________________
૨૭૮
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા | ગાથા-૧૧૩-૧૧૪ સંયમ સ્નાનાદિના ત્યાગથી થાય છે; કેમ કે બ્રહ્મચારીઓને સ્નાનાદિના વર્જનનો ઉપદેશ છે. અને સાધુ પાસે કોઈ પરિગ્રહ નથી, તેથી સાધુ સ્નાનપૂર્વક દ્રવ્યથી સાક્ષાત્ દ્રવ્યસ્તવ કરતા નથી, પરંતુ દ્રવ્યસ્તવવિષયક ભાવ કરવા અર્થે દ્રવ્યસ્તવની અનુમોદના કરે છે અને તેના ફળની ઇચ્છા કરે છે. ll૧૧૩
ગાથા :
"एएहितो अण्णे धम्माहिगारीहिं जे उ तेसिं तु ।
सक्खं चिय विण्णेओ भावंगतया जओ भणियं" ।।११४ ।। ગાથાર્થ :
આનાથી=મુનિઓથી, અન્ય ધર્માધિકારી જે=શ્રાવકો, તેઓને વળી સાક્ષાત્ જ=રવરૂપથી જ, ભાવના અંગપણા વડે દ્રવ્યસ્તવ છે, જે કારણથી (શાસ્ત્રમાં) કહેલ છે. ll૧૧૪ ટીકા :
एतेभ्यो मुनिभ्योऽन्ये धर्माधिकारिण इह ये श्रावकास्तेषां तु विज्ञेयः साक्षादेव स्वरूपेणैव भावाङ्गतया हेतुभूतया यतो भणितम् ।।११४ ।। ટીકાર્ચ -
મ્યો ... અહીં=જગતમાં આનાથી=મુનિઓથી, અન્ય ધર્માધિકારી જે શ્રાવકો, તેઓને વળી સાક્ષાત્ જ=સ્વરૂપથી જ, ભાવના અંગપણાથી=હેતુભૂતપણાથી અર્થાત્ સર્વવિરતિની પ્રાપ્તિરૂપે ભાવના હેતુપણાથી, દ્રવ્યસ્તવ છે, જે કારણથી (શાસ્ત્રમાં) કહેલ છે. II૧૧૪. ભાવાર્થ :
ભાવપ્રધાન એવા મુનિઓથી અન્ય ધર્માધિકારી એવા જે શ્રાવકો છે, તેમને સર્વવિરતિની પ્રાપ્તિના કારણભૂત એવા ભાવોના હેતુરૂપે સાક્ષાત્ દ્રવ્યસ્તવ અભિમત છે.
આશય એ છે કે, મુનિઓ સાક્ષાત્ સર્વવિરતિનું પાલન કરીને મોક્ષને અનુકૂળ યત્ન કરી શકે છે, જ્યારે શ્રાવકો તેવા પ્રકારના ધર્મનું સેવન કરવા માટે અસમર્થ છે. આમ છતાં શ્રાવકો પણ મોક્ષના અર્થી છે, માટે તેઓ ઇચ્છે છે કે, “હું આ ભગવાનની તે રીતે ભક્તિ કરું કે જેથી મારામાં પણ સર્વવિરતિના સ્વીકારનું સામર્થ્ય પ્રગટે.” આ પ્રકારના ભાવના અંગરૂપે શ્રાવકો સાક્ષાત્ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે, અને તે દ્રવ્યસ્તવથી પેદા થયેલ ભાવના કારણે પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરે છે, અને તેનાથી જન્માંતરમાં સર્વવિરતિને અનુકૂળ શક્તિઓની પ્રાપ્તિ કરે છે. માટે સર્વવિરતિને અનુકૂળ એવા ભાવોના અંગરૂપે શ્રાવકોને સાક્ષાત્ દ્રવ્યસ્તવ ઇષ્ટ છે, અને તેમાં સાક્ષી આપતાં કહે છે કે જે કારણથી શાસ્ત્રમાં આવશ્યક નિ.ભા. ગાથા-૧૯૪માં કહેવાયેલું છે, અને તે સાક્ષી ગાથા-૧૧૫ રૂપે અહીં આપેલ છે. ll૧૧૪
જે કહેલ છે તે ગાથા-૧૧પમાં બતાવે છે –