________________
૨૮૧
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા | ગાથા-૧૧૧-૧૧૭ ઇચ્છતા નથી, એ પ્રતિષેધથી પ્રાપ્ત થાય છે, પરંતુ જિનભવનાદિનો નિષેધ પ્રાપ્ત થતો નથી; કેમ કે અનધિકાર છે અર્થાત્ દ્રવ્યસ્તવરૂપે જિનભવનનો, અહીં અધિકાર નથી. તેથી કૃત્નસંયમીઓ-સાધુઓ, જિનભવનાદિને ઇચ્છતા નથી એમ ન કહ્યું, પરંતુ કૃત્નસંયમીઓ-સાધુઓ, પુષ્પાદિને ઇચ્છતા નથી, એમ કહ્યું. આ પ્રકારે પૂર્વપક્ષીનો આક્ષેપ છે.
પૂર્વપક્ષીએ જે આક્ષેપ કર્યો તેનો આશય એ છે કે, દ્રવ્યસ્તવ એ દ્રવ્ય દ્વારા ભગવાનની ભક્તિરૂપ હોઈ શકે, તેથી પુષ્પાદિથી થતી ભક્તિ એ દ્રવ્યસ્તવરૂપ છે, પરંતુ જિનભવનાદિ બનાવવું તે દ્રવ્યસ્તવરૂપ કઈ રીતે થઈ શકે ? આ પ્રકારના આક્ષેપમાં સમાધાન આપતાં કહે છે –
દ્રવ્યસ્તવ પુષ્પાદિરૂપ છે એમ કહ્યું અને કૃત્નસંયમીઓ-સાધુઓ, પુષ્પાદિને ઇચ્છતા નથી, ત્યાં પુષ્પાદિમાં આદિ' શબ્દથી જિનભવનાદિ પણ કહેવાયેલ છે; કેમ કે જિનભવનાદિના અભાવમાં પુષ્પાદિ કોને ? અર્થાતુ જો જિનભવન જ ન હોય તો પુષ્પાદિ કોને ચઢાવવાં? તેથી પુષ્પાદિરૂપ દ્રવ્યસ્તવ છે એમ કહેવાથી પુષ્પાદિ દ્વારા પૂજા કરવા માટે પૂજાના વિષયભૂત જિનભવનાદિની પણ પ્રાપ્તિ થાય છે.
યદ્યપિ આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૧ના પાઠમાં પુષ્પાદિમાં “આદિ' શબ્દથી ગંધ-ધૂપાદિનો પરિગ્રહ કરેલ છે, ત્યાં “ધૂપાદિમાં “આદિ' શબ્દથી જિનભવનાદિનું ગ્રહણ કરેલ છે; કેમ કે ભગવાનની ભક્તિ જેમ પુષ્પાદિથી થઈ શકે છે, તેમ જિનભવન કરાવવાથી પણ થઈ શકે છે. - અહીં વિશેષ એ છે કે, સાક્ષાત્ સ્થાપનાકિન પ્રત્યે પુષ્પ, ધૂપ આદિથી ભક્તિ થતી હોય છે, તેથી તે
વ્યસ્તવરૂપે દેખાય છે; કેમ કે તે સ્થાપનાજિનની ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાની ક્રિયારૂપ છે. જ્યારે જિન ભવનનનું નિર્માણ તો સ્થાપનાજિનની નિષ્પત્તિની પૂર્વની ક્રિયા છે, તેથી આ સ્થાપનાજિનનું દ્રવ્યથી પૂજન છે, તેવું જણાય નહિ; તોપણ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારીએ તો જે શ્રાવકને ભાવજિન પ્રત્યે બહુમાન છે, તે શ્રાવકને ભાવજિનની સ્થાપના પ્રત્યે પણ બહુમાન છે. તેથી તે શ્રાવક જેમ સ્થાપનાદિનની પુષ્પાદિથી પૂજા કરે છે, તે જ રીતે સ્થાપનાદિન પ્રત્યેના બહુમાનને કારણે જ સ્થાપનજિનની પ્રતિષ્ઠા કરવા અર્થે જિનભવન પણ કરાવે છે, અને જિનભવનનિર્માણની ક્રિયા ઉત્તમ દ્રવ્યોથી થાય છે, તેથી ઉત્તમ દ્રવ્યો દ્વારા જિન ભવનના નિર્માણની ક્રિયા સ્થાપનાજિનની ભક્તિમાં વિશ્રાંત થાય છે. II૧૧છા અવતરણિકા -
પૂર્વે ગાથા-૧૧માં સિદ્ધ કર્યું કે, જેમ પુષ્પાદિથી દ્રવ્યસ્તવ થાય છે, તેમ જિનભવન કરાવવાથી પણ દ્રવ્યસ્તવ થાય છે. તેથી દ્રવ્યસ્તવના અધિકારમાં જિનભવન કરાવવાનું કહ્યું તે અદુષ્ટ છે. અને પૂર્વે ગાથા-૧૧૩માં કહ્યું કે, મુનિઓ ભાવપ્રધાન છે, માટે મુનિને ભાવસ્તવ મુખ્યરૂપે છે અને દ્રવ્યસ્તવ ગૌણરૂપે છે, ત્યાં શંકા કરતાં કહે છે –
ગાથા -
"नणु तत्थेव य मुणिणो पुप्फाइ निवारणं फुडं अत्थि । अस्थि तयं सयकरणं पडुच्च नऽणुमोअणाइ वि" ।।११७।।