________________
૨૮૬
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૨૦-૧૨૧ બીજા જીવોને પીડા છતાં અધર્મ નથી, તેમ વેદવિહિત હિંસા પીડાકારી હોવા છતાં અધર્મરૂપ નથી, એ યુક્તિ બતાવ્યા પછી અન્ય યુક્તિ બતાવે છે –
નુત્ય / પીડાથી નિયમા=એકાંતથી જ અધર્મ થાય છે એવું નથી; કેમ કે વૈધની સાથે વ્યભિચાર છે; કેમ કે હિતકારી એવા તેના=વૈદ્યના, ઔષધથી પીડાની ઉત્પતિ થયે છતે પણ વૈધને અધર્મની અનુત્પત્તિ છે. ૧૨૦ ભાવાર્થ
પૂર્વે ગાથા-૧૧૯માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે, જેમ દ્રવ્યસ્તવમાં ધર્મ માટે થતી હિંસા દોષરૂપ નથી, તેમ વેદવિહિત હિંસા પણ દોષરૂપ નથી, તેમ તમારે સ્વીકારવું જોઈએ. અને તેની જ પુષ્ટિ કરવા માટે કહે છે કે, કદાચ કોઈ એમ કહે કે, વેદવિહિત હિંસા બીજા જીવોને પીડાકારી છે, તેથી તેને ધર્મરૂપે કઈ રીતે કહી શકાય ? તેના સમાધાનરૂપે પૂર્વપક્ષી કહે છે કે, જેમ દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોને પીડા થાય છે, છતાં દ્રવ્યસ્તવ કરનારને ધર્મ થાય છે, તેમ વેદવિહિત હિંસામાં પણ અન્ય જીવોને પીડા થવા છતાં ધર્મ સ્વીકારવામાં કોઈ બાધ નથી.
આ રીતે વેદવિહિત હિંસાને ધર્મરૂપે સ્થાપન કરીને વિશેષ યુક્તિ બતાવે છે, તે આ રીતે –
બીજાને પીડા થાય એટલામાત્રથી એકાંતે અધર્મ થતો નથી. જેમ વૈદ્ય કોઈને કટુ ઔષધ આપે તો તે રોગીને પીડાની ઉત્પત્તિ થાય છે, આમ છતાં વૈદ્યને અધર્મની ઉત્પત્તિ થતી નથી. તેમ વેદમાં કરાયેલી હિંસાથી અધર્મ છે તેવી વ્યાપ્તિ બાંધી શકાય નહિ.
અહીં વિશેષ એ છે કે, પૂર્વપક્ષી વેદવિહિત હિંસાને ધર્મરૂપે માનતો નથી, પરંતુ તે દ્રવ્યસ્તવમાં થતી હિંસાને જોઈને દ્રવ્યસ્તવ ધર્મરૂપે નથી તેમ સ્થાપન કરવા માટે કહે છે કે, જો તમે દ્રવ્યસ્તવને ધર્મરૂપે માનો તો વેદવિહિત હિંસાને પણ તમારે ધર્મરૂપે માનવી પડશે. આમ સ્થાપન કરીને વસ્તુતઃ દ્રવ્યસ્તવ ધર્મરૂપ નથી, તેમ પૂર્વપક્ષીને સ્થાપન કરવું છે. ll૧૨ના અવતારણિકા:| ‘'થી પૂર્વપક્ષી ફરી શંકા ઉદ્દભાવન કરીને કહે છે – ગાથા :
"अह तेसिं परिणामे सुहं नु तेसिं पि सुब्बइ एवं । तज्जणणे वि ण धम्मो भणिओ परदारगाईणं ।।१२१।।"
ગાથાર્થ :
જિનભવનાદિમાં તેઓને હિંસ્યમાન જીવોને, પરિણામે સુખ છે (એથી કરીને અદોષ છે એમ કોઈ કહે તો તેમાં પણ જ્યાગમાં પણ, પર્વ==આ, સંભળાય છે અર્થાત્ યાગમાં પણ હિંચમાન જીવોને પરિણામે સુખ છે, એ સંભળાય છે. (તેથી યાગ પણ અદોષ સિદ્ધ થશે.)