________________
ર૭૪
પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિજ્ઞા | ગાથા-૧૧૦-૧૧૧
ગાથા -
"एयस्स उ संपाडणहेउं तह हंदि वंदणाए वि ।
પૂગળમાકુક્યારપામુવવä રોફ નો વિ” પારા ગાથાર્થ :- આના=લોકોપચાર વિનયરૂપ દ્રવ્યતવના, સંપાદન માટે તે પ્રકારની વંદનામાં પણ=અરિહંતરચેઈઆણં સૂત્ર બોલીને કરાતી વંદનામાં પણ, પૂજનાદિનું ઉચ્ચારણ પતિને પણ ઉપપન્ન=સંગત, થાય છે. II૧૧૧ાા ટીકા :___एतस्य लोकोपचारविनयैकरूपद्रव्यस्तवस्य (लोकोपचारविनयरूपद्रव्यस्तवस्य) सम्पादनहेतोः= सम्पादनार्थं, तथा हंदीत्युपदर्शने वन्दनायामपि सूत्ररूपायां पूजनाद्युच्चारणं 'पूअणवत्तिआए' उपपन्नं भवति यतेरपि ।।१११।। ટીકાર્ય :
આના=લોકોપચાર વિયરૂપ દ્રવ્યસ્તવના, સંપાદનહેતુ–સંપાદન માટે, તે પ્રકારની સૂત્રરૂપ વંદનામાં પણ=અરિહંતચેઈઆણં સૂત્ર બોલીને કરાતી વંદનામાં પણ, પૂજતાદિનું ઉચ્ચારણ પૂમવત્તિયા (ઈત્યાદિ દ્વારા) યતિને પણ ઉપપત=સંગત, થાય છે. ૧૧૧ાા
‘નોનોપચારવિનરૂપદ્રવ્યસ્તવણ્ય' પાઠ છે ત્યાં નોશોપચારવિનયપદ્રવ્યસ્તવય' પાઠની સંભાવના છે અને તે મુજબ અર્થ કરેલ છે.
મૂળ ગાથામાં ‘ઇંદિ' છે તે ઉપદર્શનાર્થક છે. ભાવાર્થ
શાસ્ત્રમાં ચાર પ્રકારનો વિનય કહેલ છે. તે આ રીતે – (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય અને (૪) લોકોપચારવિનય. વિનય :
જેનાથી કર્મોનું વિનયન થાય તે વિનય કહેવાય છે.
(૧) જ્ઞાનવિનય - સમ્યજ્ઞાનમાં યત્ન કરવાથી કર્મોનું વિનયન થાય છે, તેથી સમ્યજ્ઞાનમાં યત્ન તે જ્ઞાનવિનય છે. અને તે સમ્યજ્ઞાનનો યત્ન શાસ્ત્ર ભણવાની ક્રિયારૂપ પણ હોઈ શકે અને કોઈ સમ્યજ્ઞાન ભણતો હોય તેને ભણવામાં સહાય કરવારૂપ કે ભણાવવારૂપ પણ હોઈ શકે. અને સમ્યજ્ઞાન તેને જ કહેવાય છે કે જે વિરતિ સાથે દરેક શાસ્ત્રવચનો કઈ રીતે સંલગ્ન છે, એ પ્રકારનો બોધ કરાવે તેવું જ્ઞાન હોય. અને આવો સમ્યગુ બોધ કરીને જીવ તેના પ્રત્યે બહુમાન થાય તે પ્રકારે યત્ન કરીને કર્મનું વિનયન કરે છે, તે જ્ઞાનવિનય છે.