________________
પ્રતિમાશતક ભાગ-૩
નવપરિણા | ગાથા-૧૦૬
૨૭
ભાવાર્થ :
ભગવાનને મોક્ષના કારણભૂત અપનબંધકથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુધીના ભાવો અનુમત છે, આથી જ ભગવાને દરેક જીવોને પોતાની ભૂમિકા પ્રમાણે અપુનબંધકથી ચૌદમા ગુણસ્થાનક સુધીના ભાવોમાં અપ્રમાદ કરવાનું કહેલ છે. તેથી શ્રાવકનો દ્રવ્યસ્તવકાળમાં વર્તતો જે ભાવલેશ છે, તે ભગવાનને અનુમત છે અને તે ભાવલેશ મોક્ષની ઇષ્ટસાધનાતાનો વ્યંજક વ્યાપાર છે.
આશય એ છે કે, શ્રાવકને મોક્ષ ઇષ્ટ છે અને મોક્ષનું સાધન સંયમ દેખાય છે અને સંયમને પ્રગટ કરનાર એવો વ્યાપાર તે દ્રવ્યસ્તવમાં વર્તતો સંયમનો અભિલાષ છે. તેથી દ્રવ્યસ્તવકાળમાં વર્તતો સંયમનો અભિલાષ ભગવાનની અનુમતિનો વિષય છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે, ભગવાનની પૂજામાં વર્તતો શુભભાવ હીન કક્ષાનો છે, તેથી સર્વવિરતિધરને તે અનુમોદ્ય થઈ શકે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – | સર્વવિરતિની અપેક્ષાએ હીન હોવાને કારણે દ્રવ્યસ્તવમાં વર્તતો ભાવ હીન છે, એટલામાત્રથી સાધુને અનુમોદ્ય નથી એમ કહીએ તો, ભગવાનને સર્વવિરતિ આદિ ભાવો પણ પોતાની અપેક્ષાએ હીન હોવાને કારણે અનનુમોઘ છે, તેમ માનવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય.
વસ્તુતઃ ભગવાને ધન્ના અણગાર આદિની પ્રશંસા કરેલ છે, તેથી પોતાનાથી હીનકક્ષાના ભાવો પણ મોક્ષને અનુકૂળ હોય તો તે અનુમોદ્ય થઈ શકે છે. માટે દ્રવ્યસ્તવમાં વર્તતો હીન ભાવ પણ સાધુને અનુમોદનીય છે.
આ રીતે દ્રવ્યસ્તવકાળમાં વર્તતો મોક્ષને અનુકૂળ એવો ભાવલેશ સાધુને અનુમોદ્ય છે, તેમ બતાવીને, હવે આ ભાવની સત્તા દ્રવ્યસ્તવમાં છે, માટે સત્કાર્યવાદનયથી ભાવની સત્તાનું અધિકરણ દ્રવ્યસ્તવ પણ સાધુને અનુમોદ્ય છે, તે બતાવે છે –
દ્રવ્યસ્તવમાં વર્તતો ભાવલેશ દ્રવ્યસ્તવ વગર થઈ શકતો નથી. તેથી ફલિત થાય છે કે, આ ભાવની સત્તા દ્રવ્યસ્તવમાં રહેલી છે અને દ્રવ્યસ્તવમાં કરાતા યત્નથી તે ભાવ પ્રગટ થાય છે. જેમ માટીમાં ઘટની સત્તા પડેલી છે અને કુંભારના પ્રયત્નથી માટીમાં વિદ્યમાન એવો ઘટ અભિવ્યક્ત થાય છે, તે જ રીતે સમ્યફ પ્રકારનો દ્રવ્યસ્તવ ભાવલેશની સત્તાવાળો છે, તેથી તેમાં યત્ન થાય છે ત્યારે, તે ભાવ અભિવ્યક્ત થાય છે અને દ્રવ્યસ્તવમાં વર્તતો ભાવ મોક્ષનું કારણ છે, માટે સાધુને અનુમોદ્ય છે, તેમ ભાવની અભિવ્યક્તિનું . કારણ દ્રવ્યસ્તવ છે, માટે દ્રવ્યસ્તવમાં વર્તતા ભાવની જેમ દ્રવ્યસ્તવ પણ સાધુને અનુમત છે.
આનાથી દ્રવ્યસ્તવ હિંસાત્મક છે, માટે સાધુને અનુમોદ્ય નથી, માત્ર દ્રવ્યસ્તવવર્તી ભાવલેશ જ અનુમોદ્ય છે, એ પ્રકારની માન્યતાનું નિરાકરણ થાય છે.
વસ્તુતઃ દ્રવ્યસ્તવ હિંસાત્મક નથી, પરંતુ ભાવસ્તવના કારણભૂત છે, દ્રવ્યસ્તવમાં થતી હિંસા તો અશક્યપરિહારરૂપ છે. જેમ સાધુને નવકલ્પી વિહારની ક્રિયા સંયમની વૃદ્ધિનું કારણ છે માટે અનુમોદ્ય છે, જ્યારે વિહારમાં વાઉકાયની હિંસા થાય છે, તે અશક્ય પરિહારરૂપ છે. I૧૦ઠ્ઠા