________________
૨૪૪
ગાથાર્થઃ
કષ, છેદ, તાપ અને તાડન વડે ચાર કારણથી પરિશુદ્ધ સુવર્ણ થાય છે, જે આવા પ્રકારનું છે - તે વિષઘાતી-રસાયણાદિ ગુણસંયુક્ત હોય છે. IIII
ઈતરમાં=સાધુમાં, કપાદિ આ પ્રમાણે છે –
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૮૭-૮૮
૧. વિશિષ્ટ લેશ્યા એ કષ, ૨. તથાએકસારપણું એ છેદ, ૩. અપકારીમાં અનુકંપા એ તાપ, ૪. વ્યસનમાં અતિ નિશ્ચલ ચિત્ત એ તાડના છે. IIII
ટીકા –
चतुष्कारणपरिशुद्धं चैतद् भवति, कषेण, छेदेन, तापेन ताडनया चेति यदेवंभूतं तद् विषघातिरसायनादिगुणयुक्तं भवति, नाऽन्यत्, परीक्षेयम् ॥ ८७ ।।
ટીકાર્થ ઃ
ચતુષ્પા ળપરિશુદ્ધ ... પરીક્ષેવમ્ ।। કષ વડે, છેદ વડે, તાપ વડે અને તાડના વડે - ચાર કારણથી પરિશુદ્ધ આ=સુવર્ણ હોય છે. એથી કરીને જે આવા પ્રકારનું છે, તે વિષઘાતી, રસાયણાદિ ગુણયુક્ત હોય છે, અન્ય નહિ. આ=જે કષ, છેદ, તાપ અને તાડન વડે કરીને પરિશુદ્ધ છે, તે સુવર્ણ, વિષઘાતી-રસાયણાદિ ગુણયુક્ત હોય છે, અન્ય નહિ. એ પરીક્ષા પદાર્થ છે. ૮૭।।
* પરીક્ષેયમ્ - અહીં પરીક્ષા+યમ્ આ પ્રમાણે સમજવું.
इतरस्मिन्= साधौ कषादयो यथासङ्ख्यमेते यदुत - विशिष्टा लेश्याः कषः, तथैकसारत्वं छेदः, अपकारिण्यनुकम्पा तापः, व्यसनेऽतिनिश्चलं चित्तं ताडना एषा परीक्षा । ८८ ।।
इतरस्मिन् . પરીક્ષા ।। ઈતરમાં=સાધુમાં, કાદિ યથાસંખ્ય આ છે. તે ‘વદ્યુત'થી બતાવે છે –
(૧) વિશિષ્ટ લેશ્મા કષ છે, (૨) તથાએકસારપણું=વિશિષ્ટ લેશ્મા અર્થાત્ સંસારસાગર તરવાના દૃઢ યત્નની લેશ્યા એક પ્રધાનપણે જેમાં હોય તે તથાએકસાર કહેવાય અને તેનો ભાવ તે તથાએકસારપણું, છેદ છે, (૩) અપકારીમાં અનુકંપા તાપ છે અને (૪) વ્યસનમાં અતિનિશ્ર્ચલ ચિત્ત તાડના છે. આ પરીક્ષા છે. ૮૮
ભાવાર્થ :
સાધુમાં કષાદિ કેવા પ્રકારના છે તે બતાવે છે –
(૧) સંસારના નૈર્ગુણ્યને જાણીને સંસારથી તરવાનો અર્થ એવો સાધુ, , સંસારથી તરવાના ઉપાયરૂપે ભગવાનની આજ્ઞાનું પ્રતિસંધાન કરીને તેમાં જ યત્ન કરવાની લેશ્યાવાળો હોય તો તે કષશુદ્ધ છે. જેમ સુવર્ણને કસોટીના પત્થર ઉપર કસવાથી તે સુવર્ણ છે, એમ નક્કી થાય છે, તેમ આવી વિશિષ્ટ લેશ્યાવાળા હોય તે સાધુ છે, એવું નક્કી થાય છે.