________________
૨૬૩
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા | ગાથા-૧૦૪ ટીકા :
समवसरणे बल्यादि द्रव्यस्तवाङ्गं न चेह यद् भगवताऽपि तीर्थकरेण, प्रतिषिद्धम्, तदेषोऽत्र द्रव्यस्तवोऽनुज्ञातस्तेन तीर्थकरेणोचितेभ्यः प्राणिभ्यो गम्यते चेष्टासमानशीलेन मौनेन व्यञ्जकेन t૨૦૪ ટીકાર્ય :
સમવસરને .ચક્કાન || સમવસરણમાં બલિ આદિ દ્રવ્યસ્તવના અંગરૂપ છે, જે કારણથી ભગવાન વડે પણ=તીર્થકર વડે પણ, પ્રતિષિદ્ધ નથી. તે કારણથી આ દ્રવ્યસ્તવ, અહીં=સમવસરણમાં, ઉચિતયોગ્ય પ્રાણીઓ માટે ચેષ્ટા સમાન શીલવાળા=અનુજ્ઞાને અનુકૂળ ચેષ્ટાના સ્વભાવવાળા સંમતિના વ્યંજક એવા મૌન દ્વારા તેમના વડે=ભગવાન વડે, અનુજ્ઞાત છે, એમ જણાય છે. I૧૦૪ના ભાવાર્થ
સમવસરણમાં ભગવાનની દેશના પૂરી થાય ત્યારે રાજા-અમાત્યાદિ બલ્યાદિ ઉછાળે છે અને આ બલ્યાદિ ઉછાળવાની ક્રિયા દ્રવ્યસ્તવનું અંગ છે દ્રવ્યસ્તવનો એક ભેદ છે, અને ભગવાને બલ્યાદિ ઉછાળવાનો નિષેધ કર્યો નથી. આનાથી જણાય છે કે, દ્રવ્યસ્તવરૂપ બલ્યાદિ ઉછાળવાની ક્રિયા ઉચિતયોગ્ય એવા જીવો માટે ભગવાનને સંમત છે. અને આ દ્રવ્યસ્તવ ભગવાનને સંમત છે, તે કઈ રીતે નક્કી થાય ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે કે, ભગવાને તેનો નિષેધ કર્યો નહિ, એ ભગવાનનું મૌન જ ભગવાનની અનુજ્ઞાનું વ્યંજક છેઅનુજ્ઞાને જણાવનાર છે, વળી તે મૌન ચેષ્ટા સમાન શીલવાળું છે.
આશય એ છે કે, કોઈ કાર્ય અંગે કોઈ પૃચ્છા કરે ત્યારે હાથની ચેષ્ટાથી કરવાની સંમતિ અપાય તેના સમાન સ્વભાવવાળું આ ભગવાનનું મૌન છે, અને તે મૌનથી જ તે કૃત્ય ભગવાનને અનુજ્ઞાત છે, તેમ જણાય છે.
અહીંચેષ્ટા સમાન શીલ એમ કહેવા દ્વારા એ કહ્યું કે, ભગવાનનું મૌન બે પ્રકારનું હોય છે. તે આ રીતે –
(૧) પોતાને તે કૃત્ય સંમત નહિ હોવા છતાં જીવની અયોગ્યતાને જોઈને ભગવાન સાક્ષાત્ શબ્દથી તેનો નિષેધ કરતા નથી, પરંતુ મૌનથી નિષેધ કરે છે. જેમ જમાલિએ ભગવાનને પૃથફ વિહાર માટે અનેક વાર પૂછ્યું, છતાં ભગવાને મૌનથી જ તેનો નિષેધ કર્યો; કેમ કે જો ભગવાનને જમાલિનો પૃથકુ વિહાર સંમત હોત તો સાક્ષાત્ અનુજ્ઞા આપત. પરંતુ ભગવાનનો નિષેધ હોવા છતાં જમાલિ પૃથફ વિહાર કરે તેમ છે, તેથી ભગવાને મૌન દ્વારા તેનો નિષેધ કર્યો, પણ શબ્દોલ્લેખથી નિષેધ કર્યો નથી.
(૨) પોતાને તે કત્ય સંમત હોય ત્યાં જીવની યોગ્યતા જોઈને ભગવાન કોઈ સ્થાનમાં સાક્ષાત્ શબ્દથી અનુજ્ઞા આપે છે અને કોઈ સ્થાનમાં મૌનથી સંમતિ દર્શાવે છે. જેમ - પ્રસ્તુતમાં સમવસરણમાં બલિ આદિ ઉછાળનાર જીવો યોગ્ય છે, તેથી ભગવાનને જો બલિ ઉછાળવાનું સંમત ન હોય તો તેનો નિષેધ કરે તો તે જીવો અવશ્ય નિવર્તન પામે. પરંતુ ભગવાનને જણાય છે કે તેઓ બલિ આદિ કરે છે તે દ્રવ્યસ્તવનું અંગ