________________
૧૬૭
પ્રતિમાશતક ભાગ-૩ / અપરિજ્ઞા | ગાથા-૩૭
ચીતરી -ITન ..... ચિતત્વલિતિ મા || જે વીતરાગગામી અનુષ્ઠાન છે, તે દ્રવ્યસ્તવ છે.
સત્રા – અહીંયાં પૂર્વપક્ષીએ કહ્યું એ કથનમાં ગ્રંથકારશ્રી કહે છે – પર્વ આ પ્રમાણે=જે વીતરાગગામી અનુષ્ઠાન છે તે દ્રવ્યસ્તવ છે એ પ્રમાણે વ્યાવર્તક સ્વીકારો તો, વીતરાગગામી શિષ્ટતાદિ પણ આક્રોશાદિ પણ, તેનદ્રવ્યસ્તવ થાય. તેથી ઉચિત જ વીતરાગગામી જે છે તે દ્રવ્યસ્તવ છે, એ પ્રકારે વચનમાં દોષાભાવ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે, એ પ્રમાણેaઉચિત જ વીતરાગગામી દ્રવ્યસ્તવ થાય એ પ્રમાણે, આજ્ઞાનું આરાધન દ્રવ્યસ્તવના નિયામક તરીકે અવશ્ય કહેવું જોઈએ; કેમ કે પ્રાપ્ત આજ્ઞાશુદ્ધનું જ ઉચિતપણું છે, એ પ્રમાણે ભાવ છે.
ગાથામાં કહેલ “નનું શબ્દ અક્ષમામાં છે=પૂર્વપક્ષીનું કથન સહન ન થાય એ અર્થમાં છે. ભાવાર્થ :
પૂર્વે ગાથા-૩૫માં કહ્યું કે, આજ્ઞાથી વિપરીત ભગવાનની ભક્તિનું અનુષ્ઠાન છે તે દ્રવ્યસ્તવ પણ ન થાય અને ગાથા-૩૬માં કહ્યું કે, આજ્ઞાથી વિપરીત ભગવાનની ભક્તિનું અનુષ્ઠાન દ્રવ્યસ્તવ તરીકે સ્વીકારો તો આજ્ઞાવિપરીત જે કાંઈ ગૃહકરણાદિ ચિત્રાનુષ્ઠાન છે તે સર્વ દ્રવ્યસ્તવ થાય; કેમ કે બંનેમાં ઈહલોકાદિ આશંસારૂપ નિમિત્ત સમાન છે. આ પ્રમાણે ગૃહકરણાદિ ચિત્રઅનુષ્ઠાનને દ્રવ્યસ્તવ કહેવાનો અતિપ્રસંગ આવ્યો. તેથી પૂર્વપક્ષી કહે છે કે, અમે વ્યાવર્તક વિશેષણ કહીશું, તેથી ગૃહકરણાદિ ચિત્ર અનુષ્ઠાનને દ્રવ્યસ્તવ કહેવાનો પ્રસંગ આવશે નહિ. અને તે આ રીતે –
“જે વીતરાગગામી અનુષ્ઠાન છે તે દ્રવ્યસ્તવ છે.” આ પ્રમાણે “વીતરાગગામી', બાવર્તક વિશેષણ સ્વીકારશું એ પ્રમાણે, ગૃહકરણાદિ વીતરાગગામી નથી તેથી ગૃહકરણાદિને દ્રવ્યસ્તવ કહેવાનો પ્રસંગ આવશે નહિ, પરંતુ જે વીતરાગગામી અનુષ્ઠાન છે તે દ્રવ્યસ્તવ છે. અહીં ગ્રંથકારશ્રી કહે છે, આ પ્રમાણે વ્યાવર્તક વિશેષણ કહેવાથી વીતરાગવિષયક આક્રોશનાદિને પણ દ્રવ્યસ્તવ કહેવાનો પ્રસંગ આવશે.
અહીં પૂર્વપક્ષી કહે કે, અમે ઉચિત જ વીતરાગગામી જે અનુષ્ઠાન છે તે દ્રવ્યસ્તવ છે એમ કહીશું, તેથી આક્રોશનાદિને=ભગવાનની નિંદા કરનારા વચનને, દ્રવ્યસ્તવ કહેવાનો પ્રસંગ નહિ આવે; કેમ કે આક્રોશનાદિ વીતરાગગામી હોવા છતાં ઉચિત નથી.
પૂર્વપક્ષીના આ કથનનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે, આ રીતે=ઉચિત જ વીતરાગગામી જે અનુષ્ઠાન છે તે દ્રવ્યસ્તવ છે એ રીતે, આજ્ઞાની આરાધના અવશ્ય કહેવી જોઈએ; કેમ કે પ્રાપ્ત આજ્ઞા વડે શુદ્ધનું જ ઉચિતપણું છે.
આશય એ છે કે, પૂર્વપક્ષીનું કહેવું એ છે કે, ભગવાનવિષયક આક્રોશનાદિની ક્રિયા એ અનુચિત પ્રવૃત્તિરૂપ છે તેથી દ્રવ્યસ્ત થઈ શકે નહિ, જ્યારે આજ્ઞાથી નિરપેક્ષ પણ પુષ્પાદિ દ્વારા ભગવાનની પૂજાનું અનુષ્ઠાન એ દ્રવ્યસ્તવ થઈ શકે; કેમ કે આપાતથી જોતાં તેને ભગવાનવિષયક આક્રોશનાદિ અનુચિત ભાસે છે અને ભગવાનની પૂજા એ ઉચિત અનુષ્ઠાન ભાસે છે. પરંતુ વાસ્તવિક રીતે ભાવસ્તવના રાગ વગર ઈહલૌકિક આશંસા વગેરેથી કરાતું પૂજાનું અનુષ્ઠાન એ પણ ઉચિત અનુષ્ઠાન નથી; કેમ કે