________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૧૧૦-૧૧૧, ૧૧૨
૨૭૫ (૨) દર્શનવિનય :- દર્શનશાસ્ત્રો દર્શનશુદ્ધિનો ઉપાય છે, અને તેના અધ્યયનથી જીવ દર્શનની નિર્મળતાને પામીને કર્મનું વિનયન કરે છે, તે દર્શનવિનય છે. અથવા તો પૂર્ણ પુરુષ એવા ભગવાનના સ્વરૂપને જાણીને તેમના પ્રત્યેના ભક્તિના અધ્યવસાયથી દર્શનશુદ્ધિમાં કરાતો યત્ન એ દર્શનવિનય છે.
(૩) ચારિત્રવિનય - ચારિત્રાચારનું સમ્યફ પાલન કરીને આત્મા ગુપ્તિના અતિશયને કરતો હોય ત્યારે ચારિત્રવિનય થાય છે; કેમ કે ચારિત્રના સેવનથી કર્મોનું વિનયન થાય છે.
(૪) લોકોપચારવિનય - લોકોપચારવિનય એટલે લોકમાં વિનયને અનુકૂળ એવી વ્યવહારિક ક્રિયાઓ કરવી અને તે ભગવાનની પૂજા, ગુણવાનની વૈયાવચ્ચ, ગુરુની સન્મુખ જવું, જ્ઞાનનાં સાધનોની પૂજા કરવી ઇત્યાદિ લોકોપચારવિનય છે.
આ લોકોપચારવિનય તીર્થંકરના વિષયમાં દ્રવ્યસ્તવથી અન્ય નથી, પરંતુ દ્રવ્યસ્તવ જ છે, અને આ લોકોપચારવિનયરૂપ દ્રવ્યસ્તવના સંપાદન માટે સાધુ અરિહંત ચેઈઆણે સૂત્રમાં વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ ઇત્યાદિ બોલે છે. તેથી તે સૂત્રનું ઉચ્ચારણ કરીને કાયોત્સર્ગ કરે છે, તેમાં દ્રવ્યસ્તવનું સંપાદન થાય છે.
મૂળ ગાથા-૧૧૧માં અને તેની ટીકામાં તથા–તે પ્રકારની, સૂત્રરૂપ વંદનામાં સાધુને પણ પૂજનાદિનું ઉચ્ચારણ સંગત થાય છે એમ કહ્યું. એનાથી એ કહેવું છે કે, સાધુ સાક્ષાત્ વંદન-પૂજનાદિ કરતા નથી, પરંતુ વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ ઇત્યાદિ ઉચ્ચારણ કરીને વંદન-પૂજનના ફળનિમિત્તક કાયોત્સર્ગ કરે છે, તે પ્રકારની સૂત્રરૂપ વંદના સાધુ કરે છે. આ રીતે અરિહંત ચેઈઆણં સૂત્ર બોલીને કરાતી વંદનામાં દ્રવ્યસ્તવનું સંપાદન સાધુને સંગત થાય છે. ll૧૧૦-૧૧૧ાા
ગાથા -
"इहरा अणत्थगं तं ण य तयणुच्चारेण सा भणिआ ।
ता अभिसंधारणतो संपाडणमिट्ठमेयस्स" ।।११२।। ગાથાર્થ :
ઈતરથા=લોકોપચારવિનયરૂપ દ્રવ્યસ્તવનું સંપાદન સાધુને ઈષ્ટ ન હોય તો, તેનું પૂજનાદિનું, ઉચ્ચારણ અનર્થક બને, અને તેના=પૂજનાદિના, ઉચ્ચારણ વગર તે=વંદના, કહેવાયેલી નથી, તે કારણથી અભિસંધારણ વડે આનું દ્રવ્યસ્તવનું, સંપાદન ઈષ્ટ છે. ll૧૧ાા ટીકા :
इतरथा त्वनर्थकं तदुच्चारणम्, न च तदनुच्चारणेन सा वन्दना भणिता, तत् तस्माद्, अभिसन्धारणेन विशिष्टेच्छारूपेण, संपादनमिष्टमेतस्य द्रव्यस्तवस्येति गाथार्थः ।।११२।। ટીકાર્ય :
ફતરથા ........ નાથા || વળી ઈતરથા=લોકોપચારવિયરૂપ દ્રવ્યસ્તવનું સંપાદન સાધુને ઈષ્ટ ન હોય તો, તેનું=પૂજતાદિનું, ઉચ્ચારણ અનર્થક બને. અને તેના પૂજતાદિના ઉચ્ચારણ વગર તે=વંદના,