________________
૨૯
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા | ગાથા-૧૦૭ ટીકાર્ય :
સ(જીપદ્ધ પરીક્ષાનો આ અપાઈપુદ્ગલપરાવર્તના વ્યવધાનથી=અદ્ધથી કાંઈક ભૂત પુદ્ગલપરાવર્તના વ્યવધાનથી=અંતરથી, પણ ભાવવમાં દ્રવ્યસ્તવનું હેતુપણું હોવાથી અનંતરકારણપણું કઈ રીતે થઈ શકે? આ રીતે કોઈને શંકા થાય તો ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપે છે –
કથંચિત ઋજુસૂત્રાદિ તય વડે અનંતરકારણપણું થઈ શકે છે; કેમ કે તે વયમાં=ઋજુસૂત્રાદિ લયમાં તસ્થલીય=દ્રવ્યતવસ્થલીય અનંતર ભાવનો જ પુરસ્કાર છે. વળી વ્યવહારનયથી, દ્વાર વડે દ્વારીની અન્યથાસિદ્ધિનો અભાવ હોવાથી, અનંતરકારણપણું અવિરુદ્ધ જ છે, એ પ્રમાણે અધ્યાત્મમતપરીક્ષા આદિ ગ્રંથમાં વ્યુત્પાદિત છે=કહેલું છે. ૧૦૭ ભાવાર્થ :
પૂર્વે ગાથા-૧૦૬માં સિદ્ધ કર્યું કે, દ્રવ્યસ્તવમાં વર્તતો જે ભાવલેશ છે, તે ભગવાનને અનુમત છે, અને પછી કહ્યું કે, દ્રવ્ય વગર ભાવલેશ નથી, તેથી જે રીતે ભાવલેશ અનુમત છે એ રીતે જ દ્રવ્યસ્તવ અનુમત છે. એ જ વાતને પ્રસ્તુત ગાથા-૧૦૭માં સ્પષ્ટ કરે છે. તે આ રીતે –
લોકમાં જેમ આહારથી પેદા થયેલ તૃપ્તિને ઇચ્છનાર આહારને ઇષ્ટ માને છે, તેમ કાર્યને ઇચ્છનાર અક્ષેપક ફળકારી કારણને ઇષ્ટ જ માને છે.
અહીં કોઈને શંકા થાય કે, અપાઈ પુદ્ગલપરાવર્તના વ્યવધાનથી=અંતરથી, પણ ભાવસ્તવમાં દ્રવ્યસ્તવનું હેતુપણું હોવાથી અનંતરકારણપણું કઈ રીતે થઈ શકે ?
શંકાકારનો આશય એ છે કે, દ્રવ્યસ્તવ એ પાંચમા ગુણસ્થાનકવાળો શ્રાવક સમ્યગ્ રીતે કરી શકે છે, અને તે શ્રાવક વિધિશુદ્ધ દ્રવ્યસ્તવ કર્યા પછી પણ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈને ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્તકાળ ભમી શકે છે; અને વ્યવહારથી અપુનબંધક જીવ પણ દ્રવ્યસ્તવનો અધિકારી છે, અને તે પણ દ્રવ્યસ્તવ કર્યા પછી ઉત્કૃષ્ટથી અપાઈ પુદ્ગલપરાવર્તકાળ પસાર કર્યા પછી સંયમરૂપ ભાવસ્તવને પામી શકે છે, અને ક્વચિત્ કોઈને તુરત પણ ભાવવની પ્રાપ્તિ થઈ શકે છે. આમ છતાં, કોઈક જીવની અપેક્ષાએ આટલું દીર્ઘ વ્યવધાન હોવા છતાં ભાવસ્તવનું અનંતર કારણ દ્રવ્યસ્તવ છે, તેમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે કે, કથંચિત્ ઋજુસૂત્રાદિ નયથી અનંતરકારણપણું સિદ્ધ છે; કેમ કે ઋજુસૂત્રાદિ નયમાં તસ્થલીય દ્રવ્યસ્તવસ્થલીય, અનંતર ભાવનો જ પુરસ્કાર છે.
આશય એ છે કે, દ્રવ્યસ્તવમાં ભાવસ્તવનું અનંતરકારણપણું જે કહ્યું છે, તે કથંચિત્ ઋજુસૂત્રાદિ નયથી છે અને કથંચિત્ વ્યવહારનયથી છે.
પ્રથમ ઋજુસૂત્રાદિ નયથી કઈ રીતે છે, તે બતાવતાં કહે છે કે, જ્યારે દ્રવ્યસ્તવ કરવામાં આવે છે, તે કાળમાં જે ભાવલેશ પ્રગટે છે, તેને જ ઋજુસૂત્રાદિનય કાર્યરૂપે સ્વીકારે છે; અને તે દ્રવ્યસ્તવ અનુવિદ્ધ ભાવલેશ છે તે ભારતવરૂપ છે, અને તે ભાવસ્તવ પ્રત્યે દ્રવ્યથી કરાતી પૂજાદિરૂપ દ્રવ્યસ્તવ કારણ છે. તેથી ઋજુસૂત્રાદિ નયની દૃષ્ટિથી અપાઈપુદ્ગલપરાવર્તના વ્યવધાનનો પ્રસંગ આવતો નથી.