________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૮૬, ૮૭-૮૮
ગાથાર્થ ઃ
આ રીતે=પૂર્વે ગાથા-૮૩માં બતાવ્યું એ રીતે, દૃષ્ટાંતના ગુણો સાધ્ય એવા પણ આમાં=સાધુમાં, જ્ઞાતવ્ય=જાણવા યોગ્ય છે; જે કારણથી સાધર્મ્સના અભાવમાં પ્રાયઃ દૃષ્ટાંત હોતું નથી. II૮૬ ટીકા
एवं दृष्टान्तगुणा विषघातित्वादयः साध्येऽपि अत्र = साधौ भवन्ति ज्ञातव्याः, न हि साधर्म्याभावे एकान्तेनैव प्रायो यद् = यस्माद् भवति दृष्टान्तः ।। ८६ ।।
ટીકાર્થ ઃ
एवं દૃષ્ટાન્તઃ ।। આ રીતેપૂર્વે ગાથા-૮૩માં બતાવ્યું એ રીતે, વિષઘાતિત્વાદિ દુષ્ટાંતના ગુણો સાધ્ય એવા પણ આમાં=સાધુમાં જાણવા યોગ્ય છે; જે કારણથી એકાંતથી જ સાધર્મ્સના અભાવમાં પ્રાયઃ દૃષ્ટાંત હોતું નથી. ૮૬ા
ભાવાર્થ:
.....
૨૪૩
સુસાધુને સુસાધુરૂપે ઓળખવા માટે ગાથા-૮૨માં અનુમાન કરેલ છે અને ત્યાં સુવર્ણને દૃષ્ટાંતરૂપે બતાવેલ છે. તે દૃષ્ટાંત નિયત વ્યાપ્તિગ્રાહક નથી, પરંતુ કાંઈક સાધર્મના બળથી દૃષ્ટાંત માત્ર છે; કેમ કે સુવર્ણમાં જે ગુણો છે, તેવા ગુણો સાધુમાં હોય જ તેવી વ્યાપ્તિ પ્રાપ્ત થતી નથી. પરંતુ સુવર્ણમાં જે આઠ ગુણો છે, તેના જેવા જ સાધુમાં આઠ ગુણો છે, એ પ્રકા૨ના સાધર્મના કા૨ણે સુવર્ણને દૃષ્ટાંતરૂપે કહેલ છે. અને જેમાં એકાંતથી સાધર્મનો અભાવ હોય તેવું દૃષ્ટાંત હોતું નથી, તેથી સાધુમાં પણ વિષઘાતિત્વાદિ આઠ ગુણો કઈ રીતે છે, તે જાણવા યોગ્ય છે, કે જેથી આ સુસાધુ છે અને આ સુસાધુ નથી, એવો નિર્ણય થઈ શકે. II૮૬॥
અવતરણિકા :
પૂર્વમાં સુવર્ણ જેવા ભાવસાધુ હોય છે તેમ બતાવ્યું, તેથી જેમ સુવર્ણમાં કષાદિ ચાર પરીક્ષાથી ‘આ સુવર્ણ છે’, તેમ નક્કી થાય છે, તે જ રીતે ભાવસાધુ પણ કષાદિ ચાર પરીક્ષાથી ‘સાચા સાધુ છે' તેમ નક્કી થાય છે. તે બતાવવા કહે છે
ગાથા:
-
"चउकारणपरिसुद्धं कसछेयतावतालणाए य । जं तं विसघाइरसायणाइ गुणसंजुयं होइ " ।। ८७ ।।
" इतरम्मि कसाईआ विसिट्ठलेस्सा तहेगसारत्तं । अवगारिणी अणुकंपा वसणे अइणिच्चलं चित्तं " ॥ ८८ ।।