________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૧૨૧
તેથી દ્રવ્યસ્તવમાં ધર્મ નથી. કદાચ હિંસ્યમાન જીવોને સુખ થાય છે, માટે ધર્મ છે એમ સ્વીકારીએ તોપણ દોષ છે, તે બતાવતાં પૂર્વપક્ષી કહે છે –
તેના પરારાઓને સુખના, જનનમાં પણ પારદારિકાદિઓને ધર્મ કહેવાયેલો નથી. ।।૧૨૧
ટીકા
अथ तेषां जिनभवनादी हिंस्यमानानां परिणामे सुखमेवेत्यदोषः, एतदाशङ्क्याह- तेषामपि यागे हिंस्यमानानां श्रूयते एतत्, स्वर्गपाठात्, उपपत्त्यन्तरमाह - तज्जननेऽपि = सुखजननेऽपि, न धर्मो भणितः पारदारिकादीनाम्, तस्मादेतदपि व्यभिचारीति गाथार्थः । । १२१ । ।
ટીકાર્ય ઃ
अथ ગાથાર્થ:।। જિનભવનાદિમાં તેઓને=હિંસ્યમાન જીવોને, પરિણામે સુખ છે એથી કરીને અદોષ છે, આ આશંકા ઉદ્ભાવન કરીને પૂર્વપક્ષી કહે છે
યાગમાં તેઓને પણ=હિંસ્યમાન જીવોને પણ, પરિણામે સુખ છે એ સંભળાય છે; કેમ કે સ્વર્ગનો પાઠ છે અર્થાત્ વેદમાં કહેલ છે કે, યાગમાં જે જીવોને હોમવામાં આવે છે તે સ્વર્ગમાં જાય છે.
.....
-
—
૨૦૭
જેમ યાગમાં ધર્મ નથી, તેમ દ્રવ્યસ્તવમાં ધર્મ નથી. આમ છતાં દ્રવ્યસ્તવમાં જે જીવોની હિંસા થાય છે, તેમને પરિણામે સુખ થાય છે એમ માનીને દ્રવ્યસ્તવમાં ધર્મ માનવામાં આવે તો તે પણ સંગત નથી. તેની અન્ય ઉપપત્તિ= યુક્તિ, પૂર્વપક્ષી બતાવે છે
તેના જનનમાં પણ=પરદારાઓને સુખજનનમાં પણ, પારદારિકાદિઓને ધર્મ કહેલો નથી. તે કારણથી આ પણ=જિનભવનાદિમાં હિંસ્યમાન જીવોને પરિણામે સુખ છે માટે દ્રવ્યસ્તવમાં ધર્મ છે એ કથન પણ, વ્યભિચારી છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૨૧॥
ભાવાર્થ :
જિનભવનાદિમાં જે જીવોની હિંસા થાય છે, તે જીવોને જિનભવનરૂપ કાર્યમાં પોતાના પ્રાણનો વિનાશ થયો હોવાથી પુણ્યબંધ થાય છે, અને તેના કારણે પરિણામમાં=ફળમાં, તેમને સુખ પ્રાપ્ત થાય છે, આમ હોવાથી એ હિંસામાં દોષ નથી, માટે જિનભવનાદિ ધર્મરૂપ છે. આ પ્રમાણે જિન મતાનુસારી કહે એમ શંકા ઉદ્ભાવન કરીને પૂર્વપક્ષી તેનો જવાબ આપે છે કે, યાગમાં હિંસ્યમાન જીવોને પણ પરિણામે સુખ છે; કેમ કે વેદમાં કહેલ છે કે, યાગમાં જે જીવોને હોમવામાં આવે છે, તે સ્વર્ગમાં જાય છે. તેથી વેદમાં આવો પાઠ હોવાથી, પરિણામે સુખ છે એ વાત, દ્રવ્યસ્તવ અને યાગ એ બંનેમાં સમાન છે. આમ કહીને પૂર્વપક્ષીને એ સ્થાપન ક૨વું છે કે, જો દ્રવ્યસ્તવથી હિંસ્યમાન જીવોને સુખ થાય છે, માટે દ્રવ્યસ્તવ ધર્મરૂપ છે એમ તમે કહેતા હો, તો યાગીય હિંસાને પણ તમારે ધર્મરૂપ કહેવી જોઈએ; અને જો યાગીય હિંસા તમને ધર્મરૂપ માન્ય નથી, તો તે રીતે દ્રવ્યસ્તવ પણ ધર્મરૂપ નથી.
સ્વકથનની પુષ્ટિ કરવા માટે પૂર્વપક્ષી અન્ય યુક્તિ બતાવે છે કે, હિંસ્યમાન જીવોને પરિણામમાં સુખ