________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૫, ૯૬-૯૭-૯૮
૫૩
આનાથી એ પ્રાપ્ત થાય કે, સાધુની પ્રતિદિનક્રિયાઓ ક્ષપકશ્રેણીની અતિ આસત્રભાવવાળી અત્યંત સુપરિશુદ્ધ ક્રિયાઓ છે, પરંતુ દ્રવ્યમાત્રરૂપ ક્રિયાઓ નથી; અને સુપરિશુદ્ધ એવી ક્રિયાથી જ મોક્ષની સિદ્ધિ થાય છે, એથી ફરીને અત્યંત સુપરિશુદ્ધ ક્રિયાનું કારણ, તેને અનુરૂપ ભાવ સંભવી શકે=“હું આ ક્રિયાઓ અત્યંત સુપરિશુદ્ધ કરીને સંસારસાગરથી તરું” એ રૂપ ભાવ સંભવી શકે, માત્ર દ્રવ્યક્રિયાઓ નહિ. અને સાધુપણું એ મોક્ષનું કારણ છે, તેથી સુપરિશુદ્ધ ક્રિયા કરવાના પ્રણિધાનરૂપ ભાવ વગર ભાવસાધુની અનુપપત્તિ=અસંગતિ છે. માટે ભાવપૂર્વકની પ્રતિદિનક્રિયારૂપ સાધુગુણો વડે ભાવસાધુ થાય છે, માત્ર દ્રવ્યરૂપ પ્રતિદિનક્રિયા વડે ભાવસાધુ થતો નથી. IIલ્પા
અવતરણિકા :प्रकृतयोजनायाह
અવતરણિકાર્થ
પ્રકૃતને યોજન કરવા માટે કહે છે=ગાથા-૫૦માં દ્રવ્યસ્તવથી ભાવસ્તવ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે બતાવ્યું, ત્યાર પછી ભાવસ્તવ શું છે તે બતાવ્યું અને ભાવસ્તવ દુષ્કર છે ઇત્યાદિ આનુષંગિક કથન કર્યું. હવે પ્રકૃતને દ્રવ્યસ્તવથી કઈ રીતે ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે તે રૂપ પ્રકૃતને, બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા =
--
-
ટીકાર્ય :
66
'अलमेत्थ पसंगेणं एवं खलु होइ भावचरणं तु । पडिबुज्झिस्संतणे भावज्जियकम्मजोएणं" ।। ९६ ।।
ગાથાર્થ ઃ
અહીં પ્રસંગ વડે સર્યું. વળી આ રીતે=ગાથા-૫૦માં કહ્યું એ રીતે, ખરેખર અન્ય પ્રાણીઓ પ્રતિબોધ પામશે, એ પ્રકારના ભાવથી અર્જિત કર્મના યોગ વડે ભાવચરણ=ભાવચારિત્ર, થાય છે. II૬ ટીકા ઃ
अलमत्र प्रसङ्गेन प्रमाणाभिधानादिना एवं खलु भवति भावचरणमुक्तस्वरूपम्, कुतः ? प्रतिभोत्स्यन्तेऽन्ये प्राणिन इति भावार्जितकर्मयोगेन जिनायतनविषयेणेति गाथार्थ: ।।९६।।
નિમત્ર .....
ગાથાર્થ: ।। અહીં પ્રસંગ વડે સર્યું=પ્રમાણઅભિધાનાદિ વડે સર્યું. અર્થાત્ ગાથા૮૧માં સાધુવ્યવસ્થાપક પ્રમાણ આ છે, એમ કહ્યું. ત્યાર પછી ગાથા-૮૨માં સાધુવ્યવસ્થાપક અનુમાન પ્રમાણનું અભિધાન કર્યું અને ‘અમિયાનાવિ’માં ‘ગાવિ’ પદથી પ્રાપ્ત ભાવસાધુપણાનું દુષ્કરપણું, એ રૂપ જે પ્રાસંગિક કથન છે, તેનાથી સર્યું=પ્રાસંગિક કથન અહીં પૂર્ણ થાય છે.