________________
પ્રતિમાશતક ભાગ-૩ સ્તવપરિજ્ઞા | ગાથા-૧૦૫-૧૦૬
૨૫ નિવૃત્ત હોવાને કારણે સ્વયં દ્રવ્યસ્તવના અનધિકારી હોવાથી દ્રવ્યસ્તવ કરતા નથી, તોપણ ભગવાનની જેમ સાધુને દ્રવ્યસ્તવ બહુમત જ છે. જ્યારે દ્રવ્યસ્તવ બહુમત છે એમ માનીએ ત્યારે અર્થથી એ સિદ્ધ થાય છે કે, સાધુની દ્રવ્યસ્તવમાં અનુમતિ-અનુમોદના છે. તેથી સાધુમાં વર્તતો ભાવવ પણ દ્રવ્યસ્તવની અનુમતિથી આક્રાંતસહિત છે. II૧૦૫ અવતરણિકા :
भाव एव भगवतोऽनुमोद्यो न द्रव्यमित्याशङ्कां सत्कार्यनयेन द्रव्ये भावसत्ताभ्युपगम्येन નિરરત્રહ –
અવતરણિકાર્ય :
પૂર્વે ગાથા-૧૦૪માં કહ્યું કે, બલિ આદિ દ્રવ્યસ્તવનું અંગ તીર્થંકરોને અનુમત છે, ત્યાં કોઈને શંકા થાય કે, ભાવ જ ભગવાનને અનુમોદ્ય છે દ્રવ્ય નહિ, અર્થાત્ હિંસાધાત્મક દ્રવ્યસ્તવ અનુમોઘ નથી. એ પ્રકારની આશંકાને સત્કાર્યલયથી દ્રવ્યમાં ભાવની સતાના અભ્યપગમ દ્વારા નિરાસ કરતાં કહે છે – ભાવાર્થ :
- સત્કાર્ય નય કહે છે કે, જે વિદ્યમાન હોય તે જ પેદા થઈ શકે છે, જે અવિદ્યમાન હોય તે પેદા થઈ શકતું નથી. જેમ - શશશૃંગ.
સત્કાર્યનય કારણભૂત એવા દ્રવ્યમાં ભાવની સત્તાને સ્વીકારે છે. એ રીતે પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવથી નિષ્પાદ્ય એવા ભાવના કારણભૂત દ્રવ્યમાં વ્યસ્તવમાં, તેનાથી નિષ્પાદ્ય એવા ભાવની સત્તાને સ્વીકારે છે. આ રીતે દ્રવ્યમાં ભાવની સત્તાને સ્વીકારનાર સત્કાર્યનયથી પૂર્વપક્ષીની જે શંકા છે કે ભાવ જ ભગવાનને અનુમોદ્ય છે, દ્રવ્ય નહિ, એ શંકાનું નિરસન ગ્રંથકારશ્રી કરે છે – ગાથા :
"जो चेव भावलेसो सो चेव उ भगवओ बहुमओ ।
ण तओ विणेयरेणं त्ति अत्थओ सो वि एमेव" ।।१०६।। ગાથાર્થ :
અને જે ભાવલેશ છે તે જ ભગવાનને બહુમત છે, અને તે=ભાવલેશ ઈતર=દ્રવ્ય, વિના નથી. એથી કરીને અર્થથી તે પણ=દ્રવ્યસ્તવ પણ, આ પ્રમાણે જ છે અનુમત છે. ll૧૦૬ll ટીકા :
य एव भावलेशः स एव भगवतो बहुमतः, अपुनर्बन्धकादिचतुर्दशगुणस्थानान्त भावस्य तदाज्ञाविषयत्वात्, तत्रेष्टसाधनताव्यञ्जकव्यापारस्यैव तदनुमतित्वात् (तदनुमतिविषयत्वात्)