________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા—૧૦૭–૧૦૮ જ્યારે વ્યવહારનય સંયમરૂપ ભાવસ્તવ પ્રત્યે દ્રવ્યસ્તવને કારણરૂપે સ્વીકારે છે, અને વ્યવહારનય કહે છે કે, વ્યાપાર વડે વ્યાપારીની અન્યથાસિદ્ધિનો અભાવ હોવાથી સામાન્યથી અનંત૨કા૨ણપણું ન હોવા છતાં ત્યાં અનંતરકારણપણું અવિરુદ્ધ છે.
२७०
જેમ ઘટ પ્રતિ અનંતર કારણ ભ્રમિ દેખાય છે પરંતુ દંડ અનંતર કારણરૂપે દેખાતો નથી, આમ છતાં, ભ્રમિરૂપ વ્યાપાર દ્વારા દંડરૂપ વ્યાપારીની અન્યથાસિદ્ધિનો અભાવ હોવાથી દંડનું અનંતરકારણપણું અવિરુદ્ધ છે.
એ જ રીતે પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવ કરવાથી જ તત્કાલીન ભાવલેશ પ્રગટે છે અને તેના સંસ્કારો જીવ પર પડે છે અને એ સંસ્કારો ક્વચિત્ અનંતર જન્મમાં જાગૃત થવાથી સંયમની પ્રાપ્તિ થાય છે; અને ક્વચિત્ એ સંસ્કારો પડ્યા પછી પણ જીવનો કર્મને કારણે સમ્યક્ત્વથી પાત થાય તો દીર્ઘકાળ સુધી સંસારમાં પરિભ્રમણ થાય છે, અને જ્યારે તે ક્લિષ્ટ કર્મો દૂર થાય છે અને તથાવિધ સામગ્રી મળે છે, ત્યારે દ્રવ્યસ્તવ દ્વારા જીવમાં આધાન થયેલા ભાવલેશના સંસ્કારો જાગૃત થાય છે, અને સંયમની પરિણતિ પ્રગટે છે. તેથી દ્રવ્યસ્તવ ભાવલેશના સંસ્કારો દ્વારા સંયમરૂપ ભાવસ્તવ પ્રત્યે કારણ બને છે, તેથી દ્રવ્યસ્તવમાં ભાવસ્તવનું અનંતરકારણપણું અવિરુદ્ધ જ છે.
જેમ - અષાઢી શ્રાવકે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભક્તિપૂર્વક બનાવીને સારી રીતે શ્રાવકપણું પાળ્યા પછી પણ, કોઈક કર્મના નિમિત્તથી ગત ઉત્સર્પિણીનો શેષકાળ અને વર્તમાન અવસર્પિણીનો પાર્શ્વનાથ ભગવાન સુધીનો દીર્ઘકાળ, સંસારમાં પરિભ્રમણ કરીને પછી તે ભવમાં સંયમ પ્રાપ્ત કરીને મોક્ષને પામ્યા. અષાઢી શ્રાવકના આટલા દીર્ઘકાળનું કારણ એ કે કોઈક કર્મના વિપાકથી એ ભાવલેશથી થયેલા સંસ્કારો તરત કાર્ય કરી શકે તેવા સંયોગો પ્રાપ્ત ન થયા. જ્યારે અષાઢી શ્રાવકનું તે ક્લિષ્ટ કર્મ વિનાશ પામ્યું, ત્યારે તે દ્રવ્યસ્તવકાળમાં પડેલા ભાવલેશના સંસ્કારોને કારણે અષાઢી શ્રાવકને સંયમની પ્રાપ્તિ અને યાવત્ સિદ્ધિની પ્રાપ્તિ થઈ. તેથી વ્યવહારનય પ્રમાણે દ્રવ્યસ્તવથી ઉત્પન્ન થયેલા પુણ્યાનુબંધીપુણ્યરૂપ વ્યાપાર દ્વારા ભાવસ્તવના રાગના સંસ્કારોની જાગૃતિથી ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે. ક્વચિત્ ભાવસ્તવરૂપ સંયમની પ્રાપ્તિ વિલંબ પામીને થાય છે અને ક્વચિત્ વિલંબ પામ્યા વગર થાય છે. આમ છતાં, દ્રવ્યસ્તવ પુણ્યરૂપ વ્યાપાર દ્વારા ભાવસ્તવનું કારણ છે, માટે સંયમ પ્રત્યે દ્રવ્યસ્તવનું અનંત૨કા૨ણપણું અવિરુદ્ધ છે. II૧૦૭ના
અવતરણિકા :
भवनादावपि विधिमाह
અવતરણિકાર્ય :
ભવનાદિમાં=જિનભવનાદિમાં પણ વિધિને=વિધાનને, કહે છે
-
* ‘મવનાવાનિ’ - અહીં ‘વિ’થી એ કહેવું છે કે, ભાવલેશના કારણીભૂત એવું દ્રવ્યસ્તવ કર્તવ્ય છે એ રૂપ વિધિ તો પૂર્વે બતાવી, હવે સાક્ષાત્ જિનભવનાદિમાં પણ ભગવાનની આજ્ઞા છે તેને બતાવે છે.