________________
૨૭૩
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા | ગાથા-૧૧૦-૧૧૧ અવતરણિકા :
युक्त्यन्तरमाह - અવતરણિકાર્ય -
અન્ય યુક્તિને ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ -
ગાથા-૧૦૦માં કહ્યું કે, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર અનુવિદ્ધ=સંલગ્ન છે. તેથી એ પ્રાપ્ત થયું કે, પ્રધાનરૂપે મુનિને ભાવસ્તવ છે, ત્યાં પણ ગૌણરૂપે દ્રવ્યસ્તવ છે. ત્યાં પ્રશ્ન થયો કે, યતિને ગૌણરૂપે દ્રવ્યસ્તવ કઈ રીતે સંભવે ? તેથી ગાથા-૧૦૨માં યુક્તિ આપી કે વંદનામાં પૂજન-સત્કાર માટે યતિને પણ કાયોત્સર્ગ નિર્દિષ્ટ છે અને તે પૂજન-સત્કાર દ્રવ્યસ્તવરૂપ છે, તેથી સિદ્ધ થયું કે, યતિને ગૌણરૂપે દ્રવ્યસ્તવ છે. વળી ગાથા-૧૦૪માં બીજી યુક્તિ આપી કે, સમવસરણમાં બલિ આદિ દ્રવ્યસ્તવનું અંગ, જે કારણથી ભગવાન વડે પણ પ્રતિષિદ્ધ નથી તે કારણથી, દ્રવ્યસ્તવ ભગવાન વડે અનુજ્ઞાત છે. વળી ગાથા-૧૦૮, ૧૦૯માં જિનભવન કરાવવામાં પણ ભગવાનની અનુમતિ છે તે બતાવ્યું. હવે પ્રસ્તુત ગાથા-૧૧૦માં યતિને દ્રવ્યસ્તવ કઈ રીતે હોય તેમાં અન્ય યુક્તિને ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા :
"जं च चउद्धा भणिओ, विणयो उवयारिओ उ जो तत्थ ।
સો વિત્યો ખિયા ન હો ત્રથા ” ૨૦થા ગાથાર્થ :
જે ચાર પ્રકારનો વિનય કહેલો છે ત્યાં-વિનયની મધ્યમાં, જે ઔપચારિક વિનય છે, તે તીર્થંકરવિષયક નિયમાનક્કી, દ્રવ્યસ્તવથી અન્ય હોતો નથી અર્થાત્ દ્રવ્યસ્તવ જ છે. I૧૧ ll ટીકા -
यश्चतुर्धा भणितो विनयो ज्ञानदर्शनचारित्रलोकोपचारिकभेदात्, औपचारिकविनयस्तु यस्तत्र विनयमध्ये, स तीर्थकरे नियमादवश्यंतया न भवति द्रव्यस्तवादन्यः किन्तु द्रव्यस्तव एव ।।११०।। ટીકાર્ય :
અશ્વતુ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને લોકોપચારિક ભેદથી જે ચાર પ્રકારનો વિનય શાસ્ત્રમાં કહેલો છે, ત્યાં=ચાર પ્રકારના વિજયની મધ્યમાં જે ઔપચારિક વિનય છે, તે નક્કી= અવશ્યપણાથી તીર્થંકરવિષયક દ્રવ્યસ્તવથી અન્ય હોતો નથી, પરંતુ દ્રવ્યસ્તવ જ છે. I૧૧૦I