________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૦૦-૧૦૧ (૩) ભગવાનના ગુણગાનરૂપે સ્તુતિ કે ચૈત્યવંદનની ક્રિયા પણ ભગવાનવિષયક હોવાથી ભગવાનની ભક્તિરૂપ છે.
૨૦
(૪) ભગવાનની આજ્ઞાના પાલન સ્વરૂપ ભગવાનની પ્રતિપત્તિ પૂજા ભગવાનની ભક્તિરૂપ છે.
ભગવાનની આજ્ઞાનું પાલન ભગવાનની ભક્તિરૂપ છે, માટે વચનાનુષ્ઠાનવાળા મુનિઓ દરેક ક્રિયામાં ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરે છે ત્યારે, તેમના હૈયામાં ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ સ્કુરાયમાન થાય છે, અને તે બહુમાનભાવને કા૨ણે જ ભગવાનના વચનાનુસાર સંયમની આચરણાઓમાં દૃઢ યત્ન થાય છે, અને જે પ્રવૃત્તિમાં ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ વધતો હોય તે જ પ્રવૃત્તિ ભગવાનની સ્તવનારૂપ છે, એવો નિયમ છે. તેથી ભગવાનની આજ્ઞાના પાલનરૂપ સાધ્વાચારની ક્રિયા ભાવસ્તવરૂપ છે, એટલું જ નહિ પણ ચારે પ્રકારની પૂજામાં તે સૌથી શ્રેષ્ઠ ભગવાનની ભક્તિરૂપ છે. આથી જ, ચારેય પૂજા વીતરાગતાની પ્રાપ્તિનું કારણ હોવા છતાં ભગવાનની આજ્ઞાનું પાલન વીતરાગતાની પ્રાપ્તિ માટેનું નજીકનું કારણ છે, માટે ભગવાનની આજ્ઞાનું પાલન ભગવાનની શ્રેષ્ઠ ભક્તિસ્વરૂપ છે. II૧૦૦ અવતરણિકા :
પૂર્વે ગાથા-૧૦૦માં સ્થાપન કર્યું કે, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર અનુવિદ્ધ=વ્યાપ્ત, છે, ફક્ત ગૃહસ્થને દ્રવ્યસ્તવ પ્રધાનરૂપે છે અને સાધુને ભાવસ્તવ પ્રધાનરૂપે છે. ત્યાં શંકા થાય કે, સાધુને ગૌણરૂપે પણ દ્રવ્યસ્તવ ક્યાં છે ? તેથી કહે છે
ગાથા:
-
ગાથાર્થઃ
યતિઓને પણ દ્રવ્યસ્તવનો ભેદ અનુમોદનથી છે જ. અહીંયાં=યતિને દ્રવ્યસ્તવનું અનુમોદન છે એ કથનમાં, આ=દ્રવ્યસ્તવનું અનુમોદન, આગળમાં બતાવશે એ પ્રકારે, તંત્રયુક્તિથી સિદ્ધ જાણવું. ૧૦૧॥
* મૂળગાથામાં કહેલ ‘ત્તિ’ શબ્દ ‘વ’કારાર્થક છે.
ટીકાર્ય :
" जइणो वि हु दव्वथयभेओ अणुमोअणेण अत्थि । एयं च एत्थ णेयं इय सिद्धं तंतजुत्तीए " । ।१०१ । ।
ટીકા ઃ
यतेरपि द्रव्यस्तवभेदा द्रव्यस्तवलेशानुवेधोऽनुमोदनेनास्त्येव, एतच्चात्र ज्ञेयमनुमोदनमेवं सिद्धं तन्त्रयुक्त्या वक्ष्यमाणया । । १०१ ।।
વક્ષ્યમાળા ।। યતિને પણ દ્રવ્યસ્તવનો ભેદ=દ્રવ્યસ્તવના લેશનો અનુવેધ અનુમોદનથી
यतेरपि