________________
પ્રતિમાશતક ભાગ-૩ / તવારિજ્ઞા / ગાથા-૯૬-૯૭-૯૮
પપ થયેલ, કર્મપરિણતિથી, આના=ચરણના, અંતઃપારને, પામે છે, (અ) તેનાથી તે=જિનમંદિર નિર્માણ કરનાર શ્રાવક, શુદ્ધ આરાધનાને પામે છે. પા . ભાવાર્થ :-
જિનમંદિર નિર્માણ કરનાર શ્રાવકને એવી શુભ ચિંતા છે કે, જિનમંદિર બનાવ્યા પછી આ જિનમંદિર કેટલા દીર્ઘકાળ સુધી સુરક્ષિત રહે ત્યાં સુધી અન્ય જીવોને ભગવાન પ્રત્યે ભક્તિ વૃદ્ધિ પામે, અને આ સંસારસાગરને પાર કરવા માટે આ જિનમંદિરના અવલંબનથી તેઓ સમર્થ બને. માટે તે રીતે આ જનમંદિરનું રક્ષણ કરવું જોઈએ કે જેથી તે દીર્ઘકાળ સુધી સુરક્ષિત રહે. આ પ્રકારની ચિંતા જિનમંદિર નર્માણ કરનાર શ્રાવકને સતત રહ્યા કરે છે. તેથી જિનમંદિરનું રક્ષણ કરવું અને તે દેશમાં રહેલા સર્વ જીવો
ત્યે ઉચિત વર્તન કરવું, કે જેથી તે અન્ય જીવો ભગવાન પ્રત્યે સભાવવાળા થાય, આ પ્રકારે સ્વ-શક્તિને બનુરૂપ ઉદાર આશયપૂર્વક જિનમંદિર નિર્માણ કરનાર શ્રાવક યત્ન કરે છે અને આ પ્રકારના શુભ ભાવથી પેદા થયેલ જે કર્મપરિણતિ છે, તેના યોગથી સંયમ ગ્રહણ કર્યા પછી તે સંયમના પારને પામે છે; કેમ કે પોતાની ભૂમિકા પ્રમાણે દ્રવ્યસ્તવમાં જે અપ્રમાદભાવ કેળવ્યો છે અને તેથી જે સતત શુભચિંતાનો ભાવ વર્તે છે, તે અપ્રમાદભાવ ચારિત્રની પ્રાપ્તિ થયા પછી ચારિત્રના પારને પામવામાં કારણ બને તેવા કર્મના સંચયનું કારણ બને છે. અને તેથી ચારિત્રની પ્રાપ્તિ થયા પછી પણ જિનમંદિર નિર્માણ કરનારને બપ્રમાદભાવ ઉલ્લસિત થાય છે, અને તે ચારિત્રના પારને પામે છે તેથી તે શુદ્ધ આરાધનાને પામે છે.
પોતે ગ્રહણ કરેલા ચારિત્રને સમ્યગુ રીતે પાળીને, મૃત્યુ સમયે વિશેષ પ્રકારની સંલેખના કરીને પંડિતમરણપૂર્વક જન્માંતરમાં જવું, તે શુદ્ધ આરાધના છે. અને ક્વચિત્ ચારિત્રકાળમાં અનાભોગાદિથી અતિચાર થયેલા હોય, તેનું મૃત્યુકાળ પૂર્વે અથવા મૃત્યકાળમાં સમ્યગુ આલોચન કરીને, તેની શુદ્ધિ કરીને, કષાયોની વિશેષ પ્રકારની સંખના માટે=કષાયોની તનતા કરવા માટે, અનશનને સ્વીકારીને, વિશેષ પ્રકારની સમાધિથી જીવન સમાપ્ત કરે છે. આ પ્રકારની શુદ્ધ આરાધનાને જિનમંદિર નિર્માણ કરનાર શ્રાવક પામે છે.
આવા અવતરણિકા –
પૂર્વે ગાથા-૯૭માં કહ્યું કે, જિનમંદિર નિર્માણ કર્યા પછી તેની વૃદ્ધિ માટે અને રક્ષણ માટે, અપ્રતિપતિત શુભ ભાવના ચિંતનથી અજિત પુણ્યપ્રકૃતિના કારણે, જિનમંદિર નિર્માણ કરનાર શ્રાવક
જ્યારે ચારિત્ર પ્રાપ્ત કરે છે, ત્યારે ચારિત્રના પારને પામે છે, અને તેથી શુદ્ધ આરાધનાને પામે છે. ત્યાં પ્રશ્ન થાય કે, સંયમની શુદ્ધ આરાધના શું છે? તેથી નિશ્ચયનયથી સંયમની શુદ્ધ આરાધના બતાવે
ગાથા -
"णिच्छयणया जमेसा, चरणपडिवत्तिसमयओ पभिई । સામરતનટ્સ સંગમપાનાં વિશિT” I૧૮