________________
૨૦.
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિણા | ગાથા-૧૨૩-૧૨૪ હિંસા છે, એ પ્રકારના એકેન્દ્રિય-પંચેજિયના ભેદનો અભિનિવેશ અનુચિત છે અર્થાત્ એ પ્રકારે ભેદ કરીને દ્રવ્યસ્તવમાં ધર્મ છે અને ત્યાગીય હિંસામાં ધર્મ નથી, એમ કહેવું અનુચિત છે; કેમ કે સામાન્યથી વચનથી બધી જ ધમર્થ આ=હિંસા, દુષ્ટ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૨૩મા ભાવાર્થ -
જિનભવનાદિમાં જે હિંસા થાય છે, તેમાં એકેન્દ્રિયાદિ જીવોનો વધ થાય છે, અને ત્યાગીય હિંસામાં પંચેન્દ્રિય જીવોનો વધ થાય છે, તેથી યાગીય હિંસા કરતાં જિનભવનાદિથી હિંસા વિલક્ષણરૂપ છે, માટે તે હિંસા ધર્મરૂપ છે; જ્યારે યાગીય હિંસા ધર્મરૂપ નથી. આ પ્રકારની શંકા ઉભાવન કરીને પૂર્વપક્ષી કહે છે કે, યાગીય હિંસામાં યદ્યપિ પંચેન્દ્રિય જીવોની હિંસા છે, તોપણ તે પંચેન્દ્રિય જીવો એકેન્દ્રિયાદિની અપેક્ષાએ થોડા છે. તેથી જિનભવનમાં એકેન્દ્રિયાદિ જીવોની હિંસા છે અને ત્યાગમાં પંચેન્દ્રિય જીવોની હિંસા છે, માટે ત્યાગીય હિંસા કરતાં જિનભવનાદિમાં હિંસા જુદા પ્રકારની હોવાથી ધર્માર્થ હિંસા છે, એવો ભેદનો અભિનિવેશ રાખવો જોઈએ નહિ; કેમ કે સામાન્યરૂપે વચનથી=જૈન અને વેદરૂપ સામાન્યરૂપે, શાસ્ત્રવચનથી, બધી જ ધર્માર્થ હિંસા દુષ્ટ નથી, તેથી યાગીય હિંસા પણ દુષ્ટ નથી. એ પ્રકારે સ્થાપન કરીને પૂર્વપક્ષી કહે છે કે, જો તમે દ્રવ્યસ્તવને ધર્મરૂપે સ્વીકારતા હો તો યાગને પણ તમારે ધર્મરૂપે સ્વીકારવો જોઈએ; કેમ કે યાગ અને દ્રવ્યસ્તવ એ બેમાં બધી રીતે સમાનતા છે. આમ કહીને પૂર્વપક્ષીને એ જ સ્થાપન કરવું છે કે, જેમ યાગમાં હિંસા છે માટે ધર્મ નથી, તેમ દ્રવ્યસ્તવમાં પણ હિંસા છે માટે ધર્મ નથી. II૧૨૩ અવતરણિકા :
एवं पूर्वपक्षे प्रवृत्ते सति आह - અવતરણિકાર્ય :
આ રીતે=પૂર્વે ગાથા-૧૧૯થી ૧૨૩માં કહ્યું એ રીતે, પૂર્વપક્ષ પ્રવૃત્ત થયે છતે ગ્રંથકારશ્રી કહે છે=જિતભવનાદિમાં થતી હિંસાની જેમ વાગીય હિંસા પણ દુષ્ટ નથી તેથી યાગીય હિંસા ઇચ્છાતી તથી તે તમારો વ્યામોહ છે એમ કહીને સામાન્યથી વચનનો આશ્રય કરીને પૂર્વપક્ષીએ જિનભવવાદિમાં થતી હિંસા અને યાગીય હિંસામાં સમાનતા બતાવી એ રીતે, પૂર્વપક્ષ પ્રવૃત્ત થયે છતે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
"एवं पि न जुत्तिखमं वयणमित्ता ण होइ एवमियं ।
संसारमोअगाण वि धम्मादोसप्पसंगाओ" ।।१२४ ।। ગાથાર્થ :
આ પણ=વચન દ્વારા સામાન્યથી ધર્માર્થ સર્વ જ હિંસા દુષ્ટ નથી એ પ્રમાણે પર વડે જે કહેવાયું એ પણ, યુક્તિક્ષમ નથી. વચનમાત્રથી આ=પૂર્વે ગાથાઓમાં પૂર્વપક્ષીએ કહ્યું કે જિનભવનાદિમાં થતી