________________
પ્રતિમા શતક ભાગ-૩ |
પરિણા | ગાથા-૮૩
અવતરણિકા –
सुवर्णगुणानाह - અવતરણિકાર્ય -
સુવર્ણના ગુણો કહે છે – ગાથા -
"विसघाइरसायणमंगलत्थविणए पयाहिणावत्ते ।
गुरुए अडज्झऽकुत्थे अट्ठ सुवण्णे गुणा हुंति" ।।३।। ગાથાર્થ :
“વિષઘાતી, સાયણ, મંગલપ્રયોજન, વિનીત, પ્રદક્ષિણાવર્ત, ગુરુ, અદાહ, અકુથનીય - આઠ સુવર્ણના ગુણો છે. Ical ટીકા -
विषघाति सुवर्णम्, तथा रसायणं-वयःस्तम्भनम्, मङ्गलार्थं-मङ्गलप्रयोजनम्, विनीतंकटकादियोग्यतया, प्रदक्षिणावर्त्तमग्नितप्तम् प्रकृत्या, गुरु सारतया, अदाचं सारतयैव, अकुथनीयमत एव, एवमष्टौ सुवर्णगुणा भवन्त्यसाधारणा इति गाथार्थः ।।८३।। ટીકાર્ય :
વિષયતિ ..... નાથાર્થ II સુવર્ણ (૧) વિષઘાતી છે અને (૨) રસાયણ વયસ્તંભન કરનાર છે. (૩) મંગલાર્થ=મંગલ પ્રયોજનવાળું છે. (૪) કટકાદિ બનવાની યોગ્યતા હોવાને કારણે વિનીત છે. (૫) પ્રકૃતિથી=સ્વાભાવિક રીતે, અગ્નિમાં તપાવેલું પ્રદક્ષિણાવર્ત છે. (૬) સારપણું હોવાને કારણે ગુરુ છે. (૭) સારપણું હોવાને કારણે જ અદાઢ છે. (૮) આથી કરીને જ=સારપણું હોવાને કારણે જ અકુથનીય છે.
આ પ્રમાણે આઠ અસાધારણ સુવર્ણના ગુણો છે એ પ્રમાણે ગાથાર્થ છે. I૮૩ ભાવાર્થ :- પૂર્વે ગાથા-૮૨માં વ્યતિરેક દૃષ્ટાંતરૂપ સુવર્ણ કહ્યું, તે સુવર્ણના આઠ ગુણોને આ ગાથામાં બતાવેલ છે. તે ગુણો આ પ્રમાણે છે –
(૧) સુવર્ણ વિષનો ઘાત કરનાર છે. (૨) સુવર્ણ વયનું સ્તંભન કરે છે અર્થાત્ સુવર્ણનો આહારમાં ઉપયોગ કરવાથી વૃદ્ધપણું જલદી
આવવા દેતું નથી, માટે રસાયણ છે.