________________
૨૯૧
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા) ગાથા-૧૨૪ હિંસા સદશ યાગીય હિંસા છે એ, એમ નથી-યુતિક્ષમ થતું નથી; કેમ કે સંસારમોયકોના પણ ધર્મના અદોષનો પ્રસંગ આવશે. I૧૨૪. ટીકા - .
एतदपि न युक्तिक्षमं यदुक्तं परेण, कुत इत्याह-न वचनमात्रादनुपपत्तिकाद् भवत्येवमेतत्सर्वम्, कुतः ? इत्याह-संसारमोचकानामपि वचनाद्धिंसाकारिणां धर्मस्य 'दुःखिनो हन्तव्या' इत्यस्यादोषप्रसङ्गाददुष्टत्वापत्तेरित्यर्थः ।।१२४।। ટીકાર્ય -
પિ.... પરિચર્થ વચન દ્વારા ધર્માર્થ સર્વ જ હિંસા દુષ્ટ નથી” એ પ્રમાણે જે પર વડે કહેવાયું એ પણ, યુક્તિક્ષમ નથી.
કેમ યુક્તિક્ષમ નથી ? એથી કરીને કહે છે –
અનુપાતિક એવા વચનમાત્રથી આ સર્વ=પૂર્વ ગાથાઓમાં પૂર્વપક્ષીએ કહ્યું કે જિનભવવાદિમાં થતી હિંસા સદશ યાગીય હિંસા છે એ સર્વ, આમ થતું નથી=મુક્તિક્ષમ થતું નથી.
કેમ યુક્તિક્ષમ થતું નથી ? એથી હેતુ કહે છે –
વચનથી હિંસા કરનારા એવા સંસારમાંચકોના પણ “દુઃખીઓને હણવા જોઈએ” – એ પ્રકારના આ ધર્મના અદોષનો પ્રસંગ=અદુષ્ટપણાની આપત્તિ, આવશે, એ પ્રમાણે અર્થ સમજવો. II૧૨૪ ભાવાર્થ :
અહીં અનુપમત્તિક એવા વચનમાત્રથી આ સર્વ આમ થતું નથી એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, અનુપપત્તિવાળા એવા વચનથી જો ધર્માર્થ હિંસા અદુષ્ટ સિદ્ધ થાય, તો સંસારમોચકો પણ પોતાના ભોગાદિ સ્વાર્થઅર્થક હિંસા કરનારા નથી, પરંતુ પોતાને અભિમત એવા વચનથી જ હિંસા કરનારા છે; અને તેઓ માને છે કે, “દુઃખીઓને હણવા જોઈએ” તે ધર્મ છે; કેમ કે તેમને હણવાથી તેઓ દુ:ખમાંથી મુક્ત થાય છે. તેથી જો અનુપપત્તિક એવા વેદવચનથી હિંસા અદુષ્ટ સિદ્ધ થાય, તો સંસારમાંચકોની પણ હિંસામાં અદોષત્વનો પ્રસંગ પ્રાપ્ત થાય.
અહીં વિશેષ એ છે કે, વેદનું વચન અનુપમત્તિક છે અને દ્રવ્યસ્તવને કહેનારું સર્વજ્ઞનું વચન ઉપપત્તિક છે, એ વાત સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવવાના છે. તેને સામે રાખીને અહીં કહ્યું કે, જે વચન અનુપમત્તિક હોય તેવા વચનથી કરાતી હિંસા ધર્મરૂપ મનાય નહિ.
આનાથી એ ફલિત થયું કે, જે વચનથી જીવ પ્રવૃત્તિ કરે અને ધીરે ધીરે અસંગભાવની પ્રાપ્તિ કરીને મોક્ષમાં પહોંચે, તેવા વચનથી જ થતી પ્રવૃત્તિમાં વસ્તુતઃ હિંસા નથી, અને ત્યાં જે હિંસા દેખાય છે, તે સ્વરૂપમાત્રથી હિંસા છે. અને જે વચનથી પ્રવૃત્તિ કરવામાં આવે અને તે પ્રવૃત્તિથી અસંગભાવની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય તેમ ન હોય, અને તેવા વચનથી પ્રવૃત્તિ કરવામાં આવે, ત્યારે જે સ્વરૂપથી હિંસા