________________
૨૫૦
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિણામ | ગાથા-૯૪
અધિકારમાં, જાણવા યોગ્ય છે. આ પરીક્ષા વડેઃયથાક્રમ કષાદિ પરીક્ષા વડે, અહીં=જગતમાં સાધુની પરીક્ષા કરવી જોઈએ. II૯૪ ટીકા :___ अन्ये त्वाचार्या इत्थमभिदधति, कषादयः प्रागुक्ताः किलोद्दिष्टभोक्तृत्वादयोऽत्र साध्वधिकारे भवन्ति ज्ञातव्याः यथाक्रमं एताभिः परीक्षाभिर्निश्चयप्रकारैः साधुपरीक्षेह कर्त्तव्या, समानधर्मदर्शनजनितसाधुत्वसंशयनिरासाय सद्वृत्तेन साधुत्वसंभावनयाऽभ्युत्थानस्य कर्त्तव्यत्वेऽप्यौत्तरकालिकं यथोचितं परीक्षयैव साध्यमिति अस्य शास्त्रार्थत्वादिति दिक् ।।१४।। ટીકાર્ય :
ગ તિ . વળી અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે – પૂર્વમાં કહેવાયેલા ઉદિષ્ટભોજ્જત્વાદિરૂપ કષાદિ અહીં સાધુના અધિકારમાં, જાણવા યોગ્ય છે. નિશ્ચય પ્રકારવાળી=સુસાધુપણાનો નિશ્ચય થાય એવા પ્રકારવાળી, યથાક્રમ આ પરીક્ષા વડે=પ્રથમ કષ, પછી છે, એમ યથાક્રમ આ પરીક્ષા વડે, અહીં=સંસારમાં સાધુની પરીક્ષા કરવી જોઈએ; કેમ કે સમાન ધર્મદર્શનથી જનિત સાધુપણાના સંશયના નિરાસ માટે સદ્દવૃત્ત વડે=સદ્વર્તન વડે, સાધુપણાની સંભાવનાથી અભ્યત્યાનનું કર્તવ્યપણું હોતે છતે પણ, ઉત્તરકાલિક યથોચિત પરીક્ષા વડે જ સાધ્ય છે=વંદનાદિ કર્તવ્ય છે. એથી કરીને આનુંsઉદિષ્ટભોજ્જત્વાદિરૂપ કષાદિના જ્ઞાતવ્યનું, શાસ્ત્રાર્થપણું છે. એ પ્રમાણે દિશાસૂચન છે. I૯૪ ભાવાર્થ -
કષ-છેદ આદિ પરીક્ષાના વિષયમાં અન્ય આચાર્યોનું શું મંતવ્ય છે, તે ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વે ગાથા-૯૩માં કહેલા ઉદ્દિષ્ટભોસ્તૃત્વાદિરૂપ સાધુને ઉદ્દેશીને બનાવેલું ભોગવવારૂપ, કષાદિ સાધુના અધિકારમાં જાણવા યોગ્ય છે, અને પ્રથમ કષ, પછી છેદ આદિપ યથાક્રમ આ પરીક્ષા વડે અહીં સાધુપરીક્ષા કરવી જોઈએ; કેમ કે સુસાધુ અને કુસાધુમાં સમાન વેશ અને સ્કૂલથી સમાન આચારરૂપ સમાન ધર્મના દર્શનથી પેદા થયેલ સાધુપણાનો સંશય આગંતુક સાધુમાં થઈ શકે છે, અને સુસાધુમાં સાધુપણાનો સંશય થાય તો તેમની ઉચિત પ્રતિપત્તિ=ઉચિત ભક્તિ વગેરે ન થઈ શકે, તે મહાઅનર્થરૂપ છે. તેથી સાધુપણાના સંશયના નિરાસ માટે આગંતુક સાધુના સદ્વર્તન વડે સાધુપણાની સંભાવનાથી અભ્યત્થાન કરવા યોગ્ય છે=બાહ્ય રીતે સાધુવેશ અને તેને અનુરૂપ સ્થૂલથી પણ સચરણાઓથી સાધુમાં સાધુત્વની સંભાવના થાય છે અર્થાત્ આગંતુક સાધુ સુસાધુ હોય તેવી સંભાવના થાય છે, અને તેના કારણે વિશેષ નિર્ણય ન થયો હોય તો પણ અભ્યથાન કરવું જોઈએ.
આમ છતાં પણ અભ્યત્થાનાદિ કર્યા પછી ઉત્તરકાલિક યથોચિત વંદનાદિ, કષાદિ પરીક્ષા વડે આ સાધુ છે, એવો નિર્ણય થયા પછી કર્તવ્ય છે. એથી કરીને ઉદ્દિષ્ટભોક્નત્વાદિરૂપ કષાદિના જ્ઞાતવ્યનું શાસ્ત્રાર્થપણું છે.