________________
૨૦૫
પ્રતિમાશતક ભાગ-૩ / સ્તવપરિજ્ઞા / ગાથા-પ૩ થી ૬૧
અપકાયવિષયક દશ ભેદો, તેઉકાયવિષયક દશ ભેદો, વાઉકાયવિષયક દશ ભેદો, વનસ્પતિકાયવિષયક દશ ભેદો, બેઇન્દ્રિયવિષયક દશ ભેદો, તેઇન્દ્રિયવિષયક દશ ભેદો, ચઉરિંદ્રિયવિષયક દશ ભેદો, પંચંદ્રિયવિષયક દશ ભેદો અને અજીવવિષયક દશ ભેદો કહેવા.
આ રીતે ભૌમાદિ પૃથ્વીકાયાદિ દશને આશ્રયીને કુલ સો ભેદો થાય. આ સો ભેદો શ્રોત્રંદ્રિયના યોગથી થયા. એ રીતે –
ચક્ષુરિંદ્રિયના યોગથી સો ભેદો, ધ્રાણેદ્રિયના યોગથી સો ભેદો, રસનેંદ્રિયના યોગથી સો ભેદો અને સ્પર્શેદ્રિયના યોગથી સો ભેદો થાય.
આ રીતે પાંચ ઇન્દ્રિયના યોગથી કુલ પાંચસો ભેદો થાય. આ પાંચસો ભેદ આહારસંજ્ઞાના યોગથી થયા. એ રીતે –
ભયસંજ્ઞાના યોગથી પાંચસો ભેદો, મૈથુનસંજ્ઞાના યોગથી પાંચસો ભેદો અને પરિગ્રહસંજ્ઞાના યોગથી પાંચસો ભેદો થાય.
આ રીતે ચાર સંજ્ઞાના યોગથી કુલ બે હજાર ભેદો થાય.
આ બે હજાર ભેદો મનરૂપ કરણથી થયા. એ રીતે વચનરૂપ કરણથી બે હજાર ભેદો અને કાયારૂપ કરણથી બે હજાર ભેદો થાય.
એ રીતે ત્રણ કરણના યોગથી કુલ છ હજાર ભેદ થાય.
આ છ હજાર ભેદો ન કરવારૂપ યોગથી થયા. એ રીતે ન કરાવવા રૂપ યોગથી છ હજાર ભેદો અને ન અનુમોદવારૂપ યોગથી છ હજાર ભેદો થાય. એ રીતે કુલ અઢાર હજાર ભેદો થયા.
આ રીતે ૧૦ પૃથ્વીકાયાદિ x ૧૦ ક્ષમા આદિ=૧૦૦ ૧૦૦ x૫ શ્રોત્રેઢિયાદિ=૫૦૦ ૫૦૦ x ૪ આહારાદિ ૨૦૦૦ ૨૦૦૦ x ૩ મન વગેરે કરણો ૧૦૦૦ ઉ000 x ૩ કરણ વગેરે યોગા=૧૮૦૦૦ શીલાંગ થયા.
ગાથા -
"एत्थमियं विण्णेयं अइअंपज्जं तु बुद्धिमंतेहिं ।
જિ સુપરિશુદ્ધ સીન સેસમાવે” દા ગાથાર્થ :
અહીંયાં=શીલાંગના અધિકારમાં, બુદ્ધિમાન પુરુષો વડે આ દંપર્ય જાણવું - શેષ શીલાંગના સભાવમાં એક પણ સુપરિશુદ્ધ શીલાંગ છે. IIII