________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૮૩, ૮૪-૮૫
(૩) સુવર્ણ મંગલ પ્રયોજનવાળું છે અર્થાત્ સુવર્ણના અલંકારો ધારણ કરવાથી મંગલરૂપ બને છે. તેથી જ સર્વ માંગલિક કાર્યમાં સુવર્ણનાં આભૂષણો પહેરવાની વિધિ વ્યવહારમાં પ્રચલિત છે. (૪) સુવર્ણ વિનીત છે અર્થાત્ કડું વગેરે આભૂષણો થવાની યોગ્યતાવાળું છે.
(૫) સુવર્ણ સ્વાભાવિક રીતે અગ્નિથી તપાવેલું પ્રદક્ષિણાવર્તવાળું છે અર્થાત્ સુવર્ણની પ્રકૃતિ જ એવી છે કે, અગ્નિથી તપાવીને જ્યારે ઓગાળવામાં આવે છે, ત્યારે દક્ષિણ દિશા તરફ આવર્તવાળું તે બને છે.
(૬) સુવર્ણમાં સા૨૫ણું હોવાને કા૨ણે ગુરુ છે.
(૭) સુવર્ણમાં સારપણું હોવાને કારણે જ અદાહ્ય=કોઈનાથી બળે તેવું નથી.
(૮) સુવર્ણમાં સારપણું હોવાને કારણે જ અકુથનીય=કોહવાય નહિ તેવું, છે.
આ પ્રમાણે આ આઠ સુવર્ણના ગુણો, સુવર્ણમાં ૨હેનારા અને અન્ય ધાતુઓમાં નહિ રહેનારા હોવાથી સુવર્ણના અસાધારણ ગુણો છે.
૪૦
અહીં વિશેષ એ છે કે, સુવર્ણમાં સા૨૫ણું હોવાને કારણે ગુરુ છે, અદાહ્ય છે અને અકુથનીય છે એમ કહ્યું. તેનાથી એ કહેવું છે કે, સુવર્ણ સારા પુદ્ગલોમાંથી બનેલું છે, માટે અન્ય ધાતુઓ કરતાં એ કીમતી ધાતુ ગણાય છે, એમ ગુરુ શબ્દથી બતાવેલ છે. વળી કેટલાક પદાર્થો અગ્નિથી બળી જાય છે, પરંતુ સુવર્ણ શ્રેષ્ઠ પુદ્ગલોમાંથી બનેલું હોવાથી અગ્નિથી બળતું નથી. વળી લોખંડને કાટ ચડે છે અને કેટલીક ચાંદી પણ કાળી પડે છે, પરંતુ સુવર્ણ વિકૃતિને પામતું નથી=અકુથનીય છે. તેનું કારણ સુવર્ણ સારભૂત પુદ્ગલોમાંથી બનેલું છે. I૮૩
અવતરણિકા –
दान्तिकमधिकृत्याह
અવતરણિકાર્ય :
-
દાર્ણન્તિકને આશ્રયીને ગ્રંથકારશ્રી કહે છે=શાસ્ત્રોક્ત ગુણવાળો સાધુ છે અન્ય નહિ, એ રૂપ દાન્તિકમાં સુવર્ણરૂપ દૃષ્ટાંતના ગુણોનું યોજન ગ્રંથકારશ્રી કરે છે
-
ગાથા:
" इह मोहविसं घायइ सिवोपएसा रसायणं होइ । कुइ विणीओ अ जोग्ग त्ति" ।। ८४ ।।
ओमंग
" मग्गणुसारि पयाहिण गंभीरो गुरुअओ तहा होइ । कोहग्गणाऽज्झो अकुत्थो सइ सीलभावेण " ।। ८५ ।।