________________
૨૪
પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિજ્ઞા/ ગાથા-૧૦૪-૧૦૫ છે અને તે તેમના માટે ઉચિત છે, માટે સંમતિને અનુકૂળ એવી ચેષ્ટા સમાન મૌનથી જ સંમતિ આપી છે. II૧૦૪
ગાથા :
"ण य भगवं अणुजाणइ जोगं मुक्खविगुणं कयाचिदवि ।
ન ચ તથા વિ તણો (નો), વહુનો રોફ અસિ” ૨૦૧ી. - પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૨૧૪ પ્રમાણે ‘તો છે ત્યાં નો પાઠ છે અને ટીકામાં પણ યોગો' છે. તેથી તે પાઠ મુજબ અર્થ કરેલ છે. ગાથાર્થ :
અને ભગવાન મોક્ષને વિગુણ એવા વ્યાપારની ક્યારે પણ અનુજ્ઞા આપતા નથી, અને તેને મોક્ષને, અનુગુણ પણ યોગ અન્યને–સાધુઓને, બહુમત નથી એમ નહિ અર્થાત્ બહુમત થાય છે. ll૧૦૫ા ટીકા :
नच भगवाननुजानाति योगं व्यापारं, मोक्षविगुणं कदाचिदपि मोहाभावात्, न च तदनुगुणोऽप्यसौ योगो न बहुमतो भवत्यन्येषां किन्तु बहुमत एवेत्यर्थतः सोऽपि द्रव्यस्तवानुमतिक्रोडीकृतो ભવતીતિ ૨૦થા ટીકાર્ચ -
ન ૨ - ભવતિ છે અને ભગવાન મોક્ષને વિગુણ એવા વ્યાપારની ક્યારેય અનુજ્ઞા આપે નહિ; કેમ કે મોહતો અભાવ છે. અને તેને=મોક્ષને, અનુગુણ પણ આ યોગ બલિ આદિના વ્યાપારરૂપ આ યોગ, અન્યને સાધુઓને, બહુમત નથી એમ નહિ, પરંતુ બહુમત જ છે. એથી કરીને અર્થથી તે પણ=સાધુમાં વર્તતો ભાવસ્તવ પણ, દ્રવ્યસ્તવની અનુમતિથી ક્રોડીકૃત થાય છે–તેમાં દ્રવ્યસ્તવની અનુમતિનો સ્વીકાર થાય છે. ૧૦પા ભાવાર્થ :
મોક્ષને વિપરીત એવા કોઈ પણ યોગની ભગવાન ક્યારેય પણ અનુજ્ઞા આપે નહિ, અને સમવસરણમાં બલ્યાદિ રૂપ દ્રવ્યસ્તવના અંગની સંમતિ આપી છે, તેથી નક્કી થાય છે કે, સમવસરણમાં દ્રવ્યસ્તવના અંગરૂપ બલિ-બાકુળા રાજાઓ નગરની શાંતિ માટે ઉછાળે છે, તે મોક્ષને અનુકૂળ યોગ છે.
અહીં પ્રશ્ન થાય કે, સમવસરણમાં દ્રવ્યસ્તવના અંગરૂપ બલિ આદિ ઉછાળવા તે ભલે મોક્ષને અનુગુણ યોગ હોય, પરંતુ સાધુને તે બહુમત નથી; કેમ કે તે આરંભાદિથી આક્રાંત છે. તેથી કહે છે –
મોક્ષને અનુગુણ એવો આ યોગ અન્યને સાધુઓને, બહુમત નથી એમ નહિ, પરંતુ બહુમત જ છે; કેમ કે ભગવાન સંયમવાળા હોવા છતાં તેમણે બલ્યાદિની અનુજ્ઞા આપી છે. માટે સાધુ આરંભ-સમારંભથી