________________
૨૩૮
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૮૨
અવતરણિકા :
પૂર્વ ગાથા-૮૧માં કહ્યું તે ભાવસાધુવ્યવસ્થાપક અનુમાન પ્રમાણ કહે છે
-
ગાથા =
" सत्थुत्थगुणो साहु ण सेस इति णो पइण्णा इह हेऊ । अगुणत्ता इति ओ दिट्ठतो पुण सुवण्णं च" ।।८२ ।।
ગાથાર્થ ઃ
શાસ્ત્રોક્ત ગુણવાળો સાધુ છે, શેષશાસ્ત્રબાહ્ય, સાધુ નથી, એ પ્રમાણે અમારી પ્રતિજ્ઞા છે. અહીં મુખત્વાત્ એ હેતુ જાણવો, અને વળી સુવર્ણ એ દૃષ્ટાંત છે. IIII
ટીકા –
शास्त्रोक्तगुणवान् साधुः न शेषाः शास्त्रबाह्या इति नोऽस्माकं प्रतिज्ञा = पक्षः, इह =न शेषा इत्यत्र हेतुः=साधकः, अगुणत्वादिति विज्ञेयः, तद्गुणरहितत्वादित्यर्थः, दृष्टान्तः - सुवर्णमिवात्र व्यतिरेक इत्यर्थः ।।८२ ।।
ટીકાર્થ :
शास्त्रोक्त गुणवान्. • કૃત્યર્થ: ।। શાસ્ત્રમાં કહેવાયેલ ગુણવાળો સાધુ છે, શેષશાસ્ત્રબાહ્ય, નહિ, એ પ્રમાણે અમારી પ્રતિજ્ઞા=પક્ષ છે.
ફા=અહીં=ન શેવાઃ એ સાધ્યને સિદ્ધ કરવામાં અનુપત્નાત્ એ હેતુ=સાધક જાણવો. અનુળાત્ નો અર્થ તઘુળરહિતત્વત્ જાણવો અર્થાત્ સાધુગુણથી રહિત સમજવો. સુવમિવ એ અહીંયાં=પ્રસ્તુત અનુમાનમાં વ્યતિરેક દૃષ્ટાંત જાણવું. ૮૨૦
* જેમ પર્વતો વહ્તિમાનું ધૂમ વાત્ મહાનસવત્ આ અનુમાનમાં પર્વતો વહ્વિમાન્ એ પક્ષ છે અને વહ્નિ એ સાધ્ય છે અને ધૂમ એ હેતુ છે અને મહાનસવત્ એ દૃષ્ટાંત છે. તેમ પ્રસ્તુત અનુમાન શાસ્ત્રો'નુળવાન્ સાધુ: ન શેષ: અનુળત્પાત્ સુવર્ણવત્ અહીં શાસ્ત્રો મુળવાનું સાધુઃ ન શેવાઃ એ પ્રતિજ્ઞા=પક્ષ છે. 7 શેષાઃ સાધ્ય છે અને અનુળત્પાત્ હેતુ છે અને સુવર્ણવત્ એ દૃષ્ટાંત છે. અહીં દૃષ્ટાંત વ્યતિરેકી છે.
ભાવાર્થ :
શાસ્ત્રમાં કહેલ ક્રિયા જે સાધુ કરે છે, પરંતુ શાસ્ત્રમાં કહેવાયેલા સાધુના ગુણોથી રહિત છે, તે સાધુ નથી. કેમ કે તેમનામાં શાસ્ત્રમાં કહેવાયેલા સાધુના ગુણો નથી, અને આ અનુમાન પ્રમાણમાં સુવર્ણનું વ્યતિરેક દૃષ્ટાંત છે. જેમ - જેમાં સુવર્ણના ગુણો નથી, તે સુવર્ણ નથી. તેમ શાસ્ત્રમાં કહેવાયેલા ગુણોથી રહિત સાધુમાં સુવર્ણ જેવા સાધુના ગુણો નથી, માટે તે સાધુ નથી. આ પ્રમાણે સુવર્ણનું વ્યતિરેક દૃષ્ટાંત છે. II૮૨ા