________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા) ગાથા-૪૪
૧૮૫
ટીકાર્ય :
ય ... રિયો, સામાયિકનો ભાવ હોવાને કારણે અદૂષિત, અને તેથી સર્વથા નિવૃત એવા યતિનો, ઉપાદેય વસ્તુમાં આજ્ઞાપ્રવૃત્તિ હોવાને કારણે શુદ્ધ છે શુભયોગ શુદ્ધ છે, આથી સર્વથા તે જ યતિયોગ અકલંક છે. ભાવાર્થ -
યતિ જેમ ભગવાનના ગુણોના કીર્તનકાળમાં ઉપાદેય વસ્તુમાં ભગવાને અવલંબીને ઉપાદેય એવા આત્મિકભાવમાં, વર્તે છે, તેમ દ્રવ્યસ્તવ કરતી વખતે ગૃહસ્થ પણ ઉપાદેય વસ્તુમાં વર્તે છે, અને તે વખતે યતિ અને ગૃહસ્થ બંનેની આજ્ઞાથી પ્રવૃત્તિ હોય છે; તોપણ યતિના ચિત્તમાં સામાયિકનો ભાવ વર્તે છે, તેથી આત્માથી ભિન્ન એવા સર્વ ભાવો હેય હોવાથી તેનાથી તેઓ સર્વથા નિવૃત્ત છે, અને તેમના ચિત્તમાં ક્યાંય અભિન્કંગ નહિ હોવાને કારણે તેઓ અદૂષિત છે, માટે ઉપાદેય વસ્તુમાં પ્રવર્તતો તેમનો યોગ શુદ્ધ છે.
વળી, દ્રવ્યસ્તવકાળમાં શ્રાવકનો પણ ઉપાદેય વસ્તુમાં ભગવાનને અવલંબીને ભગવાનના ગુણોથી આત્માને વાસિત કરવારૂપ ઉપાદેયભાવમાં, યોગ પ્રવર્તે છે, છતાં તેમનો તે યોગ શુદ્ધ નથી; કેમ કે શ્રાવક ભગવાનના વચનના રહસ્યની પરિણતિવાળો હોય તોપણ સર્વથા હેયથી નિવૃત્ત નથી અને તેમનું ચિત્ત દાનાદિના અભિવૃંગરૂપ વિષથી દૂષિત છે. આથી જ તત્ત્વની પરિણતિવાળા પણ શ્રાવકનો તે યોગ સર્વથા અકલંક નથી, પરંતુ અભિવૃંગરૂપ વિષથી કલંકિત છે. જ્યારે યતિઓનો યોગ અભિવૃંગરૂપ વિષથી અદૂષિત છે અને સર્વથા હેયથી નિવૃત્ત છે સામાયિકના ભાવની વૃદ્ધિમાં અનુપયોગી એવા સર્વ હેયની પ્રવૃત્તિથી નિવૃત્ત છે, તેથી તેમનો ઉપાદેય વસ્તુમાં શુભયોગ શુદ્ધ જ છે.
અહીં પ્રશ્ન થાય કે, યતિનો અને પરિણત શ્રાવકનો શુભયોગ ભગવાનની ભક્તિમાં જ વર્તી રહ્યો છે, છતાં યતિના યોગને શુદ્ધ કહ્યો અને શ્રાવકના યોગને અશુદ્ધ કહ્યો, તે કઈ રીતે સંભવે? કેમ કે ભગવાનની ભક્તિના કાળમાં તો યતિ અને શ્રાવક ઉભયનું ચિત્ત ભગવાનના ગુણોથી ઉપરંજિત છે. એથી કહે છે –
રામવોજ..... ચાયના શુભયોગસામાત્યજવ્યતાવચ્છેદક ફળવૃત્તિ જે જાતિ, તેની જે વ્યાપ્ય જાતિ, તેનાથી અવચ્છિન્ન એવા કાર્ય પ્રત્યે જ સાભિવંગ અને નિરભિવંગ શુભયોગનું હેતુપણું હોવાથી, આની=થતિનો શુભયોગ શુદ્ધ છે અને શ્રાવકનો શુભયોગ અશુદ્ધ છે એની, ઉપપત્તિ છે. એ પ્રમાણે વ્યાયમાર્ગ યુક્તિમાર્ગ, છે. ૪૪. ભાવાર્થ
યતિમાં અને ગૃહસ્થમાં જે શુભયોગ વર્તે છે, તે શુભયોગ સામાન્ય છે અને તે શુભયોગથી જન્ય એવું મોક્ષને અનુકૂળ કલ્યાણ પેદા થાય છે, તેથી તે શુભયોગસામાન્યજન્યકલ્યાણ છે, અને તે કલ્યાણમાં શુભયોગસામાન્યજન્યતા છે. અને શુભયોગસામાન્યજન્યતાનો અવચ્છેદક કલ્યાણત્વ છે, અને શુભયોગસામાન્યજન્યતાવરચ્છેદકકલ્યાણત્વ એ કલ્યાણરૂપ ફળમાં રહેનારી જાતિ છે. અને શુભયોગસામાન્ય