________________
૨૨
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા / ગાથા-૧૦૨-૧૦૩, ૧૦૪ पूजा माल्यादिभिः सत्कार इति व्याचक्षते, सर्वथा-द्विधापि, यथातथास्तु द्रव्यस्तवोऽत्राभिधेय इति ધ્યેયમ્ ૨૦રૂા. ટીકાર્ય -
મીલિમિ. થેન્ II માલ્યાદિ વડે પૂજા અને પ્રવર=શ્રેષ્ઠ, વસ્ત્રઅલંકારાદિ વડે સત્કાર છે, આ વચનમાં અન્ય વસ્ત્રાદિ વડે પૂજા અને માલ્યાદિ વડે સત્કાર એ પ્રકારે વિપર્યય કહે છે. સર્વથા= બંને પ્રકારે પણ જે કહો તે દ્રવ્યસ્તવ અહીં અભિધેય છે એ પ્રકારે જાણવું. ll૧૦૩ ભાવાર્થ -
શાસ્ત્રમાં અરિહંતચેઈઆણ ઇત્યાદિ સૂત્ર બોલવાપૂર્વક કાયોત્સર્ગ કરવાની વિધિ શ્રાવક અને સાધુને કહેલ છે. તેથી સાધુ પણ કાયોત્સર્ગ વખતે અરિહંતચેઈઆણં સૂત્ર બોલે છે અને તે સૂત્રમાં કહેલ સત્કાર અને સન્માન એ બંને દ્રવ્યસ્તવરૂપ છે; કેમ કે સત્કાર પુષ્પાદિથી થાય છે અને સન્માન વસ્ત્ર-અલંકારાદિથી થાય છે. વળી કેટલાક આચાર્યો વસ્ત્રાદિથી સત્કાર અને પુષ્પાદિથી સન્માન કહે છે, પરંતુ તે બંને પ્રકારે સત્કાર અને સન્માન દ્રવ્યસ્તવરૂપ છે, એમ નક્કી થાય છે. અને દ્રવ્યસ્તવના ફળ અર્થે સાધુ કાયોત્સર્ગ કરે છે, તેથી સાધુને દ્રવ્યસ્તવનું ફળ ઇષ્ટ છે, તેમ નક્કી થાય છે. તેથી ફળરૂપે દ્રવ્યસ્તવનું અનુમોદન અરિહંતચેઈઆણું સૂત્રમાં કહેલ વંદણવત્તિયાએ પૂઅણવત્તિયાએ ઇત્યાદિથી સાધુને સિદ્ધ છે, માટે ગણરૂપે સાધુને દ્રવ્યસ્તવ છે. ll૧૦૨–૧૦૩|| અવતરણિકા -
तन्त्र एव युक्त्यन्तरमाह - અવતરણિકાર્ય :
સાધુને દ્રવ્યસ્તવ અનુમોદનીય છે એ કથાવિષયક તંત્રમાં જ કહેલ અન્ય યુક્તિને કહે છે – ગાથા :
"ओसरणे बलिमाई ण चेह जं भगवयावि पडिसिद्धं ।
ता एस अणुण्णाओ उचिआणं गम्मइ तेण" ।।१०४।। ગાથાર્થ :
પોતાના નગરમાં શાંતિ અર્થે સમવસરણમાં રાજાઓ બલિ આદિ=બલિ-બાકુળા ઉછાળે છે, તે દ્રવ્યસ્તવનું અંગ છે; અને જે કારણથી ભગવાન વડે પ્રતિષિદ્ધ=નિષેધ, કરાયેલ નથી, તે કારણથી આ દ્રવ્યસ્તવ, અહીં=સમવસરણમાં, તેમના વડેeતીર્થકર વડે, ઉચિત પ્રાણીઓ માટે=યોગ્ય પ્રાણીઓ માટે અનુજ્ઞાત જણાય છે. ll૧૦૪ll