________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૮૧
ગાથા =
" एत्तो चिय णिद्दिट्ठो पूव्वायरिएहिं भावसाहु ति । हंदि पमाणठियत्थो, तं च पमाणं इमं होइ" ।।८१ ।।
૨૩૭
ગાથાર્થ ઃ
આ જ કારણથી=આનું દુષ્કરપણું હોવાને કારણે પૂર્વાચાર્યો દ્વારા “સાધુવ્યવસ્થાપક પ્રમાણ વડે સ્થિત અર્થવાળો=અવસ્થિત ગુણવાળો, ભાવસાધુ છે,” એ પ્રમાણે નિર્દિષ્ટ છે=કહેવાયેલ છે, અને તે પ્રમાણે આ વક્ષ્યમાણ છે. II૮૧
ટીકા -
अत एवास्य दुरनुचरत्वात्कारणानिर्दिष्टः कथितः पूर्वाचार्यैः = भद्रबाहुप्रभृतिभिः, भावसाधुः पारमार्थिकयतिः ‘हंदि' इत्युपदर्शने प्रमाणेनैव स्थितार्थो नान्यथा, तच्च प्रमाणं साधुव्यवस्थापकमिदं भवति वक्ष्यमाणम् ।।८१ ।।
ટીકાર્થ ઃ
31 .....
, વૈશ્યમામ્ ।। આ જ કારણથી=આનું=શીલાંગનું દુષ્કરપણું હોવાને કારણે, પૂર્વાચાર્યો વડે=ભદ્રબાહુસ્વામી વગેરે વડે સાધુવ્યવસ્થાપક પ્રમાણ વડે જ, સ્થિત અર્થવાળો ભાવસાધુ છે, એ પ્રમાણે નિર્દિષ્ટ છે=કહેવાયેલ છે, અન્યથા નહિ=સાધુવ્યવસ્થાપક પ્રમાણથી ગુણોમાં સ્થિત અર્થવાળો ન હોય, માત્ર સાધ્વાચારને પાળતો હોય, તેને ભાવસાધુ કહેલ નથી. અને તે=ભાવસાધુવ્યવસ્થાપક અનુમાન પ્રમાણ, આ=વક્ષ્યમાણ=આગળમાં કહેવાશે તે છે. ૮૧૫
ભાવાર્થ:
પૂર્વે ગાથા-૭૬થી ૮૦માં બતાવ્યું કે, સાધુપણું દુઃખે કરીને પાલન થઈ શકે તેવું છે. તેથી એ ફલિત થાય કે, સંયમ ગ્રહણ કરીને સંયમની ક્રિયાઓ કરે એટલામાત્રથી ભાવસાધુપણું આવતું નથી, પરંતુ જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી અપ્રમાદભાવથી શાસ્ત્રમાં બતાવેલ વિધિમાં યત્ન કરે, તેમને જ ભાવસાધુપણું આવે છે. આથી કરીને આચાર્ય ભદ્રબાહુસ્વામી વગેરે પૂર્વાચાર્યોએ પારમાર્થિક સાધુ તેઓને જ કહેલા છે કે, જેઓ શાસ્ત્રમાં કહેવાયેલા ગુણોમાં સ્થિતપરિણામવાળા છે, અન્ય નહિ અર્થાત્ જેઓ સંયમ ગ્રહણ કર્યા પછી માત્ર સંયમની ક્રિયા કરે છે, તેથી સાધુ છે તેમ નથી; પરંતુ અપ્રમાદભાવથી સંયમની ક્રિયા કરે છે, માટે જ શાસ્ત્રમાં કહેલા સાધુના ગુણોમાં સ્થિત છે, તેઓ જ ભાવસાધુ છે. અને શાસ્ત્રમાં કહેલા ગુણો તેમનામાં છે, તેનો નિર્ણય અનુમાન પ્રમાણથી થાય છે, અને તે અનુમાન પ્રમાણ ગ્રંથકારશ્રી આગળ ૮૨મી ગાથામાં બતાવે છે. II૮૧