ્રમાણે લોકને પ્રમાણ સ્વીકારીએ તોપણ બધા લોકોમાં વેદવચન પ્રમાણ છે, એવી એકવાક્યતા નથી. માટે જેમ સંસારમાંચકના વચનથી થતી હિંસા પ્રમાણભૂત નથી, તેમ વેદવચનથી થતી હિંસા પણ પ્રમાણભૂત નથી. તેથી એ ફલિત થાય કે, વેદવચનની થતી હિંસા જેવી દ્રવ્યસ્તવની હિંસા નથી. II૧રપાા