________________
૨૮૦
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા | ગાથા-૧૧૬ કરાવવાં તેની વિધિ બતાવી. ત્યાર પછી દ્રવ્યસ્તવથી ભાવસ્તવ કઈ રીતે પ્રગટે તે કહ્યું. ત્યાં આક્ષેપ કરે છે કે, દ્રવ્યસ્તવ એ પુષ્પાદિ પૂજારૂપ હોઈ શકે, પરંતુ જિનભવનકારાદિ સ્વરૂપ ન હોઈ શકે. આ રીતે આક્ષેપ કરીને તેનું સમાધાન કરે છે – ગાથા :
"सो खलु पुष्फाईओ तत्थुत्तो ण जिणभवणमाई वि ।
आइसद्दावुत्तो, तयभावे कस्स पुप्फाइ" ।।११६ ।। ગાથાર્થ :
તે દ્રવ્યસ્તવ, ખરેખર પુષ્પાદિરૂપ ત્યાં કહેવાયો=શ્લોક-૧૦માં સાક્ષી તરીકે આવશ્યક સૂત્રનો પાઠ છે ત્યાં કહેવાયો, જિનભવનાદિ પણ નહીં.
આ પ્રકારના આક્ષેપમાં સમાધાન કરે છે – * પુષ્પાદિમાં ‘’િ શબ્દથી જિનભવનાદિ કહેવાયેલ છે. જિનભવનાદિના અભાવમાં કોને પુષ્પાદિ ચડાવવાનાં હોય ? II૧૧૧ ટીકા -
स खलु द्रव्यस्तवः पुष्पादिस्तत्रोक्तः 'पुप्फाइ ण इच्छंति'त्ति प्रतिषेधः प्रत्यासनः, न जिनभवनादेरनधिकारात्, तत्राह-आदि शब्दादुक्तो जिनभवनादिरपि, तदभावे-जिनभवनाद्यभावे, कस्य પુષ્યતિિિત થાર્થ રદ્દા ' ટીકાર્ચ -
...... થાઈ છે તે દ્રવ્યસ્તવ, ખરેખર પુષ્પાદિરૂપ ત્યાં=શ્લોક-૬૦માં સાક્ષી તરીકે આવશ્યક લિથુક્તિ ભાષ્ય ગાથા-૧૯૧માં કહેવાયો, ગુરુ જ છંતિકકુમ્ન સંયમીઓ પુષ્પાદિ ઇચ્છતા નથી; એ પ્રકારે પ્રતિષેધ પ્રયાસન્ન છે=નજીકમાં છે. પરંતુ જિનભવવાદિ ઈચ્છતા નથી, એમ કહેવાયું નથી; કેમ કે અધિકાર છે.
ત્યાં આ પ્રકારના આક્ષેપમાં, સમાધાન કહે છે –
પુષ્પાદિમાં ‘આદિ' શબ્દથી જિનભવનાદિ પણ કહેવાયેલ છે. તેના અભાવમાં=જિનભવનાદિના અભાવમાં, કોને પુષ્પાદિ ચડાવવાનાં હોય ? એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૧૬ ભાવાર્થ :
શ્લોક-૬૦માં આવશ્યકનિયુક્તિ ભાષ્યની સાક્ષી આપી, તે ગાથા-૧૯૧માં કહ્યું કે, દ્રવ્યસ્તવ પુષ્પાદિરૂપ છે. ત્યાર પછી ગાથા-૧૯૩માં ત્યાં કહ્યું કે, કૃમ્નસંયમપ્રધાન વિદ્વાનો તત્ત્વથી સાધુઓ છે, તેઓ પુષ્પાદિને ઇચ્છતા નથી, આ પ્રમાણે પ્રતિષેધ કરાયો. તેથી દ્રવ્યસ્તવ પુષ્પાદિરૂપ છે એ કથનની નજીકમાં પુષ્પાદિ