________________
પ્રતિમાશતક ભાગ-૩ નવપરિણા | ગાથા-૧૭-૧૮
૨૧૭ કરીને હિતનું કારણ બને છે. વળી તે આજ્ઞાપાલન માત્ર સ્વનું હિત કરે છે તેવું નથી, પરંતુ સર્વ જીવોનું હિત કરે છે; કેમ કે આજ્ઞાપાલનથી સર્વ જીવોનો દૃષ્ટ-અદૃષ્ટ ઉપકાર થાય છે. તે આ રીતે –
સંસારવર્તી જીવો જ્યાં સુધી શરીરધારી છે, ત્યાં સુધી તેઓ સર્વ જીવોને માટે ઉપદ્રવરૂપ છે, પરંતુ ભગવાનની આજ્ઞાનું પાલન કરીને તેઓ રાગાદિ વગરના થઈને અંતે મોક્ષમાં જાય છે, ત્યારે મુક્ત થયેલા એવા તેઓ સર્વ જીવો માટે ઉપદ્રવરહિત બને છે. તે આ રીતે – જે સાધુ, શૈક્ષ-ગ્લાનાદિ માટે પુષ્ટાલંબનથી ભગવાનના વચનાનુસાર દોષિત ગોચરીમાં પ્રવૃત્તિ કરે છે, તે સાધુ, શૈક્ષ-ગ્લાનાદિ ઉપર સંયમવૃદ્ધિ કરવા દ્વારા દષ્ટ ઉપકાર કરે છે, અને ભગવાનની આજ્ઞાના પાલનથી સ્વનો પણ ઉપકાર કરે છે. અને આ રીતે આજ્ઞાપાલન દ્વારા પોતે અને શૈક્ષ-ગ્લાનાદિ સંસારથી શીધ્ર મુક્ત થશે, તેથી મુક્ત થયેલા તેમનાથી સંસારમાં અમારિપટ વાગશે; કેમ કે હવે તે મુક્ત થયેલા જીવોથી જગતના જીવોને કદી ઉપદ્રવ થશે નહિ. તેથી જ મુનિથી નદી ઊતરતાં પાણીના જીવોને જે પીડા થયેલી અને શૈક્ષ-ગ્લાનાદિની વૈયાવચ્ચ કરતાં અશુદ્ધ ભિક્ષાથી જે હિંસા થયેલી, તે જીવોનો પણ ભાવિમાં ઉપકાર થવાનો; કેમ કે પોતે અને અન્ય શૈક્ષ-ગ્લાનાદિ મોક્ષમાં ન જાય તો સંસારમાં તે જીવોને પણ પોતાનાથી ઉપદ્રવ થયા કરવાનો હતો, પણ મોક્ષમાં જવાથી તે ઉપદ્રવ દૂર થાય છે. માટે જગતના તમામ જીવોને ભગવાનની આજ્ઞાના પાલનથી દષ્ટ કે અદષ્ટ ઉપકાર થાય છે. અર્થાતુ પોતાને અને શૈક્ષને દૃષ્ટ ઉપકાર થયો અને જે જીવોને તે પ્રવૃત્તિથી પીડા થઈ તેમને પણ અદૃષ્ટ ઉપકાર થશે અર્થાતુ ભાવિમાં ઉપકાર થશે. તેથી આજ્ઞાપાલન સર્વ જીવોને હિતકર છે. IIકળા
ગાથા :
"भावं विणावि एवं होइ पवित्ती ण बाहए एसा ।
सव्वत्थ अणाभिसंगा विरइभावं सुसाहुस्स" ॥६८॥ ગાથાર્થ :
આ રીતે=પૂર્વે ગાથા-૬૬માં કહ્યું કે, પુષ્ટાલંબનથી શૈક્ષ-ગ્લાનાદિ માટે અપવાદિક પ્રવૃત્તિ થાય છે, એ રીતે, ભાવ વગર પણ અર્થાત્ ષટકાયના પાલનથી વિરુદ્ધ ભાવ વગર પણ, (ક્વચિત) પ્રવૃત્તિ થાય છે, એ પ્રવૃત્તિ સુસાધુના વિરતિભાવને બાધા કરતી નથી; કેમ કે સર્વત્ર અનભિન્ડંગ છે. II૬૮. ટીકા :____भावं=विरुद्धभावं, विनाप्येवं भवति प्रवृत्तिः क्वचित्, न बाधते चैषा सर्वत्रानभिष्वङ्गाद् । विरतिभावं सुसायोः, उपेयोपायेच्छाव्यतिरिक्तभावस्यैवाभिष्वङ्गत्वानिरभिष्वङ्गकर्मणश्चाबन्धकत्वादिति માવઃ I૬૮ાા ટીકાર્ય :
.... સુતો, એ રીતે–પુણલંબનથી શૈક્ષ-ગ્લાનાદિ માટે ક્વચિત અપવાદિક પ્રવૃત્તિ થાય છે એ રીતે, ષકાયના પાલનરૂપે, સંયમથી વિરુદ્ધ ભાવ વગર પણ ક્વચિત્ પ્રવૃત્તિ થાય છે અર્થાત