________________
૨૮૨
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૧૧૭
ગાથાર્થ:
‘નનુ’થી શંકા કરે છે કે, અને ત્યાં જ=આવશ્યકનિર્યુક્તિમાં જ્યાં સ્તવનો અધિકાર ચાલે છે ત્યાં જ, આવશ્યકનિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯૩માં, મુનિઓને પુષ્પાદિનું નિવારણ ફુટ=પ્રગટ છે. ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપે છે.
અસ્તિ=પૂર્વપક્ષીની વાત સાચી છે અર્થાત્ મુનિઓને પુષ્પાદિનું નિવારણ ત્યાં કરેલ છે, તે કથન સત્ય છે. પરંતુ સ્વયંકરણને=સ્વયં કરવાને, આશ્રયીને નિવારણ છે, પરંતુ અનુમોદનાદિને પણ આશ્રયીને નિવારણ નથી. ।।૧૧૭]
*અનુમોઞળારૂ વિ - અહીં ‘પિ’થી કારવણનો ઉપદેશ ગ્રહણ કરવાનો છે.
ટીકા
'ननु तत्रैव स्तवाधिकारे मुनेः पुष्पादिनिवारणं स्फुटमस्ति 'तो कसिणसंजम' इत्यादिवचनादेतदाशङ्क्याह-अस्ति तत्सत्यम्, किन्तु स्वयं करणं प्रतीत्य निवारणं नत्वनुमोदनाद्यपि प्रतीत्येति गाथार्थः
।।૭।।
.....
ટીકાર્થ ઃનનુ .
ગાથાર્થ: ।। ત્યાં જ=આવશ્યકનિર્યુક્તિમાં સ્તવનો અધિકાર ચાલે છે તે સ્તવના અધિકારમાં, મુનિને પુષ્પાદિનું નિવારણ સ્ફુટ=પ્રગટ છે; કેમ કે તો શિળસંગમ॰ ઇત્યાદિ વચન છે. ત=આ આશંકા કરીને તેનું સમાધાન કરતાં કહે છે .
-
તેમુનિને પુષ્પાદિનું નિવારણ આવશ્યકનિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯૩માં કરેલ છે તે, સત્ય છે. કિન્તુ સ્વયંકરણને આશ્રયીને પુષ્પાદિનું નિવારણ કરેલ છે, પરંતુ અનુમોદનાદિને પણ આશ્રયીને નિવારણ કરેલ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૧૭।।
ભાવાર્થ ઃ
‘નનુ’થી શંકા કરનારનો આશય એ છે કે, સ્તવના અધિકારમાં આવશ્યકનિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯૩માં કહ્યું કે, તે કારણથી કૃત્સ્નસંયમપ્રધાન વિદ્વાનો=મુનિઓ, પુષ્પાદિને ઇચ્છતા નથી અર્થાત્ સ્તવઅધિકારમાં મુનિઓને પુષ્પાદિનું નિવારણ સ્પષ્ટ દેખાય છે, તેથી મુનિઓને ગૌણરૂપે દ્રવ્યસ્તવ છે, તેમ કઈ રીતે કહી શકાય ?
આ શંકાનું સમાધાન આપતાં કહે છે કે, મુનિઓને પુષ્પાદિનું નિવારણ સ્પષ્ટ છે તે વાત સાચી છે, પરંતુ સ્વયંકરણને આશ્રયીને નિવારણ છે, પરંતુ અનુમોદનાદિને પણ આશ્રયીને નિવારણ નથી, માટે મુનિઓને અનુમોદનાને આશ્રયીને ગૌણરૂપે દ્રવ્યસ્તવ હોય છે. II૧૧૭II