________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૮૭-૮૮, ૮૯
૨૪૫
(૨) તથાએકસારપણું=જે પ્રકારે વિશિષ્ટ લેશ્યા છે, તે પ્રકારે એકસા૨૫ણું, તે છેદ છે. જેમ સુવર્ણ, ઉપરથી સુવર્ણરૂપે દેખાવા છતાં અંદરથી પૂર્ણ સુવર્ણરૂપે ન હોય તો છેદથી અસુવર્ણની પ્રાપ્તિ થાય છે, પરંતુ અંદરથી સુવર્ણ હોય તો છેદથી સુવર્ણરૂપે નક્કી થાય છે, તેમ સાધુમાં તથાએકસા૨પણું=જે પ્રકારે સંપૂર્ણ આભૂષણ સુવર્ણમય હોય તો તે સુવર્ણનું છે, તેમ સાધુમાં સંસારસાગર તરવાના દૃઢ યત્નની લેશ્યારૂપ એકસારપણું હોય અર્થાત્ એવી લેશ્યામય જ જીવન હોય તો તે સાધુ છેદથી શુદ્ધ છે, એમ નક્કી થાય છે.
ઉપરમાં કહી તેવી વિશિષ્ટ લેશ્મા સાધુના ચિત્તમાં સતત વર્તતી હોય અને તેનાથી નિયંત્રિત તેમનું જીવન હોય તો તથાએકસા૨૫ણું તેમનામાં આવે છે અને તેવા સાધુ છેદથી શુદ્ધ છે એમ નક્કી થાય છે.
(૩) અપકારીમાં અનુકંપા એ તાપ છે. જેમ સુવર્ણ, છેદથી સુવર્ણ નક્કી થવા છતાં સુવર્ણને તપાવીને જોવામાં આવે તો સુવર્ણમાં પાંચ-દસ ટકા અન્ય ધાતુ ભળેલી હોય તો તે સુવર્ણ તેવા પ્રકારનું નરમ બનતું નથી, તેથી તેના ઉપરથી ખ્યાલ આવે છે કે આ સુવર્ણ પરિપૂર્ણ શુદ્ધ નથી. તેમ સાધુને કોઈ અપકારી પ્રાપ્ત થાય ત્યારે તેમનામાં અસહિષ્ણુતા વગેરે ભાવો ઈષદ્ પણ પ્રગટે તો તેવા સાધુમાં સાધુપણાની ખામી છે તેનો ખ્યાલ આવે છે.
સંયમ લીધા પછી આરાધક સાધુ ભગવાનના વચન પ્રમાણે દૃઢ યત્ન કરવાની લેશ્યાવાળો હોય છે, તે વિશિષ્ટ લેશ્યા છે અને તે વિશિષ્ટ લેશ્યા પણ ક્યારેક જ હોય છે એમ નહિ, પરંતુ સંયમજીવનમાં સતત વર્તતી હોય તો તે વિશિષ્ટ લેશ્મારૂપ એકસારપણું પણ તે સાધુમાં છે, તોપણ વિશિષ્ટ લેશ્યા, અને તથાએકસારપણું હોવા છતાં અપકારીની ઉપસ્થિતિમાં અનુકંપાનો ભાવ જો ઉલ્લસિત થાય નહિ તો તે જ બતાવે છે કે, તે સાધુ હોવા છતાં ઈષત્ મલિન છે.
(૪) વ્યસનમાં અતિનિશ્ચલ ચિત્ત એ તાડના છે. જેમ છેદથી શુદ્ધ એવું સુવર્ણ, તાપમાં પણ તપાવવા છતાં અશુદ્ધ છે એવો સ્પષ્ટ નિર્ણય ન થાય ત્યારે, તે તપાવેલા સુવર્ણ ઉપર તાડન કરવામાં આવે છે, જેથી તાડન વખતે કાંઈક કઠિનતાની પ્રતીતિ થાય તો આ સુવર્ણ કાંઈક અંશોથી અશુદ્ધ છે, તેમ નિર્ણય થાય છે, અને તાડનથી પણ તે શુદ્ધ જણાય તો તે સુવર્ણ છે, તેમ નક્કી થાય છે. તે જ રીતે સાધુ જ્યારે સંકટમાં આવે ત્યારે અતિનિશ્ચલ રહી શકે ત્યારે તેનામાં શીલાંગરૂપ સાધુપણું સ્થિરભાવને પામેલું છે તેમ નક્કી થાય છે, ત્યારે જ તે પરિપૂર્ણ શુદ્ધ છે, એમ નક્કી થાય છે. ૮૭-૮૮॥
ગાથાઃ
"तं कसिणगुणोवेयं होइ सुवण्णं न सेसयं जुती । ण य णामरूवमित्तेण एवमगुणो हवइ साहू" ।।८९ ।।
ગાથાર્થ ઃ
સંપૂર્ણ ગુણોથી સહિત હોય (તે) તે=સુવર્ણ છે, શેષ એવું યુક્તિસુવર્ણ નહિ અને એમ=યુક્તિસુવર્ણ છે એમ, નામરૂપ માત્ર હોવાને કારણે અગુણ=ગુણરહિત, સાધુ થતો નથી. II૮૯