________________
૨૯૯
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૧૨૨-૧૨૩ ભાવાર્થ :
- જિનભવનાદિ કરવામાં શાસ્ત્રવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાનો શુભ ભાવ છે, માટે યાગની હિંસા કરતાં જિનભવનાદિમાં થતી હિંસા જુદા પ્રકારની છે, તેથી જિનભવનાદિમાં દોષ નથી; આ પ્રમાણે કોઈ કહે તો તેને પૂર્વપક્ષી કહે છે કે, આ કથન વેદવિહિત હિંસામાં પણ સમાન છે; કેમ કે વેદવિહિત હિંસા કરનાર જીવ જે યાગ કરે છે, તેનાથી તેને પણ શાસ્ત્રવચનાનુસાર ક્રિયા કરવાનો શુભ ભાવ વર્તે છે. તેથી જો દ્રવ્યસ્તવથી શુભભાવ થઈ શકે છે, તેમ સ્વીકારીએ, તો વેદવચનાનુસાર યજ્ઞ કરનારને પણ શુભ ભાવ માનવો પડે. માટે જો દ્રવ્યસ્તવ તમને ધર્મરૂપે માન્ય હોય તો તમારે યાગ પણ ધર્મરૂપે માનવો જોઈએ. અને યાગ ધર્મરૂપે પૂર્વપક્ષીને માન્ય નથી, તેમ જૈનોને પણ ધર્મરૂપે માન્ય નથી. તેથી ત્યાગની જેમ દ્રવ્યસ્તવ ધર્મ નથી એમ પૂર્વપક્ષી સિદ્ધાંતકારને કહે છે. II૧રશા ગાથા -
"एगिदियाइ अह ते इयरे थोव त्ति ता किमेएणं ।
धम्मत्थं सव्वं चिय वयणा एसा न दुट्ठ त्ति" ।।१२३।। ગાથાર્થ :
- હવે તે=જિનભવનમાં થતી હિંસા, એકેજિયાદિ (જીવોની) છે. (તો કહે છે -) ઈતરમાં ચાગીય હિંસામાં થોડા છે અર્થાતુ ચાગીય હિંસામાં પંચેન્દ્રિય જીવોની હિંસા છે તોપણ એકેન્દ્રિયાદિની અપેક્ષાએ ચાગમાં જીવો સંખ્યામાં થોડા છે. તેથી આના વડે ભેદના અભિનિવેશ વડે, શું ? વચનથી ધર્માર્થ સર્વ જ આ=હિંસા, દુષ્ટ નથી. II૧૨૩ ટીકા :
एकेन्द्रियादयो अथ ते जिनभवनादौ हिंस्यन्त इत्याशंक्याह-इतरे स्तोका इति वेदाद् यागे हिंस्यन्ते, तत्किमेतेन भेदाभिनिवेशेन, धर्मार्थं सर्वैव सामान्येन वचनादेषा=हिंसा, न दुष्टेति गाथार्थः
૨૨૨ાા ટીકાર્ય :- જિયો ........ નાથાર્થ | જિનભવનાદિમાં જે હિંસા થાય છે તે એકેન્દ્રિયાદિ જીવો છે, એ પ્રમાણે “ગ'થી શંકા ઉભાવન કરીને પૂર્વપક્ષી કહે છે, ઈતરમાં વાગીય હિંસામાં, યદ્યપિ પંચેન્દ્રિય જીવોની હિંસા છે, તોપણ એકેજિયાદિની અપેક્ષાએ જીવો સંખ્યામાં થોડા છે. “ત્તિ' શબ્દ કથનની સમાપ્તિસૂચક છે.
ઈતરમાં થોડા છે એ પ્રમાણે મૂળમાં કહ્યું તો ક્યાં થોડા છે ? તે ટીકામાં બતાવે છે –
વેદથી યાગમાં હિંસા કરાય છે તે જીવો સંખ્યામાં થોડા છે, તેથી આના વડે શું ?=ભેદના અભિનિવેશ વડે શું? દ્રવ્યસ્તવમાં એકેન્દ્રિય જીવોની હિંસા છે અને યાગમાં પંચેન્દ્રિય જીવની