________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૯૪-૯૫
આશય એ છે કે, પૂર્વે ગાથા-૯૩માં કહેલ કે, સાધુના ઉદ્દેશથી કરાયેલું ભોગવે છે, ઉપેક્ષાવૃત્તિથી ષટ્કાયનું ઉપમર્દન કરે છે, દેવના બહાનાથી નિરપેક્ષપણાથી ઘર કરે છે અને સચિત્ત જલાદિ ગ્રહણ કરે છે, તે સર્વ યથાક્રમે કષાદિરૂપ નથી, પરંતુ ઉદ્દિષ્ટભોતૃત્વાદિરૂપ ચારેય સ્થૂલથી જોવામાં આવે ત્યારે તે કષરૂપે પ્રાપ્ત થાય છે, અને ઉત્તરોત્તર સૂક્ષ્મ-સૂક્ષ્મતર જોવામાં આવે ત્યારે તે છેદાદિરૂપ બને છે.
૫૧
વળી, આ કષાદિ ચારેય પરીક્ષાઓ ક્રમસર કરવાની છે અને તે વસ્તુના નિર્ણય માટે નિશ્ચય પ્રકારવાળી પરીક્ષાઓ છે. અર્થાત્ આ સુસાધુ છે કે નહીં એ પ્રકારે વસ્તુનો નિર્ણય ક૨વા માટે પરીક્ષા કરવાનો પ્રકાર આ જ છે.
જેમ - (૧) કોઈ સાધુ ઉદ્દિષ્ટભોક્તત્વાદિ ચારે ય ભાવોને વ્યક્તરૂપે સેવતો દેખાય ત્યારે તે કષશુદ્ધ નથી, પરંતુ ઉદ્દિષ્ટભોક્તત્વાદિ ચારે ય ભાવોને ભોગવવાની મનોવૃત્તિવાળો ન હોય અને તેથી નિર્દોષ ગ્રહણ ક૨વાની તેમની લેશ્યા દેખાય, ત્યારે તે કષશુદ્ધ છે એમ જણાય. આમ છતાં (૨) નિર્દોષ ભિક્ષા આદિ માટે જે યતનાઓ છે, તે અતિકષ્ટરૂપ દેખાવાથી તે પાળવા માટેનો દૃઢ યત્ન ન દેખાય, અને તેથી અસ્થાને પણ દોષોનું સેવન કરતો દેખાય, તો નક્કી થાય છે કે, કષથી સાધુગુણ યુક્ત હોવા છતાં છેદથી તે મહાત્મા સાધુગુણ યુક્ત નથી; કેમ કે કષાયને પરવશ થઈને નિર્દોષ આચાર પાળવા માટે તે યત્નવાળા નથી. અને (૩) કોઈ સાધુ સંયમને અનુકૂળ નિર્દોષ ભિક્ષા આદિમાં યત્ન પણ કરતા હોય, આમ છતાં, કોઈ અપકારી પ્રાપ્ત થાય ત્યારે તેના પ્રત્યે હિતબુદ્ધિ ન કરે, પરંતુ તેના અનુચિત વર્તનને કા૨ણે ઈષદ્ કોપથી પ્રજ્વલિત થાય તો તેટલા અંશમાં તેમનું સંયમ શુદ્ધ નથી. વસ્તુતઃ તત્ત્વને જોનારા સાધુને અનુચિત પ્રવૃત્તિ કરનારા પ્રત્યે કરુણાભાવ જાગે, અને તેથી વિચારે કે, હું શું કરું કે જેથી અનુચિત કરનાર સામો જીવ મારા નિમિત્તને પામીને કર્મબંધ ન કરે ? અને શક્ય હોય તો તેના તે અનુચિત પરિણામના નિવર્તન માટે ઉચિત યત્ન પણ કરે, પરંતુ સામા જીવના અનુચિત વર્તનથી સ્વયં પોતાના ભાવોને મલિન ન કરે તો તે તાપથી શુદ્ધ છે. અને (૪) કોઈ સાધુ અતિ વિષમ સંયોગોમાં આવે ત્યારે પણ, મનમાં ખેદ પામ્યા વગર, મારે શું ક૨વું જોઈએ કે જેથી મારા સંયમની વૃદ્ધિ થાય, તે રીતે વિચારીને શક્ય હોય તો ઉત્સર્ગનું આલંબન લે, અને પરિણામની શુદ્ધિ શક્ય ન જણાય તો શાસ્ત્રમર્યાદા પ્રમાણે યથાર્થ અપવાદનું સેવન કરે, પરંતુ સંકટને કા૨ણે અસ્વસ્થ થઈને અપવાદનું આલંબન ન લે, તો તે તાડનાથી શુદ્ધ છે. II૯૪
* પ્રથમ પક્ષમાં સાધુની સંયમની લેશ્યાને સામે રાખીને કષાદિ ચાર ભેદો કહેલા છે અને અન્ય આચાર્યના મતમાં તે સંયમની લેશ્યાના કાર્યભૂત એવા ઉદ્દિષ્ટભોક્તાદિના વર્જનની ક્રિયાને ગ્રહણ કરીને કષાદિ ચાર ભેદો કહેલ છે. બંનેમાં અર્થથી કોઈ ભેદ નથી.
અવતરણિકા :निगमयन्नाह
-
અવતરણિકાર્ય :
નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે=ગાથા-૮૧માં કહ્યું કે, અઢાર હજાર શીલાંગનું પાલન દુષ્કર