________________
૨૧૯
પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિજ્ઞા / ગાથા-૯ વિરતિભાવને બાધ કરતી નથી, તેથી તે પ્રવૃત્તિ નિયમા ભગવાનના વચનથી હોય છે. જ્યારે ભગવાનના વચનથી નિરપેક્ષ સ્વમતિકલ્પનાથી પ્રવૃત્તિ કરવામાં આવે, ત્યારે બાહ્યથી કદાચ મોક્ષ કે મોક્ષના ઉપાયની ઈચ્છા હોય તોપણ વિરતિભાવને બાધ કરે છે. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે
ગાથા -
"उस्सुत्ता पुण बाहइ समइविगप्पसुद्धावि णियमेणं ।
गीयत्थणिसिद्धिपवज्जणरूवा णवरं णिरणुबंधा" ।।६९।। ગાથાર્થ :
નિયમથી ગીતાર્થનિષિદ્ધ પ્રતિપત્તિરૂપ=ગીતાર્થ જ્યારે નિષેધ કરે, ત્યારે તે પ્રવૃત્તિ નહીં કરવાનો સ્વીકાર કરે, તેવી સ્વમતિવિકલ્પથી શુદ્ધ પણ ઉત્સુત્ર પ્રવૃત્તિ (વિરતિભાવને) બાધ કરે છે, પરંતુ નિરનુબંધ છે. II૬૯ll
જ અહીં ઉત્સુત્ર પ્રવૃત્તિનું વિશેષણ નિયમેન નીતાર્થનિષિદ્ધપ્રતિપત્તિરૂપ' છે, અને તે ઉત્સુત્ર પ્રવૃત્તિ નિરનુબંધ છે તેના હેતુરૂપે છે, તેથી હેતુઅર્થક વિશેષણ છે. ટીકા :
उत्सूत्रा पुनः प्रवृत्तिर्बाधते विरतिभावं स्वमतिविकल्पशुद्धापि तत्त्वतोऽशुद्धत्वात् “सुंदरबुद्धीए कयं बहुयंपि न सुंदर होइ" इति वचनात् । नियमेन गीतार्थनिषिद्धप्रतिपत्तिरूपा गीतार्थेन निषिद्धे सति प्रतिपत्तिः=अकरणाभ्युपगमस्तया रूप्यते या, सा नवरं प्रवृत्तिरनभिनिवेशाद्धेतोर्निरनुबन्धाऽनुबन्धकर्मरहिता भवति, अपुनःकरणात्प्रज्ञापनीयप्रकृतित्वाच्च ।।६९।। ટીકાર્ચ -
૩જૂરી ..... વિરતિમાd વળી સ્વમતિવિકલ્પથી શુદ્ધ પણ ઉત્સુત્ર પ્રવૃત્તિ વિરતિભાવને બાધ કરે છે.
અહીં પ્રશ્ન થાય કે,સ્વમતિવિકલ્પથી તે પ્રવૃત્તિ શુદ્ધ છે,તો વિરતિભાવને કેમ બાધ કરે છે?તેથી કહે છે – તત્ત્વો ડણવા તત્વથી અશુદ્ધપણું છે, અર્થાત્ તત્વથી તે પ્રવૃત્તિ અશુદ્ધ છે.
અહીં પ્રશ્ન થાય કે, પોતાને તો તે પ્રવૃત્તિ સુંદર દેખાય છે તેથી તે પ્રવૃત્તિ કરે છે, તો પછી તે પ્રવૃત્તિ તત્ત્વથી અશુદ્ધ કેમ છે ? તેથી કહે છે –
સુંદરવુદ્ધી ... વચનાત્ અગીતાર્થ વડે સુંદરબુદ્ધિથી કરાયેલું ઘણું પણ સુંદર હોતું નથી, એ પ્રકારનું વચન છે.
આ સ્વમતિવિકલ્પથી શુદ્ધ પણ ઉત્સુત્ર પ્રવૃત્તિ કેવી છે તે બતાવે છે –