________________
૫૮
ગાથા:
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૦૦
"दव्वथयभावत्थयरूवं एयमिह होइ दट्ठव्वं । अण्णुण्णसमणुविद्धं, णिच्छयओ भणियविसयं तु" ।। १०० ।।
ગાથાર્થઃ
અન્યોન્ય સમનુવિદ્ધ, નિશ્ચયથી ભણિત=કહેવાયેલ વિષયવાળું જ આ=અનંતર કહેવાયેલ, દ્રવ્યસ્તવનું અને ભાવસ્તવનું સ્વરૂપ અહીં=સ્તવપરિજ્ઞા નામના આ ગ્રંથમાં જોવા યોગ્ય થાય છે. ૧૦૦II ટીકા ઃ
द्रव्यस्तवभावस्तवरूपमेतदनन्तरोक्तमिह भवति द्रष्टव्यमन्योन्यसमनुविद्धम् = गुणप्रधानान्यतरप्रत्यासत्त्या मिथो व्याप्तं, निश्चयतो भणितविषयमेवार्हद्गोचरमेव, एकविषयाणां पुष्पामिषस्तुतिप्रतिपत्तीनां यथोत्तरं प्राधान्यात् ।। १०० ।।
ટીકાર્ય ઃ
द्रव्यस्तव ..... ગોચરમેવ, અન્યોન્ય=અરસપરસ, સમતુવિદ્ધ=ગુણપ્રધાન અન્યતર પ્રત્યાસત્તિ વડે પરસ્પર વ્યાપ્ત અર્થાત્ ગૌણ અને મુખ્યભાવે પરસ્પર સંકળાયેલ, નિશ્ચયથી ભણિત વિષયવાળું જ=અર્હદ્ ગોચર જ=અરિહંતના વિષયવાળું જ, આ=અનંતર ઉક્ત દ્રવ્યસ્તવનું અને ભાવસ્તવનું સ્વરૂપ, અહીંયાં=સ્તવપરિજ્ઞા નામના આ ગ્રંથમાં, જાણવા યોગ્ય થાય છે.
અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્યસ્તવ તો અર્હદ્ વિષયવાળું છે, પરંતુ ભાવસ્તવ તો ચારિત્રના પાલનરૂપ છે અને તે પ્રતિદિન ક૨વાની સાધુચર્યારૂપ છે, તેથી ભાવસ્તવ અર્હદ્ વિષયવાળું કઈ રીતે સંભવે ? તેથી કહે છે –
एकविषयाणां પ્રાધાન્યાત્ ।। એકવિષયવાળા પુષ્પ, આમિત્ર, સ્તુતિ અને પ્રતિપત્તિનું યથોત્તર પ્રાધાન્ય છે. અર્થાત્ શાસ્ત્રમાં પુષ્પ, આમિષ, સ્તુતિ અને પ્રતિપત્તિ પૂજાનું યથોત્તર પ્રાધાન્ય કહ્યું છે, તે એક વિષયવાળા ચારેયનું કહેલ છે, ભિન્ન વિષયવાળાનું નહિ. તેથી અર્હત્ વિષયવાળું જ ભાવસ્તવ છે. ૧૦૦||
*****
ભાવાર્થ :
દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ બંને સ્વતંત્રરૂપે અલગ ક્યારેય હોતા નથી. જેમ શ્રાવકોને પ્રધાનરૂપે દ્રવ્યસ્તવ હોય છે, ત્યારે ગૌણરૂપે ભાવસ્તવ પણ હોય છે; કેમ કે પ્રધાનરૂપે દ્રવ્યસામગ્રીથી ભગવાનની ભક્તિ કરીને શ્રાવક તેને અનુરૂપ કાંઈક ઉત્તમ ભાવ પેદા કરે છે, તે ભાવસ્તવરૂપ છે. તેથી શ્રાવકોને મુખ્યરૂપે દ્રવ્યસ્તવ હોવા છતાં ગૌણરૂપે ભાવસ્તવ પણ હોય છે.
આશય એ છે કે, વિવેકસંપન્ન શ્રાવક દ્રવ્યસ્તવ કરે છે ત્યારે, દ્રવ્યસ્તવકાળમાં ભગવાનના ગુણોથી